એક ઝાડ પર થાય છે 40 જેટલા અલગ અલગ ફળ, જાણો શું છે ખાસ..
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ એક ઝાડ પર એક જ જાતના ફળ આવે છે પરંતુ આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવી રોચક માહિતી આપવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમે પણ આશ્ચર્ય પામી જશો. અહીં અમે એક એવા ઝાડ વિષે વાત કરવાના છીએ જેના પર એક – બે કે પાંચ – દસ નહિ પરંતુ 40 જાતના ફળ આવે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ આ હકીકત છે.

અમરિકાના એક વિઝ્યુઅલ આર્ટના પ્રોફેસરે સંશોધન કરી એક એવા ઝાડનો ઉછેર કર્યો છે જેમાં અલગ અલગ પ્રકારના 40 ફળો ઉગે છે. આ અનોખા ઝાડને ” ટ્રી ઓફ 40 ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝાડમાં બોર, રતાળુ, ચેરી, નેકટરાઈન, જરદાલુ જેવા અનેક ફળો ઉગે છે.
નવાઈ લાગીને ? તમે જયારે આ ઝાડની કિંમત જાણશો તો તમને આથી પણ વધુ નવાઈ લાગશે કારણ કે આ ટ્રી ઓફ 40 નામના ઝાડની કિંમત અંદાજે 19 લાખ રૂપિયા જેટલી છે.

અમેરિકાની સેરાક્યુઝ યુનિવર્સીટીમાં વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસટ સેમ વોન એકેન દ્વારા આ ઝાડનું સંશોધન તેમજ ઉછેર કરાયો છે. ઝાડના ઉછેર અને માવજત માટે પ્રોફેસર સેમ વોન એકેનએ વિજ્ઞાનની મદદ પણ લીધી હતી. તેઓએ આ કામની શરૂઆત વર્ષ 2008 માં કરી હતી અસલમાં તેઓએ ન્યુયોર્ક રાજ્ય કૃષિ પ્રયોગમાં એક બગીચામાં જોયું કે તેમાં 200 પ્રકારના બોર અને જરદાલુના છોડ હતા અને ફંડની અછતને લીધે એ બગીચો બંધ થવાની તૈયારીમાં હતો. અને તેમાં જે પ્રકારના બોર અને જરદાલુ થયા હતા તે દુર્લભ અને પ્રાચીન જાતના હતા.

હવે પ્રોફેસર વોનનો જન્મ તો પહેલાથી ખેતી સાથે સંકળાયેલા એક પરિવારમાં થયો હતો અને ઉપરાંત પ્રોફેસરને ખેતીવાડી અને વનસ્પતિની દેખરેખમાં પણ રસ હતો એટલે તેઓએ આ બગીચાને લીઝ પર લઇ લીધો અને ગ્રાફ્ટિંગ ટેક્નિકની મદદથી તેઓએ આ ટ્રી ઓફ 40 જેવા ઝાડનો ઉછેર કરવામાં સફળતા મેળવી.

ઉલ્લેખનીય છે કે ગ્રાફ્ટિંગ ટેક્નિકની મદદથી વનસ્પતિનો ઉછેર કરવા માટે શિયાળામાં જે તે ઝાડની એક ડાળખીને તેની કલમ સહીત અલગ કરી દેવામાં આવે છે. ત્યારબાદ આ ડાળખીને મુખ્ય ઝાડમાં છેદ કરીને લગાવી દેવામાં આવે છે. અને પછી જોડાયેલા ભાગપર વિવિધ પ્રકારના પોશાક તત્વોનો લેપ લગાડી શિયાળાની સીઝન સુધી પેટ્ટી બાંધી દેવામાં આવે છે. સમય જતા ધીરે ધીરે આ ડાળખી મુખ્ય ઝાડ સાથે જોડાઈ જાય છે અને તેમાં ફળ અને ફૂલ ઉગવા લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.