કોરોના પોઝિટિવ ટ્રમ્પને આ ખાસ દવાથી ચાલી રહી છે સારવાર, જાણો આ દવાનો ભારત સાથે શું છે ખાસ સંબંધ

કોરોનાની સારવાર દરમિયાન ડોનાલ્ડ ટ્રંપને આપવામાં આવી ડેક્સામેથાસોન- જાણો તેનો ભારત સાથે શું છે સંબંધ

કોરોના વાયરસની સારવાર માટે નવી નવી દવાઓની શોધ કરવામા આવી રહી છે. જે દવાઓ જુની તેમજ જેનાથી લોકોને લાભ પહોંચ્યો છે તેની માંગ વધી રહી છે. ભારતમાં કેટલીક દવાઓને બીજા દેશના કોરોના પિડિતોની સારવાર માં ખૂબ સારું કામ કર્યું છે, જેના કારણે તે દવાઓની માંગ ખૂબ વધી છે. તેમાં સૌથી પહેલું નામ હાઇડ્રોક્સોક્લોરોક્વીનનું આવે છે. આ દવા બાદ હવે જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તે ડેક્સામેથાસોન છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને બે દિવસ પહેલાં આ દવા આપવામા આવી છે.

image source

હાલ ડોનાલ્ડ ટ્રંપની સારવાર વોલ્ટર રીડ નેશનલ મિલેટ્રી મેડિકલ સેન્ટરમાં ચાલી રહી હતી તેમના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તેમની સારવાર દરમિયાન તેમને ડેક્સામેથાસોન નામનું સ્ટેરોયડ પણ આપવામા આવ્યું હતું. આ ઉપરાંત તેમને રેમડેસિવિર નામની એન્ટી વાયરલ દવા પણ આપવામા આવી રહી છે. તેમની સારવાર કરી રહેલી ડોક્ટરોની ટીમના સભ્ય સીન કોનલેએ જણાવ્યું કે ઘણી બધી શોધમાં જાણવા મળ્યું છે કે ડેક્સામેથાસોન હોસ્પિટલમાં કોવિડ-19 સાથે જોડાયેલા દર્દીઓની બીમારી સામે લડવામાં મદદ કરે છે.

ભારત વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ

image source

ભારત દુનિયામાં આ સસ્તી દવાનો સૌથી મોટો નિકાસકાર છે. વાસ્તવમાં ડેક્સોના અને તેજ નામ સાથે મળતી ડઝન જેટલી દવાઓ ભારતમાં ખૂબ પ્રચલિત છે, જેને ડોક્ટર લાંબા સમયથી દર્દીઓને આપી રહ્યા છે. આ બધામાં ડેક્સામેથાસોન નામનું સોલ્ટ કે પછી દવા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર કેમિકલ મિશ્રણ હોય છે. તેનાથી પહેલા હાઇડ્રોક્સોક્લોરોક્વીન અને રેમડેસિવિરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બિમારીઓમાં આ દવાનો ઉપયોગ થાય છે

image source

આ દવા ટેબલેટ તેમજ ઇન્જેક્શનના સ્વરૂપમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ટેબલેટ કે ઇન્જેક્શન દ્વારા ઉપયોગમાં આવનારી આ દવાને ડોક્ટર સાંધાના રોગ, દમનો રોગ, શરીરની અંદર થયેલા સોજા કે એલર્જી જેવી તકલીફો માટે આપવામાં આવે છે. સેપ્સિસ જેવી ગંભીર મેડિકલ અવસ્થામાં પણ આ દવા આપવામાં આવે છે.

બ્રિટેનના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દવા મદદ કરશે

image source

કોવિડ-19ને દૂર કરવા માટે સંશોધનો ચાલુ જ છે. હાલ કેટલાક મહિના પહેલાં બ્રિટનના નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે દુનિયા આખીમાં ખૂબ જ સસ્તી અને સરળતાથી મળનારી દવા ડેક્સામેથાસોન કોરોના વાયરસથી સંક્રમિત અને ગંભીર રીતે બીમાર દર્દીઓનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. સંશોધકોનુ અનુમાન હતું કે જો આ દવાનો ઉપયોગ બ્રિટેનમાં સંક્રમણના શરૂઆતના સમયમાં કરવામાં આવ્યો હોત તો લગભઘ 5 હજાર લોકોનો જીવ બચાવી શકાયો હોત.

image source

સંશોધકોના જણાવ્યા પ્રમાણે આ દવા શરીરની ઇમ્યુન સિસ્ટમને ધીમી કરી દે છે, જ્યારે કોરોના વાયરસ ઇનફેક્સન શરીરમાં ઇનફ્લેમેશન એટલે કે સોજો વધારવાનો પ્રયાસ કરે છે. ડેક્સામેથાસોન આ પ્રક્રિયાને ધીમી કરવામાં અસરકારક જોવા મળી છે. સંશોધકોનું કેહવું છે કે આ દવા તેવા જ દર્દીઓને આપવી જોઈએ જે હોસ્પિટલમાં દાખલ હોય અને જેમને ઓક્સીજનની જરૂર પડતી હોય.

image source

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સારવા કરનારા ડોક્ટરે જણાવ્યું પણ ખરુ કે ડોનાલ્ડ ટ્રંપનું ઓક્સીજન સ્તર બે વાર ઘટ્યું હતું, કદાચ તેને જોતાં જ તેમને ડેક્સામેથાસોન દવા આપવામાં આવી હતી. આ દવા સસ્તી પણ છે, માટે ગરીબ દેશો માટે પણ ખૂબ લાભપ્રદ સાબિત થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ડેક્સામેથાસોન પર થયેલી શોધો પર સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. બ્રિટેનમાં થયેલા આ સંશોધન બાદ કોરોના વિરુદ્ધની લડાઈમાં આ દવા એક મોટી સફળતા બતાવાઈ રહી છે.

ભારત સાથ ડેક્સામેથાસોનનો સંબંધ

ભારતમાં ડેક્સામેથાસોનનો ઉપયોગ 1960ના દાયકાથી કરવામાં આવે છે. અને જેમ-જેમ વસ્તી વધતી ગઈ, તેનું ચળણ પણ વધતું ગયું છે. ભારતમાં ડેક્સામેથાસોનનું વાર્ષિક વેચાણ 100 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. આ વેચાણને મોટું એટલા માટે માનમવામા આવે છે કારણ કે તે દવા ખૂબ સસ્તી છે.

image source

ભારતમાં સરકારની ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર પોલિસી એટલે કે આવશ્યક દવાઓના ભાવોમાં નિયંત્રિત કરવાની પ્રણાલી હેઠળ આ દવાની ગોળીઓ તેમજ તેના ઇન્જેક્શન પાંચ રૂપિયાથી લઈને 10 રૂપિયાની અંદર ખરીદી શકાય છે. ડેક્સામેથાસોન દવાનો એક ઉંડો સંબંધ ખેલાડીઓ તેમજ એથલીટો સાથે પણ છે. રમત સાથે જોડાયેલા હળવા તેમજ ગંભીર ઇજામાંથી બહાર આવવાની પ્રક્રિયામા આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ખેલાડીઓને જલદી સાજા થવા માટે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span