તિબેટ ઉપરથી શા માટે નથી ઉડતા વિમાન? અનેક લોકો છે આ વાતથી અજાણ, શું તમને ખબર છે આ વિશે?

તિબેટ નામ તો તમે સાંભળ્યું જ હશે. અસલમાં તિબેટ એ ચીનનું એક સ્વયંસાશિત ક્ષેત્ર છે પરંતુ ઘણા ખરા લોકો તિબેટને એક સ્વતંત્ર દેશ પણ માને છે. તિબેટ ચીનની દક્ષિણ – પશ્ચિમ દિશાએ સ્થિત છે અને તેઓ તેને પોતાના દેશનો જ ભાગ માને છે. તિબેટ વિષે મોટાભાગના લોકો એ નથી જાણતા કે આ વિસ્તાર ઉપરથી વિમાનો નથી ઉડતા. તમને કદાચ નવાઈ લાગશે પણ આ હકીકત છે. અસલમાં તેની પાછળ એક રોચક અને જાણવા જેવું કારણ પણ છે જેના વિષે જાણી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

image source

તિબેટ એક એવો વિસ્તાર છે જ્યાંની મોટાભાગની ભૂમિ પહાડી છે. અહીંના પહાડો વિશ્વમાં સૌથી ઊંચા પહાડો માનવામાં આવે છે અને તેને હિમાલય પર્વતનું ઘર પણ કહેવાય છે. સમુદ્ર સપાટીથી નોંધપાત્ર ઊંચાઈ પર સ્થિત અને વિશાળ પર્વત શૃંખલાઓથી ઘેરાયેલો હોવાને કારણે તિબેટને ” દુનિયાની છત ” પણ કહેવામાં આવે છે.

image source

વળી, તિબેટ વિશ્વના એવા ખાસ વિસ્તારો પૈકી પણ એક છે જ્યાં વિમાની સેવાનો ઉપયોગ બહુ ઓછો થાય છે. અસલમાં ઊંચાઈ પર હોવાને કારણે આ વિસ્તાર પરથી વિમાનનું ઉડી શકવું લગભગ અસંભવ છે. અને વિમાન યાત્રિકોને જીવને જોખમ ઉભું ન થાય એ કારણોસર જ તિબેટ વિસ્તાર ઉપરથી વિમાન નથી ઉડતા.

image source

વિશેષજ્ઞોના મંતવ્ય મુજબ તિબેટ દુનિયાનું સૌથી ઓછા હવાના દબાણવાળું ક્ષેત્ર છે અને અહીં હવાની માત્રા પણ ઘણી ઓછી હોય છે જેના કારણે કોઈપણ યાત્રી વિમાનને અહીંથી પસાર થવામાં જોખમ રહે છે. જો વિમાન ઉડાડવામાં આવે તો વિમાનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓને વધુ સમય માટે ઓક્સિજનની જરુર પડવા લાગે છે. જયારે વિમાનમાં યાત્રીઓને 20 મિનિટ સુધી જ ઓક્સિજન પૂરો પાડી શકાય તેટલી જ સુવિધા અને ઓક્સિજન વાયુ ઉપલબ્ધ હોય છે.

image source

નિષ્ણાંતોના મત મુજબ તિબેટનું વાતાવરણ અન્ય હવાઈ માર્ગોની તુલનામાં ઘણો અલગ છે વળી, માઉન્ટ એવરેસ્ટ અહીંથી સાવ નજીક હોવાના કારણે અહીં જેટ ધારાઓ ઝડપથી ચાલે છે અહીં એક વિમાન માટે ઝડપથી ચાલતી જેટ ધારાઓનો સામનો કરવો મોતમાં મુખમાં જવા બરાબર છે. તેમ છતાં અહીં રન-વે પણ છે પરંતુ તે એટલો સાંકડો છે કે અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા પાઇલોટ જ અહીં વિમાનો ઉતારી શક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.