જો તમે તુલસીની કંઠી પહેરો છો તો તમારે આ જાણી લેવું જરૂરી છે…

હિંદૂ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. દરેક પરીવારમાં મહિલાઓ સવારના સમયે સ્નાન કરી સૌથી પહેલા તુલસીની પૂજા કરે છે. આ ઉપરાંત લોકો તુલસીની માળા પણ ધારણ કરતાં હોય છે. આ માળાને સામાન્ય બોલચાલની ભાષામાં કંઠી પણ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના ભક્ત હોય તેઓ ખાસ આ કંઠી ધારણ કરતાં હોય છે.

image source

તુલસીની માળા ધારણ કરનાર વ્યક્તિનું મન અને આત્મા પવિત્ર રહે છે તેવી પણ માન્યતા છે. એમ પણ કહેવાય છે કે તેમાં ઔષધિય ગુણ હોય છે તેનો લાભ પણ માનવ શરીરને મળતો રહે છે. તુલસીની માળા પહેરવાથી રોગમાંથી મુક્તિ પણ મળે છે. તુલસીની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે. પરંતુ તુલસીની માળા ધારણ કરો તે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો તેનાથી મળતાં લાભ બમણાં થઈ જાય છે.

તુલસીની કંઠી પહેરવાથી થતાં લાભ

– તુલસીની કંઠી ધારણ કરવાથી બુધ અને ગુરુ ગ્રહ બળવાન થાય છે.

image source

– તુલસીની માળા પહેરવાથી તમામ પ્રકારના સુખ મળે છે અને ખરાબ નજર પણ લાગતી નથી.

image source

– તુલસીની માળા એકવાર ઉતારો તો પછી તેને શુદ્ધ કરી ધૂપ આપી અને પછી જ ધારણ કરવી.

image source

– તુલસીની માળા પહેરો ત્યારે મંદિરમાં જઈ ભગવાનની પૂજા અચૂક કરવી.

image source

– કંઠી પહેરતાં લોકોએ લસણ, ડુંગળી જેવી તામસી ખાદ્ય સામગ્રી ન ખાવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.