ક્યાંક છે ખુલ્લા ટોઈલેટ, તો વળી ક્યાંક છે વાંસના ટોઈલેટ, જુઓ તસવીરોમાં આ અજબ ગજબ ટોયલેટ્સ

તમે ઘણી બધી ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરી હશે તેમ છતાં ઘણીવાર તમારા જાણવામાં એવું આવતું હોય છે કે જે તમારી કલ્પનાઓને પણ ક્યાંય પાછળ મુકી દે છે. એમ પણ કહેવાય છે કે જગત તમારી કલ્પનાઓ કરતાં પણ ક્યાંય આગળ છે. ઘણીવાર ફેશન શો જોતા હોઈ ત્યારે તેમાં વિચિત્ર પોશાક કે જેને વાસ્તવિક જગત સાથે કંઈજ લેવા દેવા ન હોય તે જોઈને આપણે હેરાન થઈ જઈ છીએ તો વળી ક્યારેક લોકોના ચિત્ર વિચિત્ર શોખ વિષે જાણીને આપણે વિચારમાં પડી જતા હોઈ છીએ. પણ આજે અમે તમારી સમક્ષ વિશ્વના કેટલાક એવા વિચિત્ર અથવા કહો કે અજાયબ ટોઈલેટની તસ્વીરો લઈને આવ્યા છે કે તમે જોતા જ રહી જશો.

ટોઈલેટ એ આપણી બેઝીક જરૂરિયાતોમાંની એક છે. માટે જ ભારત સરકાર દ્વારા ગામડાઓમાં પણ લોકો ટોઈલેટનો ઉપયોગ કરે તે માટે ગરીબોને ટોઈલેટ બાંધવા માટે સબસીડી આપવામાં આવે છે. ટોઈલેટ બાબતે આપણે આપણી જરુરિયાત પુરતો જ વિચાર કરીએ છીએ પણ કેટલાક લોકો આ બાબતે પણ અનોખું વિચારતા હોય છે અને પ્રયોગો પણ કરતા હોય છે. તો ચાલો જાણીએ વિશ્વના આ અજાયબ ટોઈલેટ્સ વિષે.

યુ.એસ.એ

image source

આ ટોઈલેટ્સ તો બધાને પહેલી જ નજરમાં ગમી જાય તેવા છે. જો તમારે જરૂર ન હોય તો પણ એકવાર તો તમને તેનો ઉપયોગ કરી લેવાનું મન ચોક્કસ થઈ આવે તેવા આ ટોઈલેટ છે. લીલોતરીથી હર્યા ભર્યા. સામાન્ય રીતે લોકો ટોઈલેટમાંથી બને તેટલા જલદી બહાર આવવાનું પસંદ કરતા હોય છે પણ આવા ટોઈલેટમાંથી ઉતાવળે બહાર આવવાનું મન નહીં થાય.

નેધર લેન્ડ

IMAGE SOURCE

નેધર લેન્ડમાં ખુલ્લા શૌચાલય બનાવવામાં આવ્યા છે. અહીં ભારતમાં સરકારે અભિયાન હાથમા લીધું છે કે ખુલ્લામાં શૌચ બંધ કરો પણ નેધર લેન્ડમાં તો રસ્તા પર ખુલ્લા શૌચાલયની વ્યવસ્થા કરવામા આવી છે. અહીં તમને રસ્તાઓ પર આવા કેટલાક શૌચાલય જોવા મળી જશે. કારણ કે અહીંના લોકો ખૂબ બીઅર પીવે છે અને બીઅર પીધા બાદ લોકોને વારંવાર પેશાબ માટે જવું પડે છે. અને માટે જ અહીંના આર્કિટેક્ટે આવા ખુલ્લા ટોઈલેટની વ્યવસ્થા અહીંના લોકોને કરી આપી છે.

કતાર

IMAGE SOURCE

કતાર વિશ્વના અત્યંત ધનિક દેશોમાંનો એક છે. અહીંના કોઈ પણ બાંધકામની અપેક્ષા હંમેશા લક્ઝરિયસ હોય છે. પણ આ ટોઈલેટ ઘણા સામાન્ય છે જે તમે જોઈ શકો છો. જો કે ખાસ વાત એ છે તસ્વીર દ્વારા ખ્યાલ આવે છે કે આ ટોઈલેટની દિવાલો સ્ટેઇનલેસ સ્ટીલની દિવાલો ધરાવે છે.

જાપાન

IMAGE SOURCE

પહેલી નજરે જોતાં આ શૌચાલય કોઈ પણ એંગલથી ટોઈલેટ જેવું નથી લાગતું. આ નાનકડો મહેલ કે પછી કોઈ એન્ટરટેઇનમેન્ટ હાઉસ જેવું લાગે છે. પણ વાસ્તવમાં આ એક ટોઈલેટ છે જે જાપાનમાં આવેલું છે. જાપાન પોતાની ટેક્નોલોજી માટે જાણીતુ છે અને આ એક અત્યાધુનિક ટોઈલેટ છે.

આઈસ લેન્ડ

IMAGE SOURCE

ટોઈલેટ કરતી વખતે લોકોને એકાંત જ પસંદ હોય છે. ટોઈલેટમાની કોઈ તસ્વીર પણ વ્યક્તિને અકળાવી મુકતી હોય છે. પણ આઇસ લેન્ડના આ ટોઈલેટમાં તો એક અજબ જ ચીલો ચાતરવામાં આવ્યો છે. જે તમે આ તસ્વીર જોઈને જ સમજી જશો. પણ આ ટોઈલેટ બનાવવા પાછળનો એક ઉદ્દેશ પણ છે. અહીં જે તસ્વીરો મુકવામાં આવી છે જેના પર લોકો હળવા થાય છે તે અહીંના એવા બેન્કર્સની તસ્વીરો છે જેઓ 2009માં આર્થિક ગોટાળા કરીને દેશમાંથી ભાગી ગયા હતા. લોકોનો રોશ ઠાલવવા માટે આથી વિશેષ આઈડીયા બીજો શું હોઈ શકે.

કેન્યા

IMAGE SOURCE

આ તસ્વીર કેન્યામાં આવેલા એક ટોઈલેટની છે. અહીં પ્રકૃતિનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. અને ઇકોફ્રેન્ડલી આ ટોઈલેટ તદ્દન ઓછા સંસાધનોમાંથી બનાવવામાં આવેલું છે.

ચીન

IMAGE SOURCE

ચીન તેની ચીનાઈ માટીના વાસણ બનાવવાની કળાના કારણે આખાએ જગતમાં પ્રસિદ્ધ છે. સદીઓ જુના ચીનાઈ માટીના વાસણો, પ્લેટ રકાબી વિગેરેની આંતરરાષટ્રિય માર્કેટમાં લાખો કરોડોની કીંમત બોલાય છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તેને સજાવામાં ચીનાઈ માટેના વાસણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની દવાલોને ચીનાઈ માટેના વાસણો જેવાકે પ્લેટ, કુંજા, કડાઈ વિગેરેથી સજાવવામાં આવી છે.

દુબઈ

IMAGE SOURCE

દુબઈનું આ ટોઈલેટ દેખાવે તો કોઈ સામાન્ય ટોઈલેટ જેવું જ લાગે છે પણ આ એક અત્યાધુનિક ટોઇલેટ છે જેમાં તેની સીટ ખોલવાથી લઈને ફ્લશિંગ તેમજ હેન્ડ વોશ બધું જ સ્વયંસંચાલિત છે.

ચીન

IMAGE SOURCE

ચીન હંમેશા સામાન્ય જગત કરતાં અલગ અને વિચિત્ર વિચારતું હોય છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે એક સાથે ઘણા બધા ટોઈલેટ એક જ ઓરડામાં છે. નથી તો તેને કોઈ બારણા કે નથી તો કોઈ આડશ. આને તમે ગૃપ ટોઈલેટ કહી શકો. અહીં એક સાથે ટોઈલેટ માટે બેસી શકે છે. આ વિચારથી જ ચિત્રિ ઉપજી રહી છે. પણ આ તો ચાઈના છે કંઈ પણ થઈ શકે છે અહીં.

કોરિયા

IMAGE SOURCE

કોરિયા પણ દુબઈ કરતાં કંઈ પાછળ નથી. અહીંના ટોઈલેટ કેટલીક સ્વિચો સાથે આવે છે. તમે આ સ્વિચો જોશો તો જાણે તે કોઈ મશીનની સ્વિચો હોય તેવું લાગશે. બધું જ બટન દ્વારા સંચાલિત છે. ફ્લશ, વોશ, સ્ટોપ બધાની અલગ અલગ સ્વિચ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span