ટિક ટોક સ્ટાર બનવા પાણી સાથે મસ્તી કરવી ભારે પડી આ યુવાનને, જોજો તમે પણ ક્યાંક ના કરતા આવું

ટીક ટોક વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો નવા નવા પ્રયોગો અજમાવે છે. કેટલાક વ્યક્તિઓ ફેમસ થવા માટે વિડીયો બનાવે છે તો કેટલાક લોકો પોતાની સેલ્ફી પોસ્ટ કરીને કે પછી કઇકને કઈક નવું કર્યા જ કરે છે. કેટલીક વાર તો આમ ફેમસ થવાની લાલચમાં જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી. ઘણીવાર કેટલાક લોકોને સેલ્ફી લેવાનું એવું ગાંડપણ સવાર થઈ જાય છે કે આજુબાજુની શું પરિસ્થિતિ છે તે પણ જોવાનું ભૂલી જાય છે. આવી વ્યક્તિઓ મોટાભાગે જગ્યાનું પણ ભાન ભૂલી જાય છે.

image source

આવો જ એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક યુવાન જીવના જોખમે પાણીમાં કુદે છે જયારે તેનો અન્ય મિત્ર તેનો વિડીયો બનાવે છે બન્ને મિત્રો માંથી કોઈને પણ ખ્યાલ નાં હતો કે જે મિત્ર કુદ્યો છે તેનો આ છેલ્લો વિડીયો છે જેમાં તેની મોત કેદ થઈ જશે.

આ વિડીયો બનાવનાર બન્ને વ્યક્તિઓ મુઝફ્ફર નગરમાં રહે છે અને તેઓ બન્ને ફેમસ થવા માટે ટીક ટોક વિડીયો બનાવતા હતા. ત્યારે એક દિવસ બન્નેએ આવો પાણીમાં કુદકો મારતા વિડીયો બનાવવામાં નક્કી કર્યું. આમ નક્કી કર્યા મુજબ બન્ને જગ્યા પર પહોચી ગયા. ત્યાર પછી નક્કી થયા મુજબ એક મિત્ર પાણીમાં કુદવાનો હતો અને તે જ સમયે બીજો મિત્ર ફોનમાં તેનો વિડીયો ઉતારશે. પછી યુવક પોતાનો વિડીયો બનાવવા માટે પાણીમાં તો કુદી ગયો પરંતુ તે પછી તે ક્યારેય જીવિત બહાર ના આવ્યો અને તેનો મૃતદેહ બહાર લાવવામાં આવ્યો હતો.

image source

કેટલીક જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે જે યુવક પાણીમાં કુદ્યો હતો તેની ઉમર ફક્ત ૧૮ વર્ષની જ હતી. આ યુવક પાણીમાં કુદતા સમયે તેના મિત્રોને ના જોઈતો હોય તેવી ચીસો પાડી રહ્યો હતો. આ યુવક ટીક ટોક સ્ટાર બનવાને બદલે મોતને ભેટી ગયો અને તેનું આ મોત અન્ય મિત્રના કેમેરામાં કેદ થઈને રહી ગયું.

image source

આ પહેલો કિસ્સો સામે નથી આવ્યો કે આ રીતે વિડીયો બનાવતા કે સેલ્ફી લેતા કોઈનું મોત થયું હોય ચોમાસાના સમયે યુવાનો નદીના વહેણ સાથે ફોટો પડાવતા મોત થયા ખબર આવતા જ રહે છે તો કેટલીક વાર એવી ઉંચી જગ્યાઓ પસંદ કરે છે કે જો સહેજ પણ ભૂલ થઈ તો જીવ ગયો જ સમજો. શું ફેમસ થવું પોતાના જીવ કરતા વધારે જરૂરી બની ગયું છે? એક વાર જરૂર વિચારજો.