જાણો TRAIએ ટીવી ચેનલને લઈને આ ઝંઝટ દૂર કરતા ગ્રાહકોને શું થશે ફાયદો

TRAIએ ટીવી ચેનલને લઈને આ તકલીફ કરી દીધી છે દૂર, હવે ગ્રાહકોને મળશે વધુ સારી સુવિધા

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ગુરુવારે એક ચેનલ સિલેક્ટર એપ લોન્ચ કરી છે. આ એપની મદદથી કોઈપણ ગ્રાહક પોતાના ટીવી સબસ્ક્રિપ્શનને જોઇ શકશે અને પોતાની પસંદગીની ચેનલને પસંદ પણ કરી શકશે. ચેનલ સિલેક્ટર એપથી ગ્રાહકો જે ચેનલો જોવા ન માંગતા હોય તેને હટાવી પણ શકશે.

image source

હવે ગ્રાહકો પોતાની પસંદગીથી TRAIએ લોન્ચ કરેલી એપ દ્વારા ચેનલો પસંદ કરી શકશે

ટ્રાઈએ ગુરુવારે આ અંગે જાણકારી આપી હતી અને કહ્યું હતું કે બ્રોડકાસ્ટિંગ સર્વિંસને લઇને નવા ટેરિફ નિર્દેશને જાહેર કર્યા બાદ જાણવા મળ્યું કે ગ્રાહકોને પોતાના ડિસ્ટ્રિબ્યૂટેડ પ્લેટફોર્મ ઓપરેટર્સ (DPO)ના વેબ પોર્ટલ તથા એપ દ્વારા ચેનલ પસંદ કરવામાં ખૂબ મુશ્કેલીઓ આવી રહી હતી.

અન્ય સર્વિસ પ્રોવાઈડર પણ જોડાશે

image source

આ તકલીફને દૂર કરવા ટ્રાઈએ એક એપને લોન્ચ કરવાનો નિર્ણય કર્યો, જે ડીપીઓથી ડેટા કલેક્ટ કરશે. વર્તમાનમાં આ ચેનલ સિલેક્ટર એપ પ્રમુખ ડીટીએચ ઓપરેટર્સ અને મલ્ટી સિસ્ટમ ઓપરેટર્સની સાથે કામ કરી રહ્યું છે. જોકે ટ્રાઈએ એવું પણ કહ્યું કે આ સુવિધાને અન્ય સર્વિસ પ્રોવાઈડર્સની સાથે પણ જોડવામાં આવશે.

image source

રેગ્યુલેટર કહ્યું છે કે તેમણે ટીવી ચેનલ સેલેક્ટર એપને ડેવલેપ કર્યું છે. જેથી ગ્રાહકોમાં પારદર્શીકતા અને વિશ્વાસનીયતા સાથે સિસ્ટમ દ્વારા ટીવી ચેનલ સિલેક્ટ કરવાનો મોકો પણમળશે. આ પ્રક્રિયામાં સબ્સક્રાઇબર્સને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ઓથેન્ટિકેટ કરવામાં આવશે.

જો કોઈ સબસ્ક્રાઇબરે પોતાના DPOની સાથે મોબાઇલ નંબર રજિસ્ટર ન કરાવ્યો હોય તો તેની ટીવી સ્ક્રીન પર OTP મોકલવામાં આવશે.

image source

ગ્રાહક આ એપ દ્વારા પોતાની મનગમતી ચેનલ હાલના દર કે ઓછા દરે પસંદ કરી શકશે. ગ્રાહક આ સુવિધા હેઠળ પોતાના વર્તમાન સબસ્ક્રિપ્શનમાં ફેરફાર પણ કરી શકશે અને પોતાની સબસ્ક્રિપ્શન રિકવેસ્ટનો રિયલ ટાઈમ સ્ટેટ્સ ચેક કરી શકશે.

ટ્રાઈના ચેનલ સિલેક્ટર એપને તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

image source

આ એપની વધુ એક ખાસ વાત એ છે કે ડીટીએચ કે કેબલ ઓપરેટર્સને રિક્વેસ્ટ મોકલતા પહેલાં ગ્રાહક પોતાના સિલેક્શનને ઓપ્ટિમાઇઝ કરી શકશે જેથી તેમણે ખર્ચ કરેલાં પૈસાથી સૌથી સારી ચેનલની સવલત એને મળી શકે.

image source

તમને જણાવી દઈએ કે ટ્રાઈએ માર્ચ 2017માં જ બ્રોડકાસ્ટિંગ એન્ડ કેબલ સર્વિસને લઇને નવી રેગ્યુલેટરી ફ્રેમવર્કને અધિસૂચિત કર્યું હતું અને આ નવા ફ્રેમવર્કને 29 ડિસેમ્બર 2018એ લાગુ પણ કર્યું હતું. જે હેઠળ ગ્રાહકોને છૂટ મળે છે કે તેઓ પોતાની પસંદગી પ્રમાણે એ જ ચેનલોને સબસ્ક્રાઈબ કરી શકે છે જેને તેઓ જોવા માંગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.