અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તબિયતને લઈ ગંભીર માહિતી સામે આવી, આગામી 48 કલાક ખૂબ જ ચિંતાજનક…

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાયરસનો ચેપ લાગ્યાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી દુનિયાભરમાં તેમની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે શનિવારે કહ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે ‘ખૂબ જ ચિંતાજનક’ તબક્કામાંથી પસાર થયા છે અને આગામી 48 કલાક તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કોરોના વાયરસથી સંક્રમિત થનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું શનિવારે હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું. આ બુલેટિન મુજબ ટ્રમ્પ માટે આગામી 48 કલાક ખૂબ અગત્યના છે. ટ્રમ્પની એક લશ્કરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ટ્રમ્પ પોતાના બેડથી ઉતર્યા અને તેમણે વોક પણ કર્યું

image source

ટ્રમ્પના સારવારમાં લાગેલી મેડિકલ ટીમે કહ્યું કે તેમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી થઈ રહી. તેમને ઓક્સિજન પણ આપવાની જરૂર ઊભી નથી થઈ. ટીમે કહ્યું કે ટ્રમ્પ સારો રિસ્પોન્સ કરી રહ્યા છે પરંતુ આગામી 48 કલાક ઘણા અગત્યના છે. આ ટીમના ડૉક્ટર સીન કોલ્ને કહ્યું કે ટ્રમ્પ પોતાના બેડથી ઉતર્યા અને તેમણે વોક પણ કર્યું. તેમને 24 કલાક દરમિયાન તાવ, કફ, બંધ નાક અને થાકની પણ ફરિયાદ નથી થઈ. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્ની મલેનિયા પણ કોરોના સંક્રમિત થયા છે. ટ્રમ્પની સારવાર વાલ્ટર રીડ આર્મી હૉસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ મલેનિયા વ્હાઇટ હાઉસમાં જ સેલ્ફ આઇસોલેશનમાં છે.

ટ્રમ્પે એક વીડિયો ટ્વીટ કર્યો હતો

image source

ટ્રમ્પ શુક્રવારે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની અને પોતાની પત્નીના કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. તેઓએ લખ્યું હતું કે તેમની અને પત્ની મલેનિયા ટ્રમ્પનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસે સૂચના આપતા કહ્યું કે ટ્રમ્પ થાક અનુભવી રહેતી હતી, પરંતુ તે આશાવાદી છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને રેમડેસિવીર દવા આપવામાં આવી રહી છે. કોરોના સંક્રમણની કોઈ સારવાર નથી, પરંતુ આ વાયરસને નબળો કરવા માટે જે દવાઓની સૌથી વધુ ચર્ચા રહી છે, તે પૈકી એક રેમડેસિવીર છે.

અમેરિકાની ફાર્મા કંપની ગિલિયડની એક એન્ટીવાયરલ દવા

image source

અમેરિકાએ આ વર્ષે મે મહિનામાં રેમડેસિવિરને ગંભીર રીતે બીમાર કોરોના દર્દીઓને સારવાર માટે ઉપયોગની મંજૂરી આપી હતી. રેમડેસિવિર અમેરિકાની ફાર્મા કંપની ગિલિયડની એક એન્ટીવાયરલ દવા છે. આ દવાનો મોટો જથ્થો ખેપ અમેરિકાએ ભારત પાસેથી મંગાવી હતી.

રિપબ્લિકન પાર્ટીની સમસ્યામાં વધારો

image source

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને કોરોનાનો ચેપ લાગતાં રિપબ્લિકન પાર્ટીની સમસ્યા વધી ગઇ છે. ચૂંટણી પ્રચાર અને પ્રેસિડેન્શિયલ ડિબેટના સંદર્ભમાં આ મહિનો મહત્વનો સાબિત થવાનો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉંમર, સ્થૂળતા, હાઇ કોલેસ્ટરોલનું સ્તર અને પુરુષ હોવાના કારણે ટ્રમ્પના કોરોના વાયરસનું ચેપ લાગવાનું જોખમ વધી રહ્યું છે. શુક્રવારે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટના એક દિવસ બાદ જ ટ્રમ્પે પોતે સંક્રમિત થયાની માહિતી ટ્વીટ કરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span