OMG, અચાનક જ વહેલી સવારમાં રાજસ્થાનમાં આકાશમાંથી પડી આ ચમકદાર વસ્તુ, અને થઇ ગયો 3-4 ફૂટ ઊંડો ખાડો, પછી થયુ…

શું કોઈ ઉલ્કાપિંડ ચમકતી ધાતુ જેવી હોઈ શકે? શું એવું બની શકે કે આ ઉલ્કાપિંડ પણ કોઈ ધાતુની બનેલી હોય? તમારો જવાબ હશે કે હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જો કે પ્રશ્ન તો એ પણ થાય કે આવી ધાતુ પૃથ્વીની બહાર કેવી રીતે હોય? જો કે બધી વાતો વિચારવા માટે કોઈ ખાસ કારણ નથી પણ જે ખબર રાજસ્થાના એક કસબામાંથી સામે આવી રહી છે, એ જાણ્યા પછી આ જ પ્રશ્નો તમારા મનમાં પણ ઉદ્ભવી શકે છે.

૩ થી ૪ ફૂટ ઊંડો ખાડો પડી ગયો

image source

આ ઘટના છે રાજસ્થાન રાજ્યના ઝાલોર જીલ્લામાં આવેલા સંચોર નજીના વાવેલા ગામની. જો કે બન્યું એવું કે ૧૯ જુનના દિવસે લગભગ સાંજના ૬ વાગ્યા આસપાસ અહી આક્શમાંથી લીસોટા સાથે એક વસ્તુ ધરતી પર પડી હતી. લગભગ ૬ વાગ્યાના આસપાસ જ્યારે એક મોટો ધડાકા જેવો અવાજ થયો, ત્યારે લોકોને આ અંગે જાણ થઇ. બન્યું એવું હતું કે આકાશમાંથી કોઈક ચમકદાર વસ્તુ આવીને ધરતી પર પડી હતી, અને આ પડવાથી એ ભાગમાં ૩ થી ૪ ફૂટ જેટલો ઊંડો ખાડો પડી ગયો હતો.

image source

આ વસ્તુ ઉલ્કાપિંડ હતી

જો કે ગામ નાનું છે એટલે આવી ઘટના વિશે જાણ થતા જ લોકો ત્યાં આં વસ્તુ જોવા માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન આ વિશે પોલીસને પણ જણાવવામાં આવ્યું હતું અને એમણે આવીને ઘેરાબંધી પણ કરી હતી. જો કે બપોર સુધીમાં માલુમ થયું હતું કે આ વસ્તુ ઉલ્કાપિંડ હતી.

image source

આ જાણીને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ વસ્તુને પોલીસે પોતાના કબ્જા હેઠળ લઈને આગળની તપાસ માટે મોકલી દેવાની તૈયારીઓ શરુ કરી હતી.

સાંચોર ભારત પાકિસ્તાન બોર્ડર પાસે છે

image source

આપને જણાવી દઈએ કે આ વિસ્તાર ભારત પાકિસ્તાન બોર્ડરની નજીક પડે છે, એટલે આ પ્રકારે ઉલ્કાપિંડ પડ્યા પછી થયેલા મોટા અવાજ બાદ લોકોને લાગ્યું હતું કે કોઈ બોમ પડ્યો છે, આ શક્યતાઓને લીધે જ એમણે તરત પોલીસને જાણ કરી હતી.

image source

જો કે પોલીસે પણ સુરક્ષાની દ્રષ્ટીએ આવતા જ ઘેરાબંધી કરીને આ વસ્તુ અંગે તપાસ કરી હતી. આ ઉલ્કાપિંડ જે ૩-૪ ફૂટ ઊંડો જમીનમાં હતો એ કાઢવા પ્રયત્ન કર્યો પણ તે ગરમ હતો. જો કે આ વસ્તુ બહાર કાઢીને પોલીસ પોતાની સાથે લઇ ગઈ હતી.

ઉલ્કાપિંડનું વજન 2.8 કિલોગ્રામ

image source

આ અંગે જયારે સાંચોરના એસડીએમને પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું હતું કે આ ઉલ્કાપિંડનું વજન 2.8 કિલોગ્રામ જેટલું છે અને આ ઉલ્કાપીંડમાંથી અલગ અલગ પ્રકારના ધાતુઓ જોવાનું જણાયું હતું. જો કે આ નાગેની વધારે તમસ માટે કાર્યવાહી પૂર્ણ થતા જ તેને આગળ મોકલવામાં આવશે. જ્યાં એની વધુ તપાસ થતા આગળની જાણકારી મળી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.