ઐતિહાસિક ભૂમિદાન: ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને દાનમાં મળી 253 વીઘા જમીન, કિંમત જાણીને ચોંકી જશો તમે પણ

ઐતિહાસિક ભૂમિદાન: ઊંઝાના ઉમિયા માતાજી સંસ્થાનને એક ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે ૨૫૩ વીઘા જમીનનું ભૂમિદાન.

મહેસાણા જીલ્લાના ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને હાલમાં જ ઐતિહાસિક ભૂમિદાન આપવામાં આવ્યું છે. ઊંઝામાં આવેલ ઉમિયા માતાજી સંસ્થાનને ૨૫૩ વીઘા જમીનનું ભૂમિદાન આપવામાં આવ્યું છે. એક સમૂહ દ્વારા આટલા મોટા ભૂમિદાન આપવાનો આ પ્રથમ અવસર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

image source

-ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મંદિરને ૨૫૩ વીઘા જમીનનું ભૂમિદાન આપવામાં આવ્યું છે.

-૪૮ કડવા પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ દ્વારા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને ભૂમિદાન આપવામાં આવ્યું છે.

-ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભૂમિદાનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું છે.

મહેસાણા જીલ્લાના ઊંઝા ગામના ઉમિયા માતાજી સંસ્થાનને શોભાસણ, ટેંચાવા, પીપળદર અને વિજાપુરની નજીકમાં જ આવેલ જમીનનું દાન આપવામાં આવ્યું છે. આ જમીનનું દાન ૪૮ કડવા પાટીદાર સમાજ, અમદાવાદના પ્રમુખ જે. એસ. પટેલ અને તેમના વેવાઈ અને ભાગીદાર એવા પૂર્વ મંત્રી અરવિંદ ત્રિભોવનદાસ પટેલ દ્વારા આ ભૂમિદાન આપવામાં આવ્યું છે.

અમદાવાદના પ્રમુખ જે. એસ. પટેલ અને તેમના વેવાઈ અને ભાગીદાર એવા પૂર્વ મંત્રી અરવિંદ ત્રિભોવનદાસ પટેલના એક જ ગ્રુપ દ્વારા આટલી મોટી જમીનનું ભૂમિદાન મળવાનો આ પહેલો પ્રસંગ ઊંઝાના ઉમિયા માતાજી સંસ્થાનને આપવામાં આવ્યા હોવાનો અવસર આવ્યો છે. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનએ આ પ્રાપ્ત થયેલ ભૂમિદાનની જમીન વિષે યોગ્ય નિર્ણય લીધા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ઊંઝાના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભૂમિદાન આપનાર વ્યક્તિઓના સન્માન કરવામાં આવ્યું છે.

મહેસાણા જીલ્લાના ઊંઝા ગામમાં આવેલ ઉમિયા માતાજી મંદિર દ્વારા ગયા વર્ષે ખુબ જ ધૂમધામથી ઉમિયા માતાજીના પ્રાગટ્યનો પાટોત્સવની ઉજવણી મોટાપાયે કરવામાં આવી હતી. આ પાટોત્સવમાં ભાગ લેવા માટે દેશ માંથી નહી પરંતુ આખી દુનિયામાં રહેતા પાટીદાર સમાજના લોકો તેમજ અન્ય ઉમિયા માતાજીના ભક્તો ખાસ પાટોત્સવ નિમિત્તે હાજર રહેવા માટે મહિના પહેલાથી જ બસ અને ટ્રેનની ટીકીટ માટે બુકિંગ કરાવી દેવામાં આવ્યું હતું.

image source

ઊંઝામાં આવેલ ઉમિયા માતાજીના મંદિરના સંસ્થાન દ્વારા આ પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે ઘણા મહિનાઓ પહેલાથી ઘણા જ જોરશોરથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. ઉમિયા માતાજીના પ્રાગટ્ય અવસર નિમિત્તે રાખવામાં આવેલ નવચંડી યજ્ઞની પુર્ણાહુતી સમયે ઉમિયા માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી આવ્યું હતું. આમ ભક્તોએ પોતાની અનન્ય ભક્તિનું પ્રદર્શન કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.