કોરોના કાળમાં ગળામાં થતો દુખાવો બની શકે છે જીવલેણ, જાણો કયા ઉપાયોથી મેળવશો છૂટકારો

શિયાળાની ઋતુમાં ગળાના ઇન્ફેક્શનના કારણે દરેક વ્યક્તિ ખૂબ જ પરેશાન હોય છે.આ રોગને ગાલપચોળિયા પણ કહેવામાં આવે છે.આમાં ગળામાં દુખાવાની સાથે કાનની આજુબાજુ પણ અતિશય સોજો આવે છે,જેથી ખાવા પીવામાં મુશ્કેલી થાય છે અને આપનો આખો ચેહરો એકદમ ભરાવદાર લાગે છે.આ એક ચેપી રોગ છે જે છીંક,લાળ,થૂંકવા અને સ્પર્શ કરીને પણ એક વ્યક્તિથી બીજામાં થઈ શકે છે.તો ચાલો આજે અમે તમને જણાવીએ આ રોગને સંપૂર્ણપણે દૂર કરવા માટેના કેટલાક ઘરેલું ઉપાય વિશે.

ગરમ પાણીની બોટલ

image source

જ્યારે પણ ગાલપચોળિયા થાય,ત્યારે ગરમ પાણીની બોટલથી સોજોવાળા વિસ્તારનો સંપૂર્ણ રીતે શેક કરો.આ ઉપરાંત નવશેકા પાણીમાં મીઠું ભેળવીને પીવાથી પણ ભારે રાહત મળે છે.આ સોજો ઘટાડશે અને પીડામાંથી પણ રાહત આપશે.

ભાતનું પાણી

image source

બાફેલા ચોખામાંથી નીકળેલા પાણીમાં 1 ચપટી મીઠું નાખીને પીવાથી પણ ગાલપચોળિયાની સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે.તે શરીરને પોષક તત્વો પૂરા પાડે છે અને પેટને સંપૂર્ણ ભરે છે.

આદુ

image source

આદુના ટુકડા કરી તેને સૂકવી લો અને તેના ઉપર કાળું મીઠું નાંખો અને તેને સારી રીતે ચૂસી લો.કાળા આદુને કાળા મીઠા સાથે ચૂસવાથી સોજો અને દુખાવામાં પણ ઘણી રાહત મળે છે.

મેથીના દાણા

મેથીના દાણા સારી રીતે પીસીને તેનું ચુર્ણ બનાવો અને તેમાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને ગાલપચોળિયાના વિસ્તારમાં લગાવવાથી પણ ઘણી રાહત મળે છે.

મીઠું

image source

ગાલપચોળિયાની સમસ્યા દૂર કરવા માટે એક તવા પર થોડું મીઠું સેકી લો અને તેને એક પોટલીમાં બાંધો.ત્યારબાદ આ પોટલીથી ગાલપચોળિયા પર શેક કરો.આ ઉપાયથી આ સમસ્યા ઝડપથી દૂર થશે.

જાણો આ સમસ્યા થાય ત્યારે શું કરવું જરૂરી છે

image source

જ્યાં સુધી ગાલપચોળિયા મટે નહીં ત્યાં સુધી પથારીમાં આરામ કરો.

વધુ પડતા ચાવવા પડે તેવા ખોરાક ન ખાઓ.તેના બદલે તમારા આહારમાં સૂપ,પ્રવાહી અને નરમ ખોરાક જેમ કે છૂંદેલા બટેટા અને બનાવેલા ઓટમીલ ખાય શકો છો.

ખાટા ખાદ્ય પદાર્થો જેવા કે ખાટા ફળો અને ખાટા ફળોના રસથી દૂર રહો કારણ કે તે લાળની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે.

રોગના ફેલાવાને રોકવા માટે દર્દીને તંદુરસ્ત લોકોથી અલગ રાખો કારણ કે ગાલપચોળિયાંના દર્દી લક્ષણોની શરૂઆત પછી એક અઠવાડિયા સુધી તેમના શરીરમાં ચેપ રહે છે,જે સરળતાથી કોઈપણ વ્યક્તિને ચેપગ્રસ્ત કરી શકે છે.

ગાલપચોળિયામાં થતી પીડા અને બળતરાને દૂર કરવા માટે તેના પર વારંવાર બરફથી શેક કરતા રહો.

image source

છીંક અથવા ઉધરસ આવે ત્યારે રૂમાલના ઉપયોગના બદલે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરો અને પછી તેને ફાડીને સુરક્ષિત રીતે ડસ્ટબીનમાં જ ફેંકો.નહીંતર ભૂલથી પણ કોઈપણ આ ટીશ્યુ પેપરને અડશે તો આ તકલીફ તેમને પણ થઈ શકે છે.

ગાલપચોળિયાંના પ્રથમ લક્ષણો વિકસિત થતાંની સાથે જ શાળા અથવા ઓફિસથી ઓછામાં ઓછા 5 દિવસની રજા જરૂરથી લો.

image source

જયારે આ સમસ્યાના લક્ષણો તમારામાં દેખાવાના શરુ થાય ત્યારથી જ વારંવાર તમારા હાથને સાબુથી ધોવા જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.