ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ જાહેર કરેલા નકશા અંગે તમારૂ શું માનવું છે, કોમેન્ટ કરી જણાવો

હાલમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે તેવામા ડોનાલ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ કરેલા એક ટ્વીટે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પહેલા દુનિયામાં એક અલગ પ્રકારની ચર્ચાને જન્મ આપ્યો છે. ટ્રમ્પના પુત્રએ વિશ્વના તમામ દેશોમાં પોતાના પિતાના સમર્થનને દર્શાવવાના ચક્કરમાં વિશ્વને બે રંગો (લાલ અને વાદળી)માં વિભાજિત કરી દીધી છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. વિશ્વના નક્શામાં અમેરિકાને રિપબ્લિક રંગનું પ્રતિનિધિત્વ કરતા લાલ રંગમાં દર્શાવાયું છે, પરંતુ ભારત, ચીન, મેક્સિકો અને આફ્રિકાના લાઈબેરિયાને વાદળી રંગમાં દર્શાવાયા છે.

વિપક્ષને તેની તરફ બળાપો ઠાલવાનો મોકો મળી ગયો

image soucre

આટલું જ નહીં, અમેરિકન રાજ્યો કેલિફોર્નિયા અને મેરીલેન્ડ, જ્યાં ભારતીયોની વસ્તી વધારે છે તેને પણ વાદળી રંગે રંગવામાં આવ્યાં છે. આ સાથે જ જૂનિયર ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, સારુ છે આખરે મારા અનુમાન પ્રમાણે ચૂંટણી નક્શો લગભગ તૈયાર થઈ ચૂક્યો છે. મહત્વની વાત એ છે કે, ટ્રમ્પ જૂનિયરે આ હાસ્યાસ્પદ નક્શામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારત કરતાં અલગ વિચારધારા વાળા દર્શાવ્યાં છે. નક્શામાં બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) અને પૂર્વોત્તરના રાજ્યોને લાલ રંગમાં દર્શાવ્યાં છે. જ્યારે આ સિવાયના સમગ્ર ભારતને વાદળી રંગમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેને લઈને તેમના પર માછલા ધોવાના શરૂ થઈ ગયા છે અને વિપક્ષને કેન્દ્ર સરકાર પર બળાપો ઠાલવાનો મોકો મળી ગયો છે.

ભારતને બિડેન અને કમલા હેરિસના સમર્થિત ગણાવ્યું

ખાસ કરીને જૂનિયર ટ્રમ્પના ટ્વીટને પગલે ભારતમાં રાજકારણ ગરમાયું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અનેક વિપક્ષના નેતાઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કટાક્ષમાં અમેરિકા-ભારતના સબંધો અને PM મોદી અને ટ્રમ્પ વચ્ચેના સબંધોનો ઉલ્લેખ કર્યો છે. ઓમરે ટ્વીટ કરતા લખ્યું છે કે, ટ્રમ્પ સીનિયરની સાથે મિત્રતા માટે ઘણુ બધુ કરવામાં આવ્યું. જો કે જૂનિયર ટ્રમ્પે ભારતને બિડેન અને કમલા હેરિસના સમર્થિત ગણાવ્યું છે. જો કે રસપ્રદ રીતે જૂનિયર ટ્રમ્પનું માનવું છે કે, જમ્મુ-કાશ્મીર અને નોર્થ-ઈસ્ટ અન્ય ભારતથી વિપરિત જઈ રહ્યાં છે અને ટ્રમ્પને વોટ આપશે.

પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ અબ્દુલ બાસિતે નક્શાને લઈને ટ્વીટ કર્યું

તો આ મામલે કોંગ્રેસ પણ પાછળ રહી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શશિ થરુરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા PM મોદી પર કટાક્ષ કર્યો હતો. થરુરે જૂનિયર ટ્રમ્પના નક્શાને કોટ કરતા ટ્વીટમાં લખ્યું હતું કે, નમો કે બ્રોમાંસ કી કિંમત: કાશ્મીર અને નોર્થ-ઈસ્ટ ભારતના અન્ય ભાગોથી વિખૂટા થઈ ગયા. સ્ટેડિયમ ઈવેન્ટ પાછળ ખર્ચ કરવામાં આવેલા કરોડો રૂપિયા માટે આટલું કાફી છે.

થરુર ભારત જેવા દેશોમાં પ્રદૂષણનું વર્ણન કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ગંદા શબ્દ પર પણ કટાક્ષ કર્યો હતો. જ્યારે બીજી તરફ ભારતમાં પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ અબ્દુલ બાસિતે નક્શાને લઈને ટ્વીટ કર્યું કે, આ સારુ છે કે, જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ચૂ્ટણીના પરિણામ પહેલા જૂનિયર ટ્રમ્પના ટ્વીટે ભારતમાં ખલબલી મચાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.