fb અને વોટ્સએપ પર મેસેજ અને ફોટો ફોરવર્ડ કરીને કંટાળી ગયા છો તો આ કામમાં તમને ખૂબ મજા આવશે…
હાલના ઈન્ટરનેટના જમાનામાં કોઈ પણ રીતે ટાઈમ પાસ કરવાનો રસ્તો મળી જ જાય છે તો પણ કંટાળો આવવો એ સૌથી ખરાબ વસ્તુ છે. આથી અમે કેટલાક રસ્તાઓ લાવ્યા છીએ જેનાથી તમે કંટાળો આરામથી દુર કરી દેશો.
૧. નવી વાનગીઓ બનાવો

આ કંટાળાથી છુટવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે જેમાં ફક્ત તમારો ઉત્સાહ જ જરૂરી છે. એવી કેટલીક વાનગીઓ બનાવો જે વધારે સમય માંગતી હોય.
આમ કરવાથી તમારો કંટાળો દુર થવાની સાથે સાથે કુકિંગ સ્કીલ પણ વધશે.
૨. સ્વયંસેવક
અત્યારે એવી ઘણી બધી સંસ્થાઓ છે જેને સ્વયંસેવકોની ખુબ જ જરૂર પડે છે. આવી જગ્યાએ જવાથી કંટાળો તો દુર થશે જ પણ સાથે સાથે નવા ભાઈબંધો પણ બનશે અને તમારી ઓળખાણ પણ વધશે.
૩. તમારું કબાટ સાફ કરો.

એવી ઘણી બધી વસ્તુઓ હશે જે તમે એ અસ્તવ્યસ્ત પડેલા કબાટમાં ખોવી દીધી હશે. તો આવા ફ્રી ટાઈમમાં તમે કબાટ સાફ કરી શકો છો.
૪. જુના મિત્રોને કોલ કરો

આજના ભાગતા સમયમાં નવા લોકો જેમ જેમ મળતા જાય તેમ જુના લોકોને આપણે ભુલતા જઈએ છીએ જે ખુબ જ ખરાબ કહેવાય. આવા કંટાળાજનક સમયમાં એમની જોડે વાત કરી તમારો મૂડ ફ્રેશ કરી શકો છો.
૫. જુના ફોટાઓ જુઓ

મોબઈલની ગેલરી ખોલી મિત્રો તેમજ પરિવાર સાથે માણેલી યાદગાર પળો યાદ કરી એ કંટાળો દુર કરી શકો છો. અથવા એકદમ જુના ફોટાઓનું આલ્બમ પણ બહાર કાઢી તેના ફોટાઓ એન્જોય કરી શકો છો.
૬. સંગીતની મજા લો

જો કે આ કહેવાની આમ તો જરૂર ન પડે કારણ કે આજના જમાનાનો કોઈ પણ યુવાન ખાલી સમયમાં કંટાળો દુર કરવા દરમિયાન હેડફોન કાનમાં ભરવી મ્યુસિકની મજા માણતો જ હોય છે. અને એક હદ સુધી મ્યુસિક સાંભળવાથી તમારા શરીરમાં નવી ઊર્જાઓનું સંચય પણ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.