જાણો તમે પણ ટ્રેનના ડબ્બામાં લગાવેલી આ બારીઓ વિશે, જે બધા કરતા હોય છે એકદમ અલગ જ

ટ્રેનના ડબ્બામાં લગાવેલી આ બારીઓ કેમ હોય છે બધા કરતા અલગ? એ વિશે જાણશો તો થઈ જશો આશ્ચર્યચકિત.

ભારતીય રેલવે એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. હાલના સમયમાં કોરોના વાયરસ મહામારીના કારણે ભારતીય રેલવે ઠપ્પ પડેલું છે. લોકોની ભીડથી ઉભરાતી ટ્રેનો કેટલાય દિવસથી એમની એમ પડેલી છે. પણ આશા છે કે જલ્દી જ આ બધી ટ્રેનનું સંચાલન શરૂ થઈ જશે.

image source

આપણા દેશમાં ચાલતી આ ટ્રેનોના માધ્યમથી રોજ લાખો લોકો મુસાફરી કરે છે. જેમાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગનું પ્રમાણ સૌથી વધુ હોય છે. અને આ મુસાફરી કરી રહેલા લોકોને એમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે ભારતીય રેલવે લગભગ 13 હજારથી પણ વધુ ટ્રેનોનું રોજ જ સંચાલન કરે છે.

image source

કદાચ એવો કોઈ જ વ્યક્તિ નહિ હોય જેને આજ સુધી ટ્રેનમાં મુસાફરી ન કરી હોય. ટ્રેનમાં મુસાફરી કરવાની પણ એક અલગ જ મજા છે. પણ શું તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે ટ્રેનના ડબ્બાઓમાં દરવાજા પાસેની બારી બધા કરતા અલગ કેમ હોય છે?

image source

ટ્રેનમાં મુખ્ય રીતે બે પ્રકારના ડબ્બા હોય છે. એક એસી ડબ્બા અને બીજા નોન એસી ડબ્બા. ટ્રેનના નોન એસી ડબ્બાની બારીઓમાં સળીયા લગાવેલા હોય છે, પણ દરવાજાની પાસે વાળી બારીમાં અન્ય બારી કરતા વધારે સળીયા લગાવેલા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકોએ આ વાતને ચોક્કસ નોટિસ કરી હશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બારીઓ અન્ય બારીઓ કરતા અલગ કેમ હોય છે. આ પાછળનું કારણ જાણીને તમે ચોંકી ઉઠશો.

વાત જાણે એમ છે કે દરવાજાની પાસે વાળીમાં ચોરી થવાનો ભય સૌથી વધારે હોય છે. ચોર ઘણીવાર આ બારીમાંથી હાથ નાખીને સામાનની ચોરી કરી લે છે.કારણ કે આ બારીઓ સુધી દરવાજાના દાદરથી પણ સરળતાથી પહોંચી શકાય છે.

image source

મુસાફરો જ્યારે રાત્રીના સમયે સુઈ રહ્યા હોય છે ત્યારે ચોર આ બારીઓ મારફતે સરળતાથી એમનો સમાન ચોરી કરી લે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જ આ બારીઓમાં અન્ય બારીઓ કરતા વધારે સળીયા લગાવેલા હોય છે. વધારે સળીયા હોવાના કારણે બે સળીયા વચ્ચેનું અંતર ઓછું થઈ જાય છે અને બારીમાં સરળતાથી હાથ નથી જઇ શકતો.

image source

હવે તો દરવાજાની બારીમાં પણ વધારે સળીયા વાળી બારી લગાવવામાં આવે છે, જેથી કરીને રાત્રી દરમિયાન જ્યારે ટ્રેન ક્યાંક ઉભી રહે તો ચોર બારી માંથી હાથ નાખીને દરવાજો ન ખોલી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.