પેન્શનર્સ માટે કામના સમાચાર, હવે ઘરે જ મળશે આ જોરદાર સુવિધા!

લાખો પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ ! હવે ઘરે જ પોસ્ટમેન બનાવશે જીવન પ્રમાણ પત્ર

ઘણા બધા પન્શનર્સને પોતાનું જીવન પ્રમાણ પત્ર બનાવવા માટે કેટલાએ કીલોમીટર દૂર આવેલા તેના કાર્યાલયમાં જઈને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. પણ હવે તેમને તેવું નહી કરવું પડે. હવે એક પણ ડગલુ ચાલ્યા વગર તમે ઘરે જ બેટા બેઠા જ તમારું જીવન પ્રમાણ પત્ર મેળવી શકશો. તે પણ માત્ર 70 રૂપિયા ખર્ચીને. તમને જણાવી દઈએ કે પેંશનધારકોએ પોતાનુ પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે. કોરોના વાયરસની મહામારીને જોતા સરકારે હવે વરિષ્ઠ નાગરિકો માટે આ નિયમમાં છૂટ આપી છે. સરકારે જણાવ્યું કે આ વર્ષે બધા જ પેંશનધારક 1 નવેમ્બરથી લઈને 31મી ડિસેમ્બર સુધી 2 મહીનાની વચ્ચે ક્યારે પણ પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહએ આ વિષે શુક્રવારે જાણકારી આપી છે.

image source

દિવ્યાંગ તેમજ વડીલોના જીવન પ્રમાણ પત્ર બનાવવા માટે પોસ્ટ ઓફિસ જવાની જરૂર નથી. ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક ઘરે પહોંચીને આ સુવિધા આપી રહ્યું છે. નજીકના પોસ્ટમેનનો સંપર્ક કરી તેને સૂચના આપવાની છે. ત્યાર બાદ પોસ્ટમેન સંબંધિત વ્યક્તિના ઘરે પહોંચીને ડિજીટલ જીવન પ્રમાણ પત્ર બનાવશે.

તમે સેવાનિવૃત્ત વડીલ કર્મચારી છો અને ચાલવા ફરવા માટે અસમર્થ છો તો પેન્શનમાં આપવા માટે જીવન પ્રમાણ પત્ર બનાવવા માટે ગભરાવાની જરૂર નથી. ટપાલ વિભાગના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે પેંશનરો માટે એક બાયોમેટ્રિક આધારિક ડિજિટલ સેવાની શરૂઆત કરી છે. પોસ્ટમેન ઘર પર જ માત્ર પાંચ મિનિટમાં જ બાયોમેટ્રિક દ્વારા જીવન પ્રમાણ પત્ર આપી શકે છે.

image source

ઘરે બેઠા માત્ર 5 મીનિટમાં બનાવડાવો જીવન પ્રમાણ પત્ર – કેન્દ્ર સરકાર, રાજ્ય સરકા અને અન્ય સરકારી સંસ્થાઓના પેંશનરો આ સેવાનો લાભ ઉઠાવી શકે છે. તમારા બોલાવવા પર પોસ્ટમેન ઘર પર જ માત્ર પાચં મિનીટમાં બાયોમેટ્રિક જીવન પ્રમાણ પત્ર તમને આપી દેશે. તેના માટે તમારે માત્ર 70 રૂપિયાની જ ચૂકવણી કરવી પડશે.

જીવન પ્રમાણ પત્ર માટે આધાર નંબર જરૂરી છે. પેંશનર્સ પાસે આધાર નંબર હોવો જરૂરી છે. આ ઉપારાંત પીપીઓ નંબર, મોબાઈલ નંબર પોસ્ટઓફિસમાં આપવાના રહેશે. પોસ્ટમેન આધારના માધ્યમથી ડીજીટલ જીવન પ્રમાણ પત્ર આપશે, જે જાતે જ પેંશન આપનાર સંબંધિત વિભાગ કે બેંકમાં અપડેટ થઈ જશે.

ચાલો જાણીએ તેની સાથે જોડાયેલા સવાલોના જવાબ

image source

લાઇફ સર્ટિફિકેટ શું હોય છે ?

લાઇફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણ પત્ર, પેંશનરના જીવતા હોવાનો પુરાવો છે. તેને જો જમા ન કરવામા આવે તો પેંશન મળવાનું બંધ થઈ જાય છે. કેન્દ્ર સરકારે રાહત આપતા લાઇફ સર્ટિફિકેટ જમા કરવાની તારીખને વધારીને 31મી ડિસેમ્બર 2020 કરી દીધી છે.

લાઇફ સર્ટિફિકેટને ક્યાં જમા કરાવવાનું હોય છે ?

લાઇફ સર્ટિફિકેટને પેંશનર પોતાના પેંશન અકાઉન્ટવાળી બેંક બ્રાન્ચ કે પછી કોઈ પણ બ્રાંચમાં જઈને ફિઝિકલી જમા કરાવી શકે છે. તેને ડિજિટલી કોઈ પણ બ્રાન્ચમાં, પોતાના પીસી, લેપટોપ કે મોબાઈલ દ્વારા https://jeevanpraman.gov.in થી નજીકના આધાર આઉટલેટથી, ઉમેંગ એપ દ્વારા જમા કરાવી શકાય છે. ડિજિટલી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે આધાર નંબર, મોબાઈલ નંબર, પેંશન પેમેન્ટ ઓર્ડર નંબર તેમજ અકાઉટ નંબરની જરૂર રહેશે. ફિઝિકલ ફોર્મમાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે તેને બેંકોની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી ભરીને જમા કરી શકાય છે.

જો લાઇફ સર્ટિફિકેટ જમા કરવામાં ન આવે તો શું થાય ?

image source

લાઇફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણ પત્ર પેંશનરના જીવતા હોવાનો પુરાવો છે. તેને જમા નહી કરાવવામાં આવે તો પેંશન મળવાનું બંધ થઈ શકે છે. અત્યાર સુધી પેન્શનરને પેન્શન ચાલુ રાકવા માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાનુ લાઇફ સર્ટિફિકેટ તે બેંકમાં જમા કરાવવાનું હોય છે, જેમા પેંશન આવે છે.

જીવન પ્રમાણ સર્ટિફિકેટ સર્વિસ શું છે ?

જીવન પ્રમાણ એક આધાર બેઝ્ડ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ છે. જીવન પ્રમાણની મદદથી પેંશનર્સને હવે પોતાની નજીકની બેંક બ્રાન્ચ, કોમન સર્વિસ સેંટર એટલે કે CSC કે પછી કોઈ પણ સરકારી ઓફિસમાં જઈને લાઇફ સર્ટિફિકેટને આધાર નંબર દ્વારા બાયોમેટ્રિકલી ઓથેંટિકેટ કરવાનું રહેશે. સાથે સાથે પોતાના પેંશન બેંક અકાઉન્ટ સાથે જોડાયેલી કેટલીક અન્ય પેંશન ડિટેલ્સ પણ આપવાની રહેશે. ત્યાર બાદ આ ડિજિટલી જમા થઈ જાય છે. પેંશનર જે બેંક બ્રાન્ચથી પેન્શન લે છે, પહેલાં પોતાના જીવતા હોવાનો પુરાવા તરીકે તેને સંબંધિત બ્રાન્ચમાં રજુ થવાનું રહેતું હતું. આ પેંશનર્સ માટે ઘણી મુશ્કેલી ઉભી કરતું હતું, ખાસ કરીને ખરાબ સ્વાસ્થ્ય વાળા પેંશનર્સ અથવા તો બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયેલા પેંશનર્સ માટે. પેંશનર્સની સગવડ માટે સરકારે નવેમ્બર 2014માં જીવન પ્રમાણ સુવિધા લોન્ચ કરી છે. તેના આવવાથી હવે પેંશનર્સને બેંકની તે બ્રાન્ચમાં જઈને લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની જરૂર નહીં રહે, જ્યાં તેનું પેન્શન આવે છે.

image source

કેવી રીતે બને છે જીવન પ્રમાણ સર્ટિફિકેટ ?

તમારે તમારું ઓરિજિનલ PPO, આધાર કાર્ડ, બેંક પાસબુક, આ બધાની ફોટોકોપી, પેંશન સેંક્શનિંગ ઓથોરિટીનું નામ સર્ટિફિકેટને નજીકની બેંક બ્રાન્ચ, CSC અથવા તો સરકારી ઓફિસનું એડ્રેસ jeevanpramaan.gov.in પર લોકેટ સેંટરમાં જમા કરાવવાનું હોય છે. ડિજિટલલાઇફ સર્ટિફિકેટને આધાર નંબરથી ત્યારે જ ઓથેંટિકેટ કરી શકાય છે, જ્યારે પેંશનરનું અકાઉન્ટ આધાર નંબર સાથે લિંક હોય. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટના સક્સેસફુલ સબમિશન બાદ પેંશનરને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS આવી જાય છે, જેમાં ટ્રાન્ઝેક્શન આઈડી હોય છે. આ આઈડીના ઉપયોગથી પેંશનર jeevanpramaan.gov.in થી કંપ્યુટર જનરેટેડ લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે.

ઉમંગ એપ દ્વારા સબમિશન

ઉમંગ એપ પર જીવન પ્રમાણ સર્ચ કરવાનું રહેશે અને જનરેટ લાઇફ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનુ રહેશે. ત્યાર બાદ પેંશનર ઓથેન્ટિકેશન પેજ ખુલી જશે. તેમાં જરૂરી ઇન્ફોર્મેશન ભરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી શકાય છે.

image source

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે રજિસ્ટ્રેશન

તેના માટે CSC, બેંકો તેમજ સરકારી કાર્યાલયો દ્વારા ચલાવવામાં આવી રહેલા જીવન પ્રમાણ સેંટર દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. અથવા તો કંપ્યુટર, મોબાઈલ કે પછી ટેબલેટ પર ક્લાઇંટ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. તેની સંપૂર્ણ જાણકારી https://jeevanpramaan.gov.in/#certificate પરથી, https://jeevanpramaan.gov.in/app/faq પરથી અને https://jeevanpramaan.gov.in/newassets/docs/procedures_for_DLC_Ver1_0.pdf પરથી મળી જાય છે.

લાઇફ સર્ટિફિકેટ સાથે જોડાયેલી જરૂરી વાતો

જો પેંશનરની બીજી વાર નોકરી લાગી ગઈ હોય અથવા તો ફેમિલી પેંશનરના ફરીથી લગ્ન થઈ ગયા હોય તો લાઇફ સર્ટિફિકેટ માત્ર ફિઝિકલ ફોર્મેટમાં જ જમા કરાવવાનુ રહેશે. જીવન પ્રમાણ આખા જીવન માટે વેલિડ નથી હોતું. તેનો વેલિડિટિ પિરિયડ એટલે કે તેની વૈધતા અવધિ પેંશન સેંક્શનિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો પ્રમાણે હોય છે. આ વેલિડિટી પિરિયટ પુરો થઈ ગયા બાદ નવા સર્ટિફિકેટની જરૂર પડે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.