માત્ર આટલા દિવસ પછી ખૂલી જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જાણો દરરોજ કેટલા લોકોને મળશે પ્રવેશ…

દેશભરમાં અનલોક 5ની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હવે નવરાત્રિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ પ્રવાસના સ્થળો ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષીત કરનાર સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ પ્રથમ નવરાત્રીએ એટલે કે 17 ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.

image source

જો કે તે દરમિયા કોવિડ 19ની તમામ ગાઇડ લાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત એન્ટ્રી પણ તબક્કાવાર અને ટાઇમ સ્લોટ પ્રમાણે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ સહિતના સ્થળો ખુલ્લા મુકી દેવામાં આવ્યા હતા. એક દિવસમાં ૨5૦૦ પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે અને વ્યુઇંગ ગેલેરીમાં માત્ર ૫૦૦ લોકોને જ પ્રવેશ અપાશે.

image source

કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય અને લોકો ફરવા માટે આવી પણ શકે તે માટે ખાસ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેથી ઓનલાઇન બુકિંગને જ માન્ય રાખવામાં આવશે. રોજિંદી રીતે માત્ર 2500 લોકોનું જ બુકિંગ કરવામાં આવશે. આ પ્રવાસીઓ પૈકી માત્ર 500 પ્રવાસીને 153 મીટરના લેવલ પર સ્થિત વ્યૂઇંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે.

image source

હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જનારા પ્રવાસીઓને માત્ર ઓનલાઇન ટિકિટ મળશે. તંત્ર દ્વારા જણાવાયા અનુસાર પ્રવાસીઓને દર બે કલાકના સ્લોટમાં ઓનલાઇન ધોરણે જ અધિકૃત વેબસાઇટ પરથી જ ટિકિટ મેળવી શકશે. જે સ્લોટની ટિકિટ હશે તે સમયે જ પ્રવેશ આપવામાં આવશે. કોઇ પણ પ્રકારની ટિકિટ બારી પરથી રૂબરૂમાં ટિકિટ ઇશ્યું કરવામાં આવતી નથી.

image source

આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એક્તા દિવસની ઉજવણી માટે આવનાર છે. જે માટે તંત્ર દ્વારા પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોના સંકટ બાદ દેશ ફરી કામ પર આવી ચૂક્યો છે ત્યારે આ સ્થળો ચાલુ કરીને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ આપવાની તૈયારીઓ સરકારે શરૂ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span