નવ મહિના સુધી આ મહિલાએ ના કરાવી સોનોગ્રાફી, અને પછી મળી આવી જોરદાર સરપ્રાઇઝ

સોનોગ્રાફી કરાવ્યા વગર પણ આવ્યા જોડકા બાળકો! જાણો વિગતવાર શું થયું

અમેરિકાના મિશિગનમાં રહેતા નિકોલ અને મેથ્યુએ નક્કી કર્યું હતું તેઓ સમગ્ર પ્રેગનેન્સી દરમિયાન ક્યારેય અલ્ટ્રાસાઉન્ડ નહીં કરાવે. નવાઈની વાત એ છે કે જે દિવસે અલ્ટ્રાસાઉન્ડ કરાયો તે જ દિવસે નિકોલને ડિલિવરી થઈ, પણ તેનાથી ડૉક્ટરો પણ આશ્ચર્યમાં હતા. નવ મહિનાની પ્રેગનેન્સી દરમિયાન માત્ર એક જ વાર સોનોગ્રાફી કરાવનારા એક કપલને ડિલિવરીના દિવસે એવું જોરદાર સરપ્રાઈઝ મળ્યુ કે જેની તેમણે કલ્પના પણ નહોતી કરી.

image source

લેબર પેઈન ૪૭ કલાક સુધી રહ્યુ

૪૭ કલાક સુધી લેબર પેઈન સહન કર્યા બાદ તેણે એક દીકરાને જન્મ આપ્યો. જોકે, તેને લેબર પેઈન ઓછું થઈ જ નહોતું રહ્યું. ડૉક્ટરોને પણ લાગ્યું કે તે હજુય લેબરમાં જ છે. નિકોલ નોર્મલ ડિલિવરી કરાવવા જ માગતી હતી. ડૉક્ટર્સ જ્યારે તેને ટાંકા લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને વધુ એક બાળકનું માથું દેખાયું, અને પહેલી ડિલિવરીના ૧ કલાક બાદ નિકોલે બીજા બેબીને જન્મ આપ્યો.

image source

આ કોઇ મજાક છે?
ડિલિવરી પહેલા જ્યારે નિકોલની સોનોગ્રાફી થઈ ત્યારે પણ ડૉક્ટર્સ બીજું બાળક સ્પોટ નહોતા કરી શક્યા. દીકરીના જન્મ બાદ ડૉક્ટરોએ જ્યારે નિકોલને કહ્યું કે તેની અંદર હજુ પણ કંઈક છે ત્યારે પતિ-પત્ની મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. પ્રેગનેન્સીમાં એકેય અલ્ટ્રા સાઉન્ડ ન કરાવેલો હોવાથી તેમને કલ્પના જ નહોતી કે તેમને ટ્વીન્સ અવતરવાના છે. નિકોલને એક સમયે તો એવું પણ લાગ્યું હતું કે ડૉક્ટર તેની સાથે મજાક કરી રહ્યા છે.

જોડકા બાળકોની કલ્પના પણ નહતી

image source

જુડવા બાળકોથી જાણે તેને દુનિયાની બધી ખુશી મળી ગઈ છે. નિકોલને પ્રેગનેન્સી વખતે પણ એવો અહેસાસ ક્યારેય નહોતો થયો કે તેના ગર્ભમાં એક નહીં પણ બે બાળકો છે. એટલું જ નહીં, તેના પેટનો આકાર પણ તેમાં ટ્વીન્સ છે તેટલો મોટો લાગતો જ નહોતો. એક દીકરા અને એક દીકરીને જન્મ આપી નિકોલ એટલી ખુશ છે કે હવે તો તેને એક જ બાળક હોત તો લાઈફ કેવી હોત તેની કલ્પના પણ નથી થતી.
બીજું બાળક છે એવી જયારે ખબર પડી કે તો ડરી ગયા

image source

ડિલિવરી વખતે પણ એક બાળકના જન્મ બાદ ડૉક્ટરોએ તેને બીજા બાળકની વાત કરી ત્યારે તે એક સમયે તો ડરી ગઈ હતી. ૪૭ કલાક લેબર પેઈન સહન કર્યા બાદ બીજા બાળકની વાતે જ તેને ધ્રુજાવી દીધી હતી. પ્રેગનેન્સીના છેલ્લા દિવસો વિશે નિકોલ જણાવે છે કે તેને જોઈને લોકો એમ કહેતા કે તેનું પેટ સામાન્ય પ્રેગનેન્ટ મહિલા જેટલું મોટું નથી લાગી રહ્યું. તેમ છતાંય તેણે ટ્વીન્સને જન્મ આપ્યો તે વાત પણ પહેલા તો લોકો માનવા તૈયાર નહોતા થતા.

ડીલીવરી ૩૬માં અઠવાડીયામાં થઇ

image source

ડિલિવરી બાદ એક બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને પણ તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવું પડ્યું. નિકોલનો પતિ કેટલાક દિવસો તો દીકરી સાથે હોસ્પિટલમાં જ રહ્યો હતો, જ્યારે નિકોલ તેના દીકરા સાથે હતી. નિકોલ આમ તો પોતાના ઘરે જ મિડવાઈફની મદદથી કુદરતી રીતે ડિલિવરી કરાવવા માગતી હતી. જોકે, ૩૬ સપ્તાહની પ્રેગનેન્સીમાં જ તેને વોટર લીકેજ શરુ થઈ જતાં તેને હોસ્પિટલ દોડવું પડ્યું હતું. હવે તેના બાળકો મોટા થઈ ગયા છે, અને બંને ખાસ્સા તોફાની પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.