તમે પ્રેગનન્ટ છો કે નહિં આ વિશે છે મૂંઝવણ? તો આ સરળ રીતે ધરે જ કરો ચેક

માતા બનવું એ દરેક સ્ત્રી માટે આનંદની લાગણી છે.કોઈ પણ મહિનામાં માસિક સ્રાવની ગેરહાજરી એ ગર્ભાવસ્થાના પ્રથમ સંકેત છે.જોકે બજારમાં ગર્ભાવસ્થાની તપાસ કરવા માટે ઘણી કિટ મળે છે,પરંતુ મહિલાઓ વર્ષોથી ઘરેલુ ગર્ભાવસ્થા કીટનો ઉપયોગ કરી રહી છે.

image source

આધુનિક ગર્ભાવસ્થા પરિક્ષણ કીટ પહેલા ઘરેલું ઉપાય દ્વારા ગર્ભાવસ્થાની તપાસ કરવામાં આવતી હતી.તમે ગર્ભવતી છો કે નહીં તેની પુષ્ટિ કરવા માટે તમારા ઘરમાં જ ઘણી ચીજો હાજર છે.ગર્ભાવસ્થા પરીક્ષણમાં ગર્ભાવસ્થા હોર્મોન ‘હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રાપિન’ની તપાસ યુરિન અથવા લોહી દ્વારા કરવામાં આવે છે.જો ગર્ભાવસ્થા છે,તો એચસીજી હોર્મોનનું સ્તર વધશે.

image source

ગર્ભાવસ્થા હોર્મોન એચસીજી સામાન્ય રીતે સવારે સૌથી વધુ હોય છે,તેથી ગર્ભાવસ્થા ચકાસવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે.આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જે અત્યારે પણ તમારા ઘરમાં હાજર હશે.તમે આ ચીજોની મદદથી તપાસી શકશો કે તમને ગર્ભાવસ્થા છે કે નહીં.

બેકિંગ સોડા

image source

બેકિંગ સોડા અથવા સોડિયમ બાયકાર્બોનેટ એક ઘટક છે જેનો ઉપયોગ ખોરાકને ફુલાવવા માટે કરવામાં આવે છે.તમને આ જાણીને
આશ્ચર્ય થશે પણ બેકિંગ સોડાનો ઉપયોગ ઘરે ગર્ભાવસ્થા પરિક્ષણો માટે પણ થઈ શકે છે. આ પરીક્ષણ કરવા માટે એક બાઉલમાં બે
ચમચી બેકિંગ સોડા લો અને તેમાં યુરિનના થોડા ટીપા નાખો.જો બેકિંગ સોડા યુરિન સાથે પ્રતિક્રિયા આપે છે,તો તે ગર્ભાવસ્થાના સંકેત
હોઈ શકે છે.

ખાંડ

image source

ખાંડનો ઉપયોગ ગર્ભાવસ્થાના પરિક્ષણ માટે લાંબા સમયથી કરવામાં આવે છે અને તે કુદરતી ગર્ભાવસ્થાની સૌથી સામાન્ય પરીક્ષણ
છે.આ પરીક્ષણ માટે પહેલા બાઉલમાં યુરિનના ટીપાં લો.તેમાં 2-3 ચમચી ખાંડ નાખો અને તેને ઓગળી લો.જો તમે ગર્ભવતી છો,તો
યુરિન એચસીજી હોર્મોન ખંડના પરમાણુઓ સાથે પ્રતિક્રિયા આપશે અને આ પ્રતિક્રિયાના કારણે ખાંડ યુરિનના ગાંઠા થઈ જશે.એક વાત
ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ ઉપાય સવારના પેહલા યુરીનથી કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે.

ટૂથપેસ્ટ

image source

ટૂથપેસ્ટ ગર્ભાવસ્થા પરિક્ષણો માટે કુદરતી રીતે આધુનિક ઘટક છે,કારણ કે તે સદીઓ પહેલાં નહોતું.આ પરીક્ષણ માટે ફક્ત સફેદ
ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે,કારણ કે રંગીન ટૂથપેસ્ટમાં વધારાના ઘટકો હોય છે,જે ચોક્કસ પરિણામને બદલી શકે છે.આ
પરીક્ષણ કરવા માટે એક કપમાં યુરિન લો અને તેમાં થોડું ટૂથપેસ્ટ ઉમેરો.ત્યારબાદ તેને બ્રશની મદદથી મિક્સ કરો.જો યુરિનમાં હાજર
એચસીજી ટૂથપેસ્ટ સાથે પ્રતિક્રિયા આપે છે,તો યુરિનમાં ફીણ દેખાવાનું શરૂ થશે અથવા રંગ વાદળી થઈ જશે.આ ગર્ભાવસ્થાના સંકેત
હોય શકે છે.