ટીવીની આ અભિનેત્રી પહેલા કરતા બદલાઇ એકદમ અલગ, જોઇ લો તસવીરોમાં તમે પણ

આજકાલના સમયમાં ટીવી સીરીયલ એકમાત્ર એવું માધ્યમ છે જેના પાત્રો લોકોના મનમાં ફીટ થઇ જાય છે, કારણ કે એ ફિલ્મની જેમ એક વાર નહી પણ રોજે રોજ તમારી સમક્ષ આવી જાય છે. પરિણામે ટીવી પર આવનાર શોના અમુક સ્ટાર એવા લોકપ્રિય બની જાય છે કે લોકો અવારનવાર એમના વિશે વાતો કરતા રહે છે.

image source

એકતા કપૂરની અનેક પ્રખ્યાત શોમાંથી એક શો છે ‘કુસુમ’, જેમાં અભિનેત્રી નૌશીન અલી સરદારના લોકો ફેન્સ હતા. આ સીરીયલમાં વર્ષ ૨૦૦૧-૦૫ દરમિયાન કુસુમનું પાત્ર નિભાવનાર નૌશીને હાલમાં જ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો છે. ૧૮ વર્ષની ઉમરથી ટીવી જગતમાં પગ મૂકનારી નૌશીનના દેખાવમાં હવે ઘણો બદલાવ આવી ગયો છે. નૌશીન હવે એટલી અલગ લાગે છે કે એણે ઓળખવી પણ મુશ્કેલ થઇ પડશે.

કુસુમનો અભિનય લોકોને ખુબ પસંદ આવતો

image source

એ સમયમાં આવનારી ટીવી સીરીયલમાં કુસુમના રોલમાં આવનારી નૌશીનના અનેક લોકો દીવાના હતા. એ સીરીયલમાં એમના માસુમ પાત્રને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું. જો કે એ સીરીયલની વાત ન કરીએ તો નૌશીનનો અત્યારનો દેખાવ સાવ અલગ જ છે.

 

View this post on Instagram

 

A post shared by NAUSHEENALISARDAR29 (@nausheenalisardar) on

એમની વર્તમાન સમયની તસ્વીરો જોઇને તો તમે એમ જ માની લેશો કે નૌશીને પોતાના દેખાવને બદલવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. કેટલાય વર્ષો સુધી ચર્ચામાં રહ્યા પછી નૌશીનના આ નવા દેખાવે અનેક લોકોના ધ્યાનને પોતાની તરફ ખેંચ્યું છે. કુસુમના પાત્રમાં નૌશીન આંખોમાં કાજલ લગાડી, ઘટ્ટ રંગની લીપ્સ્ટીક સાથે કાળા વાળમાં જોવા મળતી હતી. કુસુમનો આ અભિનય લોકોને ખુબ જ પસંદ પણ આવતો હતો.

image source

સર્જરીના કારણે દેખાવમાં બદલાવ આવ્યો

image source

આપને જણાવી દઈએ કે હાલમાં જ નૌશીને જણાવ્યું હતું કે વર્ષ 2003માં એ અકસ્માતનો ભોગ બની હતી. જેના કારણે એમના હાડકા અને કોલર બોનમાં ફેકચર થયું હતું. આ સાથે જ એમના નાક પર પણ ઘાવ હતા, પરિણામે એમણે સર્જરી કરાવવી પડી હતી. આ સર્જરીના કારણે એમના દેખાવમાં આટલો બદલાવ આવ્યો હતો. જો કે કેટલાય વર્ષો પછી નૌશીનની બદલાયેલા ચહેરા વાળી તસ્વીરો સામે આવતા જ લોકોએ એમણે ટ્રોલ કરી હતી.

ફિલ્મોમાં ધારી સફળતા મળી શકી નહિ

 

View this post on Instagram

 

A post shared by NAUSHEENALISARDAR29 (@nausheenalisardar) on

નૌશીન કુસુમ સીરીયલ સાથે જ અન્ય ઘણી ટીવી સીરીયલોમાં પણ જોવા મળી ચુકી છે. જેમાં કાલ ચક્ર, ગંગા, બિંદ બનુંગા ઘોડી ચઢુંગા અને અલાદીન સીરીયલમાં પણ જોવા મળી ચુકી છે. તો બીજી તરફ નૌશીન રીયાલીટી શોમાં ફીયર ફેક્ટર ઇન્ડિયા અને મિસ્ટર એન્ડ મિસ ટીવીમાં કામ કરી ચુકી છે. નૌશીને તો ફિલ્મોમાં પણ પોતાના નસીબને અજમાવી જોયું છે પણ ત્યાં એણે ધારી સફળતા મળી શકી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.