જો તમને ઈતિહાસ અને સ્વતંત્રતા સમયના ભારતની સ્થિતિ જાણવી હોય તો તમે આ તીન મૂર્તિ ભવન જઈ શકો છો…
દિલ્હીમાં સ્થિત ત્રણ મૂર્તિ ભવન એકવાર ફરીથી ચર્ચામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર જવાહર લાલ નહેરુના આ પૂર્વ નિવાસ સ્થાનને તમામ વડાપ્રધાનના નામે મ્યૂઝિયમ બનાવવાની યોજના બનાવી રહી છે. જેને પગલે પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહે ભારત સરકારને એક પત્ર લખીને આવું ન કરવાની અપીલ કરી છે. ઈતિહાસ અને આઝાદીના સમયમાં જોડાયેલા આ ત્રણ મૂર્તિની ખાસિયત આજે તમે પણ જાણી લો.

દેશમાં અનેક એવા સ્મારક છે, જેનો સંબંધ સીધુ જ આપણી આઝાદી અથવા તે સમયની ઘટનાઓ સાથે જોડાયેલું છે. દિલ્હીની ત્રણ મૂર્તિ ભવન આવી જ એક ઐતિહાસિક ઈમારત છે. ભારતા પહેલા વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા પંડિત જવાહરલાલ નહેરુનું નિવાસ સ્થાન રહી ચૂકેલ આ ભવન આજે પણ દિલ્હી આવતા મુસાફરોની પહેલી પસંદગી માનવામાં આવે છે. તે સ્થાપત્ય કલાનો બેજોડ નમૂનો છે.
1930માં થયું હતું બાંધકામ

દિલ્હીના દિલમાં વસી ચૂકેલ તીન મૂર્તિ ભવન એક સમયે બ્રિટિશ કમાન્ડર ઈન ચીફનું નિવાસસ્થા હતું. તેની સાથે જ તે વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું પણ નિવાસસ્થાન બન્યું હતું. આ ભવનનું નિર્માણ 1930માં કરવામાં આવ્યું હતું, જેને પંડિત નહેરુના મૃત્યુ બાદ તેમના સ્મારકના રૂપમાં સુરક્ષિત કરી દેવાયું હતું. તેને બ્રિટિશ વાસ્તુકાર રોબર્ડ ટોર રસેલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું હતું.
તીન મૂર્તિનો ઈતિહાસ

આ ભવનની ખાસિયત અહીં બનેલી ત્રણ મૂર્તિઓ છે, જે બ્રિટિશ મૂર્તિકાર લિયોનાર્ડ જેનિંગ્સે પોતના નામની ખ્યાતિ માટે બનાવી હતી. તેનું નામકરણ ત્રણ સૈનિકોની મૂર્તિ સમૂહથી થયું હતું, જે મૈસૂર, જોધપુર તથા હૈદરાબાદ રાજ્યના શસ્ત્રધારકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભવનમાં ખાસ નહેરુ મેમોરિયલ લાઈબ્રેરી પણ છે. જે ભારતીય ઈતિહાસ માટે એક ઉપયુક્ત અનુસંધાન કેન્દ્ર પણ છે. જો તમને તમને જૂના રિસર્ચ વિશે વાંચવાનો શોખ છે, તો આ જગ્યા પર તમારે જરૂર જવું જોઈએ.
નહેરુ પરિવારની પર્સનલ વસ્તુઓ

પ્રાચીન અને સુંદર એવી આ ઈમારતમાં તમને વડાપ્રધાન નહેરુ સાથે જોડાયેલી અનેક વસ્તુઓ જોવા મળશે. દેશનું આ એવું એક દુર્લભ સંગ્રહાલય છે, જેમાં નહેરુ પરિવારના જૂના ફોટોઝ અને આલ્બમ તથા તેમના કેટલાક વ્યક્તિગત પત્રો અને સામાન પણ જોવા મળશે. જો તમને ઈતિહાસ અને સ્વતંત્રતા સમયના ભારતની સ્થિતિ જાણવી હોય તો તમે આ તીન મૂર્તિ ભવન જઈ શકો છો.
બાળકો માટે અંતરિક્ષની માહિતી
તીન મૂર્તિ ભવનમાં તમને તારામંડળ પણ જોવા મળશે. અહીં તમને અંતરિક્ષ અને તારાઓ સાથે જોડાયેલી તમામ માહિતી મળશે. જે ન માત્ર તમને રોમાંચિત કરશે, પણ માહિતી પણ પૂરી પાડશે. અહીં સ્કૂલી બાળકોને પિકનિક માટે લાવવામાં આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.