કારતક માસમાં તુલસીનું કેમ હોય છે ખાસ મહત્વ, જાણો પૂજન અને સેવન કરવાથી થતા આ લાભ વિશે

જે વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેમના ઘરમાં હંમેશા શુભ કર્મ થાય, હંમેશા સુખ અને શાંતિ જળવાઈ રહે તેમણે તુલસી (Tulsi)ની આરાધના જરૂરથી કરવી જોઈએ.

ભારતીય ધાર્મિક શાસ્ત્રોમાં દર મહિનાની અલગ અલગ મહિમાનું વિસ્તારથી વર્ણન મળે છે. શાસ્ત્રોમાં ચતુર્માસ (chaturmas)માં આવનાર કારતક માસ (Karthik month)ને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના પુરુષાર્થોને આપનાર માનવામાં આવ્યા છે. કારતક માસની શરુઆત તુલા રાશિ (Libra) પર સૂર્યનારાયણ (Sun God)ના આવતા જ થઈ જાય છે. ઉત્તર ભારતીય વિશેષકર કાશી પંચાગ (Kashi Panchang) મુજબ શરદ પુનમ પછી પાવન કારતક માસનો આરંભ થાય છે જયારે દક્ષિણ ભારતના રાજ્યોમાં અમાસની તિથિ પછી એટલે કે ૧૫ દિવસ પછી કારતક માસનો પ્રારંભ થાય છે.

બ્રહ્મમુહુર્તમાં સ્નાનના મહિમા:

image source

કારતક માસમાં સૂર્યોદય પહેલા સ્નાન, દાન અને રામાયણ પારાયણ (Ramayan Parayan)નું મહત્વ તો સર્વવિદિત છે. સદીઓથી આ આપણી સનાતન પરંપરાનો ભાગ છે. આ માસમાં તુલસી પૂજા (Tulsi Puja)નું પણ ઘણું મહત્વ છે. કાશી (Kashi) ના પંચગંગા ઘાટ (Panchaganga ghat) પર આકાશી દીપકોની માસ પર્યંત ચાલનાર કતાર સજાવવામાં આવે છે.

image source

ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદભાગવત (Geeta)માં માસની વ્યાખ્યા કરતા કહે છે કે, છોડોમાં તુલસી મને પ્રિય છે, માસોમાં કારતક માસ મને પ્રિય છે, દિવસોમાં એકાદશી મને પ્રિય છે અને તીર્થોમાં દ્વારકા મારા હ્રદયની નજીક છે. એવી માન્યતા છે કે, આમળાનું ફળ એવં તુલસી- દલ મિશ્રિત જળથી સ્નાન કરો છો, તો ગંગા સ્નાનને સમાન પુણ્યલાભ થાય છે. કારતક માસમાં મનુષ્યની બધી જ્રુરીય્તો જેમ કે, ઉત્તમ સ્વાસ્થ્ય, પારિવારિક ઉન્નતિ, દેવકૃપા વગેરેનું આધ્યાત્મિક સમાધાન ઘણી જ સરળતાથી થઈ જાય છે.

તુલસી પૂજન અને સેવન કરવાના લાભ.:

image source

કારતક માસમાં તુલસી પૂજન (Worship of Tulsi) કરવાનું અને સેવન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેમના ઘરમાં હંમેશા શુભ કર્મ થાય, સદૈવ સુખ- શાંતિનો વાસ રહે તેના માટે તુલસીની આરાધના જરૂરથી કરવી જોઈએ. જૂની માન્યતા એવી છે કે, જે ઘરમાં શુભ કર્મ થાય છે, ત્યાં તુલસીનો છોડ હર્યોભર્યો રહે છે અને જ્યાં અશુભ કર્મ થાય છે ત્યાં તુલસી ક્યારેય પણ હરી ભરી રહેતી નથી.

તુલસી વિવાહની જૂની પ્રથા:

image source

કારતક માસમાં તુલસી પૂજનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તુલસીની નજીક દીપક પ્રગટાવવાથી મનુષ્ય અનંત પુણ્યના ભાગી બને છે. જે તુલસીને પૂજે છે. તેમના ઘરમાં માતા લક્ષ્મી હંમેશા માટે આવીને વસે છે કેમ કે, તુલસીમાં સાક્ષાત માતા લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે. તુલસીનું એક નામ હરિપ્રિયા (Haripriya) પણ છે, એટલે કે તે હરિ એટલે કે ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે. આ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિના રોજ તુલસી વિવાહ (Tulsi Vivah) વિધિ- વિધાનથી સંપન્ન કરાવવામાં આવે છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગર માંથી ચાર માસ શયન કર્યા પછી જાગે છે, આ સમયગાળાને સનાતન પરંપરામાં ચાતૃમાસ કાળ કહેવામાં આવે છે. આ એકાદશીને દેવોત્થાન એકાદશી (Devotthan Ekadashi) કે પછી લોકભાષામાં દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે.

તુલસીની પૌરાણિક કથા:

image source

પૌરાણિક કથામાં જણાવ્યા મુજબ ગુણવતી નામની મહિલાએ કારતક માસમાં મંદિરના દ્વાર પર તુલસીની એક સુંદર વાટિકા બનાવે છે. આ પુણ્યના કારણે તે મહિલા બીજા જન્મમાં સત્યભામા બને છે અને હંમેશા કારતક માસના વ્રત કરવાના લીધે તે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની બને છે.

તુલસીમાં ઔષધીય ગુણોનું પ્રમાણ:

image source

આધુનિક વિજ્ઞાનને માનનાર વ્યક્તિની દ્રષ્ટિમાં તુલસી એક ઔષધીય છોડ છે જેમાં વિટામીન (Vitamin) અને ખનિજ પ્રચુર પ્રમાણમાં મળી આવે છે. તુલસીના પાન અનેક રોગોને દુર કરવામાં મદદગાર અને શારીરિક શક્તિ વધારનાર ગુણોથી ભરપુર છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં પણ તુલસીના ગુણો વિષે વિસ્તારથી વર્ણન મળી આવે છે. તુલસીની વાનસ્પતિક નામ ઓસીમમ સેંકટમ લિન (Ocimum Sanctum Linn) અને કુળનું નામ લૈમિએસી (Lamiaceae) છે. આ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં મળી આવે છે. ભારતના ઘર ઘરમાં તુલસીના છોડને રાખવાની પરંપરા સદીઓ જૂની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.