જાણી લો બોલિવૂડની આ ટોપની અભિનેત્રીઓ વિશે, જે પહેલા કરી ચુકી છે એર હોસ્ટેસની નોકરી પણ

બોલીવૂડની આ જાણીતી અભિનેત્રીઓ રહી ચૂકી છે એર હોસ્ટેસ – ગુંજન વાલિયાથી દીપિકા કક્કડના નામો છે આ યાદીમાં

ફિલમ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા એક્ટર અને એક્ટ્રેસીસ છે, જેમણે પોતાની કેરિયરની શરૂઆત કોઈ બીજા જ પ્રોફેશનથી કરી હતી, પણ પાછળથી તેઓ એક્ટિંગ લાઈનાં આવી ગયા. શોબિઝ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જે ક્યારેક એન્જિનયર, ફોટોગ્રાફર્સ, ડોક્ટર, ટીચર કે પછી કુકિંગ લાઈનમાં હતા, પણ પાછળથી તેમણે એક્ટિંગ કેરિયરમાં પોતાની કિસ્મત અજમાવી અને પોતાનું બધું જ છોડીને તેઓ મુંબઈ આવીને વસી ગયા. ટીવી ઇન્ડસ્ટ્રીમાં તો ઘણા એવા એક્ટર એક્ટ્રેસ છે જે એવિએશન ફીલ્ડમાં કામ કરી ચૂક્યા છે. શું તમને ખબર છે કે તમારી ફેવરીટ ટીવી સીરીયલની જાણીતી એક્ટ્રેસ પણ એવિએશન ફીલ્ડમાં કામ કરી ચૂકી છે ? આ હીરોઈનો ટીવીની દૂનિયામાં આવતા પહેલાં મોટી-મોટી એરલાઇન્સમાં એક એર હોસ્ટેસ તરીકે કામ કરી ચૂકી છે. કેટલીક તો એવી પણ છે જેમણે એવિએશનનો કોર્સ પણ શરૂ કર્યો હતો પણ પછીથી તેમને એક્ટિંગનો ચસ્કો લાગી ગયો હતો અને કોર્સને અદ્ભવચ્ચે જ પડતો મુકીને હીરોઈન બની ગઈ. તેમાંની કેટલીક હીરોઈન આજે ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે અને હાઇએસ્ટ પેઇડ કેટેગરમાં તેમની ગણતરી થાય છે. માત્ર હીરોઈનો જ નહીં પણ ધીરજ ધૂપર અને સુદીપ સાહિર જેવા એક્ટર પણ કેબિન ક્રૂ તરીકે કામ કરી ચૂક્યા છે. તો ચાલો જાણીએ આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

નેહા સક્સેના

image source

નેહા સક્સેના હાલ ટીવીથી દૂર છે, પણ એક સમયે તેણી ટીવીનો જાણીતો ચહેરો રહી ચૂકી છે. સજન ઘર જાના હૈ ટીવી શોથી તેણે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી ત્યાર બાદ તેણી તેરે લિયે, તેમજ રિયાલીટી શો નચ બલિયે 7 અને ઝલક દિખલા જા 9માં જોવા મળી હતી અને ત્યાર બાદ પ્યાર તૂને ક્યા કિયા અને સિદ્ધિવિનાયક જેવી ટીવી સીરીઝમાં જોવા મળી હતી. પણ એક્ટિંગ લાઇનમાં આવતા પહેલાં નેહા સક્સેના પણ એર હોસ્ટેસ તરીકે જ ફરજ બજાવતી હતી. તેમણે મુંબઈ યુનિવર્સિટિથી એવિએશનમાં ડિપ્લોમાં કર્યું હતું.

દીપિકા કક્કડ

image source

જાણીટી ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ ઇબ્રાહીમે ટીવી પર સસુરાલ સિમરકામાં સિમર વહુથી લઈને કહાં હમ કહાં તુમમાં સોનાક્ષી રસ્તોગીનું પાત્ર ભજવીને લાખો લોકોના દીલ જીતી લીધા છે. પણ ઘણા ઓછા લોકો એ જાણે છે કે એક્ટ્રેસ બનતા પહેલાં દીપિકા કક્ક્ડે એક એર હોસ્ટેસ તરીકે પોતાની કેરિયરની શૂઆત કરી હતી. તેમણે ઘણા વર્ષો સુધી પોપ્યુલર એરલાઇનમાં કામ કર્યું હતું. તેમનું સ્વપ્ન ઇટરનેશનલ એરલાઇન્સમાં એર હોસ્ટેસનું કામ કરવાનું હતું. પણ હેલ્થ ઇશ્યૂઝના કારણે તેણી તેમ ન કરી શકી. ત્યાર બાદ તેણીએ એક્ટિંગમાં પોતાની કેરિયર બનાવી અને એરહોસ્ટેસની નોકરી છોડી દીધી અને મોડેલિંગથી નવી શરૂઆત કરી.

નંદીની સિંહ

image source

નંદીની સિંહે કેસર, કાવ્યાંજલી ઉપરાંત અદાલત, સાવધાન ઇન્ડિયા જેવી ટીવી સિરિઝમાં કામ કર્યું છે, આ ઉપરાંત તેણીએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણીએ સંજય દત્ત ગોવિંદા અભિનિત ફિલ્મ એક ઔર એક ગ્યારહથી બોલીવૂડમાં પણ પ્રવેશ કર્યો હતો. પણ એક્ટિંગ લાઈનમાં આવતા પહેલાં નંદીની જાણીતી એરલાઇનમાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી.

ગુંજન વાલિયા

image source

ટીવી અભિનેત્રી ગુંજન વાલિયાએ પણ એર હોસ્ટેસ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. પણ પછી તેણીએ તે ફીલ્ડ છોડી દીધું અને મોડેલિંગ અને એક્ટિંગ તરફ રૂખ કર્યું. ગુંજન વાલિયાએ ટીવી સીરીઝ કેસર, એસા દેશ હૈ મેરા, કુછ અપને કુછ પરાયે, સાત ફેરેઃ સલોનીકા સફર, ઘર કી લક્ષ્મી બેટિયા અને નાગિન જેવી ઘણી બધી સિરિઝમાં કામ કર્યું છે.

હીના ખાન

image source

સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં અક્ષરા વહુનું પાત્ર ભઝવાની ઘરે ઘરે જાણીતી બનેલી હિના ખાનને ઓળખ આપવાની કોઈ જ જરૂર નથી. આજે તેણીની ગણતરી દેશની ટોપ ટીવી એક્ટ્રેસિસમાં થાય છે. અને તેણી સૌથી વધારે કમાણી કરતી ટીવી અભિનેત્રીઓમાં ટોપમાં સ્થાન ધરાવે છે. પણ તેણીએ એક્ટિંગ કેરિયરની શરૂઆત કરતા પહેલાં એર હોસ્ટેસની કેરિયરમાં કિસ્મત અજમાવવાનું નક્કી કર્યું હતું અને તેના માટે તેણીએ કોર્સ પણ કર્યો હતો. પણ તેણીને સારી ઓફર મળતાં તેણીએ કોર્સને પડતો મુકીને એક્ટિંગ લાઈનમાં પ્રવેશ કર્યો.

પારસ છાબડાની ગર્લફ્રેન્ડ આકાંક્ષા

image source

બિગ બૉસ 13માં પારસ છાપડાનું નામ ઘણું લાઈમલાઈટમાં રહેતુ હતું. ખાસ કરીને તેના પોતાની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ આકાંક્ષા સાથેના સંબંધને લઈને. આકાંક્ષા ઇન્ટરનેશનલ કેબિન ક્રૂ રહી ચૂકી છે. આ દરમિયાન જ તેણે મોડેલિંગમાં એન્ટ્રી કરી અને ત્યાર બાદ 2013માં તેણી ફિલ્મ તેમજ ટીવીમાં આવી ગઈ. ફિલ્મોમાં તેણી 2013થી સક્રીય હતી, પણ બોલીવૂડમાં તેણીએ મધુર ભંડારકરની 2015માં આવેલી ફિલ્મ કેલેન્ડર ગર્લ્સથી ડેબ્યૂ કર્યો. હાલ તેણી ટીવી શો વિઘ્નહર્તા ગણેશમાં માતા પાર્વતીનું પાત્ર ભજવતી જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.