‘સમય બડા બલવાન’ આ વાત માત્ર તમે વાંચી જ હશે પણ આ તસ્વીરો જોઈ તમને તેની ખરી તાકાત સમજાઈ જશે.

આધુનિક જગતમાં સમય ખરેખર ખુબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે. આપણા બાળકો જલદી મોટા ઈ રહ્યા છે, આપણા માતાપિતા જલદી ઘરડા થઈ રહ્યા છે, અને આપણા પોતાના ચહેરામાં પણ આપણને ઘણો બધો ફેરફાર જોવા મળે છે. સામાન્ય રીતે આપણે આ બધી બાબતો પર વધારે ધ્યાન નથી આપતા કારણે કે આપણે આપણા કામ, બાળકોના ભણતર તેમજ કેટલીક મહત્ત્વની બાબતોમાં પરોવાયેલા હોઈએ છીએ. પણ જો આપણે એક ક્ષણ ઉભા રહીએ અને આસપાસ નજર કરીએ તો જોઈશું કે સૌથી સ્થિર વસ્તુઓ પણ સતત બદલાતી રહે છે. તો આજે અમે તમારી સમક્ષ તેવી જ કેટલીક તસ્વીરો લઈને આવ્યા છીએ જે તમને સમયની શક્તિનો પરચો આપે છે.

આ એક વાળંદની દુકાન એટલે કે બાર્બરની શોપ છે. તમે જોઈ શકો છો કે તેની ફ્લોર પર સમયનો કેટલો બધો ઘસારો લાગ્યો છે. જ્યાં જ્યાં આ બાર્બર એકધારો વાળ કાપવા માટે અર્ધગોળાકારમાં ચાલ્યો છે ત્યાની ફરસ ઘસાઈ ગઈ છે.

image source

આપણે આપણા નાનપણની તસ્વીર અને હાલની તસ્વીર જોઈને ઘણીવાર આશ્ચર્યમાં પડી જતા હોઈ છીએ કે આપણામાં કેટલો બદલાવ આવી ગયો છે. આ તસ્વીર પણ તેવી જ છે. અહીં તસ્વીર લેનાર વ્યક્તિના દાદા-દાદીની નવી તસ્વીર અને વર્ષો જૂની તસ્વીર શેર કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે બન્નેમાં કેટલો બધો તફાવત છે.

image source

આ ચાર પેઢીઓથી ચાલી આવતી મિક્સિંગ સ્પૂન છે. તમે જોઈ શકો છો કે તેનો આગળનો ભાવ સાવ જ ઘસાઈ ગયો છે. આમ પણ વાસણો ઘણી પેઢીઓ સુધી ચાલતા હોય છે ખાસ કરીને ધાતૂના વાસણો. તમારા ઘરમાં પણ તમારા બાપ-દાદાના જમાનાના કેટલાક વાસણો ચોક્કસ હશે.

image source

કોઈ પહાડની કીનારી પર કદાચ કોઈ મિલેટ્રી પોસ્ટના ઉદ્દેશથી આ માટી ભરેલી થેલીઓ 40 વર્ષ પહેલા મુકવામાં આવી છે. અને આજે આ કોઈ પથ્થરના ટૂકડા જેવી સખત થઈ ગઈ છે.

image source

આ એક પિયાનોની તસ્વીર છે. કાં તો આ પિયાનો ખૂબ જ વપરાયો છે ઘણા બધા લોકો દ્વારા અથવા તો એક વ્યક્તિએ ખૂબ જ પેશનેટલી આ પિયાનાનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે પિયાનોની કેટલીક કીઝને કેટલો બધો ઘસારો લાગ્યો છે. રીતસરની પિયાનોની કીમાં ખાડા પડી ગયા છે.

image source

આ તસ્વીર કૂતરા અને તેના માલિકના પ્રેમની સાક્ષી આપતી છે. જ્યારે આ યુવાન નાનકડો છોકરો હતો ત્યારે તેણે આ કૂતરાના બચ્ચાને પાળ્યું હતું. અને આજે આટલા વર્ષો બાદ બન્ને ઘણા મોટા થઈ ગયા છે પણ બન્ને તસ્વીરમાં યુવાનની આંખોમાંનો પોતાના કૂતરા પ્રત્યેનો પ્રેમ તો પહેલાં જેવો જ જોઈ શકાય છે.

image source

આ તસ્વીર કાર વોશ વેક્યુમ ક્લિનરની છે. એક છ વર્ષ જુનું વપરાયેલું છે જ્યારે બીજું તે જ મોડેલનું નવું વેક્યુમ ક્લિનર છે. તમે જોઈ શકો છો કે માત્ર છ વર્ષમાં આ વેક્યુમ ક્લિનરને કેટલો બધો ઘસારો લાગ્યો છે. તેનો આખો આગળનો ભાગ ઘસાઈ ગયો છે.

image source

આ વૃક્ષ વાસ્તવમાં કોઈની કબર આગળ લગાવવામાં આવ્યું હતું. પણ સમય જતાં વૃક્ષ એટલુ વિશાળ થઈ ગયું કે તેણે પોતાનામાં જ તે વ્યક્તિની કબર સમાવી લીધી. તમે જોઈ શકો છો તેમ વૃક્ષના વિશાળ થડિયામાં કબરનો પથ્થર સમાઈ ગયો છે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે લાકડાના ફ્લોર પર પગના પંજાના નિશાન પડી ગયા છે. આ નિશાન તે બૌદ્ધ સાધુના છે જે દાયકાઓથી આ એક જ જગ્યા પર ધ્યાન અને પૂજા કરવા બેસે છે. અને આજ કારણસર લાકડા જેવી સખત વસ્તુ પર પણ બૌદ્ધ સાધુના કોમળ પગે નિશાનીઓ છોડી છે.

image source

આ તસ્વીરમાં બે પોકેટ નાઇફ છે એક જૂની છે અને એક નવી છે. તસ્વીર લેનાર વ્યક્તિના પિતાની આ નાઇફ એટલે કે છરી છે જે તેમણે 40 વર્ષ કરતાં પણ વધરે સમય માટે વાપરી છે. તમે નવી છરી અને જૂની છરી વચ્ચેનો ફરક જોઈ શકો છો. જૂની પર સમયની અસર કેટલી બધી થઈ છે.

image source

આ એક ટોવેલ છે. જે 24 વર્ષ જુનો છે. તમે જોઈ શકો છો કે સમય તેમજ હવામાનના કારણે તેના રંગમાં જમીન આકાશનો ફરક આવી ગયો છે. પણ કેટલીક વસ્તુઓ સાથે આપણને એટલો બધો લગાવ હોય છે કે તે ગમે તેટલી જૂની થઈ જાય તો પણ આપણે તેને ક્યારેય છોડતા નથી.

image source

આ તસ્વીર નેશવિલેમાં આવેલા પાર્થેનનના દરવાજા પર લગાવવામાં આવેલા સિંહના માથાની છે. તમે જોઈ શકો છો કે સિંહનો આખો રંગ જ બદલાઈ ગયો છે. અને જે રંગ તમને ગોલ્ડન કે પિતળનો જણાઈ રહ્યો છે તે કદાચ ત્યાં રોજ એકધારો ઘસારો લાગવાથી હોય તેવું લાગે છે.

image source

આ એક કેન્ડલ સ્ટેન્ડ છે. જેના પર વર્ષોથી કેન્ડલ ગોઠવવામાં આવે છે અને તેને બાળવામાં આવે છે. અને તમે જોઈ શકો છો તેમ તેની નીચે કેટલું બધું મીણ જમા થઈ ગયું છે. એમ કહો કે એક જાયન્ટ મીણબત્તી જ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

image source

આ એક ટ્રક ડ્રાઈવરની તસ્વીર છે. તમે જોઈ શકો છો કે તેના ચહેરાની એક બાજુ થોડી યુવાન લાગી રહી છે જ્યારે બીજી બાજુ કરચલીઓ વધારે જોવા મળે છે. વાસ્તવમાં જે બાજુ યુવાન દેખાય છે તે અંદરની બાજુની છે જ્યારે જ્યાં કરચલીઓ વધારે દેખાય છે તે ભાગ ટ્રકમાં બારી તરફ રહેતો હતો અને માટે જ આ તફાવત જોવા મળી રહ્યો છે.

image source

આ તસ્વીર છે હેલેન કેલેર્સના સ્મારકની છે. તમે જોઈ શકો છો કે તેના પર ઇંગ્લિશ ભાષામાં અને તેની નીચે બ્રેઇલ લીપીમાં લખવામાં આવ્યું છે. લખાણ પર તો સમયની અસર જોઈ જ શકાય છે. પણ નીચે જ્યાં બ્રેઇલ લીપીમાં લખ્યું છે તે પણ ઘસાઈ ગયું છે. કારણ કે દાયકાઓથી અહીં આવતા અંધ લોકો તેના પર આંગળી મુકીને તેને વાંચતા હોય છે જેના કારણે તે આટલું બધું ઘસાઈ ગયું. છે.

image source

આ એક લાકડાનું બેરિયર છે જે લગભગ પોણા ભાગનું તો ઘરમાં ઢંકાઈ ગયું છે પણ પા ભાગનું બહાર છે. અને તમે જોઈ શકો છો તેમ અંદરના ભાગમાં વધારે ઘસારો નથી લાગ્યો કે તેના પર વેધર ઇફેક્ટ પણ નથી થઈ પણ બહારના લાકડા પર હવામાનની ઘણી અસર જોઈ શકાય છે.

image source

પાણીનો એકધારો પ્રવાહ પથ્થરને પણ ચીરી નાખે છે. સામાન્ય રીતે પાણી ઘણું કોમળ માનવામાં આવે છે. પણ જો કોઈ જગ્યાએથી એકધારું પાણી પસાર થાય તો પાણી તેને પણ ઘસારો પહોંચાડે છે, આ તસ્વીરમાં તમે જોઈ શકો છો તેમ એક કૂદરતી સીડી બની ગઈ છે જે સમયના ઘસારાના કારણે બની છે.

image source

ટેબલ ટેનિસનું આ ટેબલ છેલ્લા વિસ વર્ષથી બદલવામાં નથી આવ્યું. તમે જોઈ શકો છો તેમ આ ટેબલ બ્લૂ રંગનું છે પણ 20 વર્ષ પ્લેયર્સના એકધારા રમવાના કારણે જે જગ્યા પર બોલની સૌથી વધારે ટપ્પીઓ પડી છે ત્યાંનો રંગ સાવ જ ઉડી ગયો છે.

image source

આ તસ્વીર ઝીઓન નેશનલ પાર્કની છે. આ તસ્વીરમાં તમે પહાડેને લાગેલા ઘશારાને જોઈ શકો છો. જે સમયની થાપટો પથ્થરોને પણ ઘસી નાખવાની તાકાત ધરાવે છે તેની આગળ વળી મનુષ્યની તો શું વિસાત કહેવાય !

image source

આ તસ્વીરો જોઈ એટલો તો ખ્યાલ આવી જ જાય છે કે સમય આગાળ બધું જ પાંગળુ છે. સમય જ સૌથી બળવાન છે. સમય જ એક સૌથી મોટો મલમ છે. તમે ગમે તેટલા દુઃખ પીડામાંથી પસાર થતા હોવ પણ એ સમય જ છે જે તે બધામાંથી તમને બહાર લાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.