માછલી ગળવાના વિડિઓ બનાવવાની લ્હાયમાં મળ્યું મૃત્યુ…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીકટોક એપ પર વિડીયો બનાવીને અપલોડ કરવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. આ ટીકટોક વિડીયો એપ પર ફક્ત આજની યુવા પેઢી જ નહી ઉપરાંત બોલીવુડ અને ટીવી સેલેબ્રીટીસ પણ પોતાના કેટલાક વિડિયોઝ બનાવીને ટીકટોક વિડીયો એપ પર અપલોડ કરતા જોવા મળે છે. ત્યારે આજના યુવાનોમાં ટીકટોક વિડીયો બનાવવાનું એવું ગાંડપણ સવાર હોય છે કે, ટીકટોક વિડીયો બનાવવા માટે કોઇપણ પ્રકારનું જોખમ ઉઠાવતા કે પછી પોતાના જીવના જોખમે પણ ટીકટોક વિડીયો જરૂરથી બનાવે છે.

આપણે ઘણી વાર સમાચારોમાં જોઈએ છીએ કે, ટીકટોક વિડીયો બનાવતા સમયે કોઈ યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો હોય કે પછી કોઈ યુવાનને ટીકટોક વિડીયો બનાવતા દરમિયાન એવી રીતે ઈજાગ્રસ્ત થઈ જાય છે કે, જેનું પરિણામ આખી જિંદગી ભોગવવું પડે છે. આજે અમે આપને આ લેખ દ્વારા આવા જ એક યુવાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઘટના વિષે જાણીને આપને પણ નવાઈ લાગી શકે છે.

આ ઘટના તમિલનાડુ રાજ્યના એક શહેરમાં ઘટી છે જેમાં એક ૨૨ વર્ષીય યુવાનએ પોતાનો ટીકટોક વિડીયો બનાવતા પોતાનું જીવન ગુમાવાનો વારો આવી જાય છે. આ યુવાન ટીકટોક વિડીયો બનાવવાના લીધે આ યુવાન એક જીવતી માછલીને ગળી જાય છે ત્યાર પછી આ માછલી આ યુવાનના ગળામાં અટકી જતા યુવાન મૃત્યુ પામે છે.

ટીકટોક વિડીયો બનાવવા માટે પોતાનો જીવ ખોઈ દેનાર યુવકનું નામ એસ. વેટરીવેલ હોવાનું જાણી શકાયું છે. એસ. વેટરીવેલ ૨૨ વર્ષીય નવયુવક હતો. એસ. વેટરીવેલ કડીયાકામ કરીને પોતાની રોજીરોટી મેળવતો હતો.

૨૨ વર્ષીય એસ. વેટરીવેલ પોતાના બે મિત્રો સાથે નજીક આવેલ તળાવમાં માછલી પકડવા પહોચ્યા હતા. આ ત્રણ મિત્રો દારૂ પી રહ્યા હતા અને બધા જ દારૂના નશામાં ચુર હતા. તે સમયે એસ. વેટરીવેલ નામના યુવાન જીવિત માછલી ગળી જતો ટીકટોક વિડીયો બનાવવાનો વિચાર આવે છે. ત્યારે એસ. વેટરીવેલ ટીકટોક વિડીયો બનાવવા માટે એક જીવિત માછલી ગળવાનો પ્રયત્ન કરવા લાગે છે પરંતુ એસ. વેટરીવેલ દ્વારા ગળવામાં આવેલ આ માછલી તેના ગળામાં અટકી જાય છે અને એસ. વેટરીવેલને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગે છે. ત્યાર પછી તરત જ એસ. વેટરીવેલને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પરંતુ જયારે એસ. વેટરીવેલને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે હોસ્પિટલના ડોક્ટર તેને મૃત ઘોષિત કરી દે છે.

આ ઘટના વિષે વાત કરતા પોલીસ અધિકારી જણાવે છે કે, એસ. વેટરીવેલના મૃતદેહનું ગુરુવારના રોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમછતાં અમે તપાસ કરી રહ્યા છે કે, ક્યાંક કોઈ મિત્રો વચ્ચે શરત લગાવવામાં આવી હોય તેના લીધે આ યુવકે જીવિત માછલી તો નથી ગળી ને.?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.