ઘરમાં ક્યારે પણ ના ઉગાડતા આ વૃક્ષો, નહિં તો થશે…

જો જો ભૂલેચૂકે ઘરે ઉગાડતા આ વૃક્ષ, નહિ તો જીવનમાં સંકટોના વાદળો છવાઈ જશે.

ઘણા એવા લોકો હોય છે જેમને ઘરે ફૂલ છોડ રાખવા ખૂબ ગમે છે. આવા વૃક્ષપ્રેમી લોકોના ઘરનો એકાદ ખૂણો તો બગીચા સમો એ લોકો બનાવી જ દે છે. સવાર ઉઠતાંવેંત આ ફૂલ છોડને જોઈ મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે અને સાથે સાથે ઘરે વૃક્ષારોપણ કરવાથી ઘરની સુંદરતામાં પણ વધારો થાય છે. પણ આપણે કઈ દરેક છોડ નથી ઘરે વાવી દેતા. વાસ્તુ વિજ્ઞાન મુજબ કેટલાક છોડ એવા છે જે ઘરમાં લગાવવામાં આવે તો જીવન સુખ અને સમૃદ્ધિ છલકાઈ ઉઠે છે. અમુક છોડ એવા હોય છે જેના પ્રભાવથી ઘરમાં સકારાત્મકતા આવે છે. પરંતુ આનાથી બિલકુલ વિપરીત અમુક એવા છોડ પણ છે જે ઘરની સુખ શાંતિને નુકસાન પહોંચાડે છે. આ છોડ ઘરમાં નકારાત્મકતા ફેલાવવાનું કાર્ય કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ એવા છોડ વિશે જે ભૂલથી પણ ક્યારેય ઘરે ન લગાવવા જોઈએ.

આમલીનું ઝાડ

IMAGE SOURCE

એવું કહેવામાં આવે છે કે જેમ આમલીનો સ્વાદ ખાટો હોય છે. તે જ રીતે, તેનું ઝાડ વાવવામાં આવે તો તે ઘરની ખુશીઓ ખાટી થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં વાવેલ આમલીનું ઝાડ ઘરની પ્રગતિને રોકે છે. તેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ અસર થાય છે.

વાંસનું ઝાડ

IMAGE SOURCE

વાંસનું ઝાડ આમ તો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ વાંસનું ઝાડ ઘરમાં ક્યારેય ન લગાવવું જોઈએ. આ છોડને ઘરે રોપવાથી તકલીફો આવે છે. હિન્દુ ધર્મ અનુસાર વાંસના ઝાડનો ઉપયોગ માણસ મૃત્યુ સમયે કરવામાં આવે છે એટલે વાંસના ઝાડને અશુભ માનવામાં આવે છે.

ખજૂરનું ઝાડ

IMAGE SOURCE

વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ખજૂરનું વૃક્ષ ક્યારેય ઘરે ન લગાવવું જોઈએ.એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ખજૂરનું ઝાડ હોય તો તે ઘરમાં ગરીબી આવે છે. એટલું જ નહીં આર્થિક મુશ્કેલીઓ ત્યાં જ રહે છે. સાથે સાથે તેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે.

બોરનું ઝાડ

IMAGE SOURCE

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બોરડી ક્યારેય ઘરે ન હોવી જોઈએ. પછી ભલેને તેના ફળ ખાવામાં ગમે તેટલા સ્વાદિષ્ટ કેમ ન હોય. બોરડી ક્યારેય ઘરે ન ઉગાડવી જોઈએ. બોરડી ઘરમાં નકારાત્મકતા લાવે છે અને મુશ્કેલીઓનું કારણ બને છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં બોરડી હોય ત્યાં લક્ષ્મીજી રહેતા નથી.

બોન્સાઈ પ્લાન્ટ

IMAGE SOURCE

બોન્સાઈ પ્લાન્ટ ઘરમાં ક્યારેય ન ઉગાડવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ જે ઘરમાં આ છોડ રહેલો હોય છે ત્યાં કોઈને કોઈ સમસ્યા રહ્યા કરે છે. આ છોડના કારણે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચ્યા કરે છે. પરિવારના સભ્યો વચ્ચેની પરેશાની વધતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.