ટીવી સીરિયલમાં જોવા મળતી વહુઓનો આવો અવતાર તમે ક્યારેય નહિ જોયો હોય…
ટીવી જોવાનું બધાને જ ખૂબ ગમતું હોય છે. એમાંય વળી મહિલાઓને તો ટીવી નો ખાસ ચસકો હોય છે. એમની એ ટીવી પર આવતી સિરિયલોના ટાઈમ સાથે ઘરના કામને એડજસ્ટ કરતી મહિલાઓ તમે જોઈ જ હશે. એમની મનગમતી સિરિયલ આવે ત્યારે ટીવીની સામે ગોઠવાઈ જવાની એમને આતુરતા હોય છે. એમાંય વળી સીરિયલમાં દેખાડવામાં આવતી મલ્ટી ટેલેન્ટેડ વહુઓથી મહિલાઓ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે.
ડિઝાઈનર સાડી અને ઘરેણાઓ પહેરેલી એ વહુઓ જે ઘરની સાથે સાથે બિઝનેસને પણ સાંભળતી બતાવવામાં આવે છે.દરેક મહિલા ક્યાંક ને ક્યાંક એમની ફેવરિટ ટીવી સિરિયલની વહુ જેવી બનવા ઈચ્છે છે. ટીવી પર દેખાતી એ વહુઓને એ રિયલ લાઈફમાં પણ એવી જ આંકી લેતા હોય છે.એમના ચાહકો એવું પણ નથી વિચારતા કે રીલ લાઈફ અને રિયલ લાઈફ વચ્ચે ઘણો ફેર હોય છે.
તો ચાલો જોઈએ ટીવી પરની તમારી મનગમતી વહુઓ તેમના વાસ્તવિક જીવનમાં કેટલી અલગ દેખાય છે.
1. શ્રદ્ધા આર્યા

‘ઈંડિયાઝ બેસ્ટ સુપરસ્ટાર કી ખોજ’ થી એક્ટિંગ ની શરૂઆત કરવા વાળી શ્રદ્ધા ‘કુંડલી ભાગ્ય’ માં ડોક્ટર પ્રીતિ અરોરા નું પાત્ર ભજવી રહી છે. ટીવી સિવાય એતામિલ, કન્નડ, મલયાલમ અને બોલિવૂડ ફિલ્મો મા પણ જોવા મળી છે.. આની સાથે સાથે તેઇકોનોમિક્સ ફ્રોમ યુનિવર્સીટી ઓફ મુંબઈ થી ડિગ્રી પણ મેળવી ચુકી છે.
2. રિયા શર્મા

2014 માં ટેલિવિઝન જગતમાં પગ મુકવા વાળી રીયા એ ‘ યે રિશ્તે હૈ પ્યાર કે’ માં મિષ્ટી અગ્રવાલ નું પાત્ર કર્યું છે. રિયા ને વાંચવા નો અને ડાન્સ કરવા નો ઘણો શોખ છે.
3. એરિકા ફર્નાન્ડીસ

એરિકા એ બીએ કરવા માટે St Andrew’s College, Bandra માં એડમીશન લીધું હતું. પણ તેને મોડલિંગમાં ઇન્ટરેસ્ટ હતો જેથી તેને પોતાનું ભણવાનું વચ્ચે જ છોડી દીધું.‘કસોટી જિંદગી કે’ માં પ્રેરણા નો રોલ ભજવનારી એરિકા ને ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ માં વધારે રસ છે.
4.સોનારિકા ભદોરીયા
સોનારિકા દેવો કે દેવ મહાદેવ મા પાર્વતી નું પાત્ર ભજવી ને ઘણી જાણીતી બની છે. એની સાથે જ તેને હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.સોનારીકા ને પાલતુ પ્રાણીઓ સાથે ખૂબ જ લગાવ છે.
5.રતી પાંડે

રતી દર્શકો માટે જાણીતો ચહેરો છે. 2011 માં ‘આઈડિયા જી સિને સ્ટાર્સ’ થી રતી ના કરિયર ને ઉછાળ મળ્યો અને એમને “હિટલર દીદી”સીરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે નો મોકો મળ્યો.
6. આમ્રપાલી ગુપ્તા

ટીવી પર ખલનાયિકા નું પાત્ર કરી ને આમ્રપાલી ગુપ્તા બધા ની ફેવરિટ બની ગઈ. ‘બહુ બેગમ’ માં એમણે સુરૈયા મિર્ઝા નુ પાત્ર ભજવ્યું હતું. જેને દર્શકોએ ઘણું વખાણ્યું હતું.
7. કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના ટીવી જગત નો એક જાણીતો ચહેરો છે. તેને છેલ્લે નાગીન અને કયામત કી રાત સીરિયલમાં કામ કર્યું હતું.એ સિવાય પણ ઘણી સીરિયલમાં કરિશ્મા દેખાઈ હતી.કરિશ્મા તન્ના “ગ્રાન્ડ મસ્તી” અને “સંજુ” જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી
8. માનસી પારેખ

માનસી પારેખે સ્ટાર પલ્સની ગુલાલ સિરિયલ માં કામ કર્યું છે .એ સિવાય એ એક કોમેડી શો “સુમિત સંભાલ લેગા”થી ઘણી જાણતી બની છે. હાલમાં જ માનસીની મલ્હાર ઠાકર સાથે ગુજરાતી ફિલ્મ “ગોળકેરી”આવી હતી.
9. દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી ઝી ટીવીના બનું મેં તેરી દુલહનમાં તેના ડબલ રોલથી જાણીતી બની હતી. તે પછી યે હે મ્હોબબતે માં ઇસીતા નો રોલ કરી એને દર્શકોના દિલ જીતી લીધા. એ નચબલિયે શો ની વિનર પણ રહી ચુકી છે.
10. રાધિકા મદન

રાધિકા મદન ટીવી પરની રોમેન્ટિક સિરિયલ મેરી આસિકી તુમસે હી માં જોવા મળી હતી. એ પછી એને બોલીવુડમાં વર્ષ 2018માં પટાખા ફિલ્મ કરી અને હમણાં જ થોડા સમય પહેલા ઈરફાન ખાનની “અંગ્રેજી મીડીયમ” માં ઇરફાનની પુત્રીના રોલમાં જોવા મળી.
11. મૌની રોય

મૌની રોય સૌ પ્રથમ ક્યુકી સાસ ભી કભી બહુ થી માં ક્રિષ્ના તુલસીના રૂપમાં જોવા મળી હતી. આ સિવાય દેવો કે દેવ મહાદેવ, અને નાગીન સિરિયલથી ઘણી લોકપ્રિય થઈ છે.હાલ બોલીવુડમાં પણ મૌની પગ પેસારો કરતી જણાય છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ માં મૌની નજરે પડશે.
12. હિબા નવાબ

હાલમાં જ હિબા એ ‘જીજાજી છત પર હે’ માટે બેસ્ટ કોમિક એક્ટ્રેસ નો ઈન્ડિયન ટેલી એવોર્ડ જીત્યો હતો. એ બાળ કલાકાર ના રૂપ માં ‘Ssshhh…. ફિર કોઈ હૈ’ અને ‘સાથ ફેરે’ માં દેખાઈ ચુકી છે.. હિબા માટે એમની માતા એમની પાક્કી મિત્ર છે અને એમને ગીત ગાવા નું ઘણું ગમે છે.
13. આદિતી ગુપ્તા

અદિતિ ટીવી નો જાણીતો ચહેરો છે અને જેને કબુલ હે સિરિયલ માં સારી એક્ટિંગ કરી હતી. આની સાથે અદિતિ યૂટ્યુબ વીડિયો પણ બનાવે છે.
14. રૂબીના દિલૈક

ટીવી પર છોટી બહુ નો રોલ કરી ને રૂબીના એ લોકો ના દિલ માં જીતી લીધા હતા. આની સાથે જ ‘શક્તિ અસ્તિત્વ કે એહસાસ કી’ માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.. અને હવે એ ટીવી નો ફેમસ ચહેરો છે.
15. ઐશ્વર્યા સખુજા

અભિનય ક્ષેત્રે આવતા પહેલા એશ્વર્યા મોડલિંગ કરતી હતી. 2006માં યોજાયેલ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં એ ફાઇનલ સુધી પહોંચી હતી.આ સિવાય એમમે 2008-2009માં “હેલો કોણ, પહેચાન કૌન” શો પણ હોસ્ટ કર્યો હતો.
16.સુરભી જ્યોતિ

‘કબુલ હે’ ની જોયા ને નું પાત્ર સુરભીએ ભજવ્યું હતું.સુરભી એ પોતાના કરિયર ની શરૂઆત પંજાબી મ્યુઝીક આલ્બમ થી કરી. એક્ટિંગ ક્ષેત્રે આવીએ પહેલા સુરભી ટીચર અને આરજે બનવા માંગતી હતી.
17.સુરભિ ચંદના

સુરભિ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દેખાઇ હતી, પરંતુ એમને સાચી ઓળખ તો ‘ઈશ્કબાઝ’ ના અનીકા ત્રિવેદી ના રોલ પછી જ મળી. MBA ની ડીગ્રી પ્રાપ્ત કરવાનારી સુરભિ ને ઝુમ્બા કરવા નું ઘણું ગમતું હતું.
18.હિના ખાન

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી દુનિયાભરના દર્શકોના દિલમાં વસી જનાર હિના ખાન બિગ બોસ 11માં સારી રીતે ભાગ લીધા પછી એની નામના માં વધારો થયો છે.હિના યોગા ને વર્ક આઉટ ને ઘણું પ્રમોટ કરે છે.
19. સુકૃતિ કાંડપાલ

સુકીર્તિ એ 19 વર્ષ ની ઉંમર થી ટેલિવિઝન જગતમાં પગ મૂકી દીધો હતો.તેને ટીવી પર ઘણા બધા યાદગાર રોલ કર્યા. આની સાથે જ તે ‘સર્વોદય વુમન એમ્પાવરમેન્ટ’ સાથે પણ જોડાયેલી છે.
20.મોનાલીસા

મોનાલીસા એ ટીવી પર નજર સીરિયલમાં ‘મોહના’ નું પાત્ર કરીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી. મોનાલીસા ભોજપુરી સિનેમા નું જાણીતું નામ છે. આની સાથે જ એમણે તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મો માં પણ કામ કર્યું છે. ફેમસ થઈ એ પહેલાં મોહન એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી.