ઘરમાં ઉગાડેલો તુલસીનો છોડ પણ આપે છે આવનારી મુસીબતનો સંકેત

કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ અચૂક લગાવવો જોઈએ. દરેક હિંદુ ઘરમાં તુલસીના છોડની સવાર સાંજ પૂજા કરવામાં આવે છે. સદીઓથી આ પંરપરા ચાલી આવતી રહી છે. તુલસીજીને મા લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તુલસીના છોડ સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તેના પ્રસાદ વિના તેમનો ભોગ અધૂરો ગણવામાં આવે છે.

image source

માન્યતા છે કે જે ઘરમાં રોજ તુલસીના છોડની પૂજા અર્ચના કરાય છે તે ઘરમાં યમદૂતનો પ્રવેશ થતો નથી અને સાથે જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે. તુલસીને એક દ્વિબીજપત્રી તથા શાકીય ઔષધિય છોડ ગણાયો છે. તે ઝાડીના રૂપમાં ઉગે છે અને સાથે જ 1થી 3 ફૂટ ઉંચો હોય છે. તેના પાન બેંગની શેડ વાળી અને સામાન્ય શેડથી ઠંકાયેલી હોય છે.

image source

ઘણીવાર એવું બને છે કે ઘરમાં લગાવેલી તુલસીનો છોડ ક્યારેક સુકાઈ જાય છે. અનેક શક્ય પ્રયાસ કરવા છતાં તમે તેને બચાવી શકતા નથી. તેની પાછળ એક ખાસ કારણ હોય છે જેને આપણે જાણી શકતા નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અનેક પ્રયાસ બાદ પણ તમે તેને શા માટે બચાવી શકતા નથી. આવું એટલા માટે થાય છે કે જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે તમારા ઘર પર મુસીબત આવવાના સંકેત મળે છે. ઘરમાં કોઈ મુસીબત આવી રહી છે તેનો સંકેત તમને તુલસીનો છોડ સૌથી પહેલાં આપી દે છે.

image source

તુલસીના છોડના અનેક ફાયદા છે અને તેના પ્રાકૃતિક ગુણો તમને અને તમારા પરિવારને પણ બીમારીથી દૂર રાખે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરથી બીમારીઓ દૂર રહે છે. ગ્રંથોમાં પણ તુલસીને દૈવીય છોડ કહેવાયો છે. પણ જો તમારા પર કોઈ મુસીબત આવવાની હોય છે તો તમારા ઘરનો આ છોડ સૂકાવવા લાગે છે. પછી ભલે તમે તેને સંભાળવાની અનેક કોશિશ કરતા રહો.

image source

વાત એ છે કે તુલસીને પહેલાં જ આવનારી મુસીબતનો પૂર્વાગ્રહ થાય છે અને તે તમને સંકેત પણ આપે છે. શાસ્ત્રોમાં પણ માનવામાં આવ્યું છે કે જે ઘરમાં કોઈ મુસીબત આવવાની હોય ત્યાં લક્ષ્મી અર્થાત તુલસી જતી રહે છે. કેમકે જ્યાં પણ દરિદ્રતા, ક્લેશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી નિવાસ કરતી નથી.

image source

તો હવે તમારી સાથે પણ આવું બને છે તો તમે તેને ઈગ્નોર ન કરો અને સચેત થઈ જાવ. સાથે જ આવનારી મુસીબતનો જો અંદાજ હોય તો તેની સામે લડવાની પહેલેથી તૈયારી કરી લો તે યોગ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.