ઘરની બહાર લગાવો આ plants, અને મેળવો એકદમ શુધ્ધ હવા…

ફુલ છોડ આપણી જીંદગીમાં એક મહત્વનો ભાગ ભજવે છે. શરીર માટે જેમ પૌષ્ટિક આહાર જરૂરી છે તેમ સ્વાસ્થયને સારુ રાખવા માટે ફ્રેશ હવા પણ ખૂબ જ જરૂરી છે. જો કે આપણે બધા જાણીએ છે કે, ઘરમાં લગાવવામાં આવેલા છોડ સ્વાસ્થ્યને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવાનું કામ કરે છે.
આમ, ઘરની અંદર લગાવવામાં આવેલા છોડ ઘરની સુંદરતામાં પણ વધારો કરે છે. ફુલ છોડથી ઘરમાં સકારાત્મક એનર્જી આવે છે અને નેગેટિવ એનર્જી બહાર ફેંકાઇ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ મુજબ મની પ્લાન્ટ શુક્ર ગ્રહનો કારક છે. શુક્રની ઉપસ્થિતિમાં પતિ-પત્નીના સંબંધ મધુર થાય છે. આમ, જો તમે તમારા ઘરમાં આસપાસની શુધ્ધ હવા લેવા ઇચ્છો છો તો ઘરના ખૂણામાં અથવા તો આંગણમાં ફુલ છોડ લગાવો. આમ, જો તમે તમારા ઘરની બહાર આ પ્લાન્ટ્સ લગાવશો તો તમને એકદમ શુધ્ધ હવા મળશે અને સાથે તમે સવારે ઉઠશો ત્યારે એકદમ ફ્રેશ ફિલ કરશો.

લવેન્ડર

image source

લવેન્ડરનો છોડ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે. લવેન્ડર છોડથી ઘરમાં દરેક લોકોનો મુડ સારો બની રહે છે. લવેન્ડરનો છોડ બેચેની, તણાવ દૂર કરવાનું કામ કરે છે. નાના બાળકો અને પ્રેગનન્સી મહિલાઓ માટે લવેન્ડર છોડની સુંગધ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે. લવેન્ડર છોડની સુગંધ એરોમા થેરાપીનું પણ કામ કરે છે. લવેન્ડરનો પ્લાન્ટ ઘરની હવાને શુધ્ધ કરે છે અને સાથે-સાથે આજુબાજુના માઇક્રો બેક્ટેરિયા અને ઇન્સેક્ટ્સને પણ મારે છે. તેને લગાવવાથી મચ્છર દૂર રહે છે. લવેન્ડર પ્લાન્ટના સુગંધથી માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી તકલીફોમાંથી રાહત મળે છે. આ સાથે જો તમને અથવા તમારા ઘરમાં કોઇને રાત્રે ઊંઘ નથી આવતી તો ખાસ તમારે આ છોડ તમારા ઘરમાં લાવવો જોઇએ.

એલોવેરા

image source

એલોવેરા બ્યૂટી અને હેલ્થ એમ બંન્ને માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા વાતાવરણને શુધ્ધ કરવાનું કામ કરે છે. એલોવેરા રાત્રે ઓક્સિજન છોડે છે જેનાથી ઘરની આસપાસની હવા શુધ્ધ થાય છે. એલોવેરા અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે અક્સીર દવા તરીકે સાબિત થાય છે.

સ્પાઇડર પ્લાન્ટ

image source

સ્પાઇડર પ્લાન્ટ ઘરમાં લગાવવાથી અનેક ઘણા ફાયદાઓ થાય છે. વાસ્તુ અનુસાર સ્પાઇડર પ્લાન્ટ દરેક લોકોના ઘરમાં હોવો જોઇએ. સ્પાઇડર પ્લાન્ટ કેન્સરના રોગો સામે પણ રક્ષણ આપે છે. આ પ્લાન્ટ બહારની ખરાબ હવાને શુધ્ધ કરવાનું કામ કરે છે.

જાસ્મિન

image source

કહેવાય છે કે, જાસ્મિનનો છોડ ઘરમાં હવાનું શુધ્ધિકરણ કરવાનું કામ કરે છે. આ હવામાંથી ટોક્સિન્સ સાફ કરે છે અને સાથે-સાથે તેના ફુલની ખુશ્બુ ઘરને મહેંકાવવાનું કામ પણ કરે છે. જાસ્મિની સુગંધથી દરેક લોકોના મન ખુશ થઇ જાય છે. જાસ્મિનના છોડથી તણાવ, બેચેની દૂર થઇ જાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે. વાતાવરણને શુધ્ધ રાખવા માટે ઘરની બહાર જાસ્મિનનો છોડ દરેક વ્યક્તિએ લગાવવો જોઇએ. જાસ્મિનના છોડથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે.