આજથી આખા દેશમાં અનલોક-5 લાગુ, આટલી વસ્તુ મુકાઈ ખુલ્લી, જાણી લો તમારા ફાયદાની વાત

આજથી દેશભરમાં અનલોક-5 લાગુ થઈ જશે, ત્યારે ગુજરાતમાં પણ અનલોક-5 (unlock 5) નું પાલન થશે. જે મુજબ આજથી ગુજરાતમાં પણ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલ ખુલ્લા મૂકાશે. ત્યારે લોકોમાં આ માટે ઉત્સાહ જોવા મળ્યો છે. તો સાથે જ મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્કના ધંધા 7 મહિનાથી બંધ પડ્યા હતા, જે આજથી ફરીથી ધમધમતા થશે.

image source

કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબરથી થિયેટર શરૂ કરવા મજૂરી આપવામાં આવી છે. જે મુજબ, અમદાવાદ, સુરત સહિતના નાના-મોટા શહેરોમાં થિયેટરોમાં માત્ર ગુજરાતી મુવી બતાવવામાં આવશે. હા માત્ર ગુજરાતી મુવી બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ, થિયેટરમાં સરકારની sop મુજબ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ તૈયારીઓ ચાલતી હોવાથી મલ્ટિપ્લેક્સ થિયેટરો 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં.આવશે. મુવી જોવા ઈચ્છતા દર્શકોએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે. દરેક દર્શકોએ થિયેટરમાં સામાજિક અંતર અને માસ્ક પફેરવું ફરજીયાત રહેશે. રાત્રે 10 વાગ્યા સુધી જ થિયેટર ખુલ્લા રહેશે. એક અઠવાડિયું થિયેટર ચલાવ્યા બાદ સમય- શો વધારવા અંગે નિર્ણય લેવાશે. સમગ્ર થિયેટરમાં ખાસ કરીને તમામ સીટો સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. ગાઈડલાઈન મુજબ દર્શકો ઓર્ડર કરે તે નાસ્તો પેકીંગમાં આપવામાં આવશે. 7 મહિના બાદ ફરી શરુ થઈ રહેલા થિયેટરમાં હાલ ટીકીટના દરો વધારવામાં આવશે નહીં.

શાળાઓ

image soucre

કેન્દ્ર સરકારે તબક્કાવાર રીતે શાળાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ છેલ્લે તો રાજ્ય સરકારો દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના મોટાભાગના રાજ્યોએ હજુ સુધી શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો નથી. પંજાબ અને ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યોએ શાળાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. પંજાબમાં 15 ઓક્ટોબર અને ઉત્તર પ્રદેશમાં 19 ઓક્ટોબરથી શાળાઓ ખોલવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી જાહેરત પ્રમાણે શાળાઓ ફરીથી ખોલવા માટેના વ્યાપક માર્ગદર્શિકામાં /ઓનલાઇન / અંતર શિક્ષણ, માતાપિતાની હાજરીની લેખિત મંજૂરી, શિફ્ટના વર્ગ, હાજરીમાં સુગમતા, ત્રણ અઠવાડિયા માટે આકારણી, વગેરે વસ્તુઓ શામેલ છે

સ્વિમિંગ પૂલ

image source

સ્વિમિંગ પૂલ ફરીથી ખોલવા માટે રમત મંત્રાલય દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે. ફક્ત 20 તરવૈયાઓને ઓલિમ્પિક કદના પૂલમાં સીઝન દરમિયાન તાલીમ આપવામાં આવશે. દરેક તાલીમ કેન્દ્રમાં તાલીમાર્થીઓ, કોચ અને સ્ટાફને માર્ગદર્શન અને દેખરેખ માટે કોરોના ટાસ્ક ફોર્સ હશે.

સિનેમા હોલ

image soucre

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો અનુસાર સિનેમા હોલમાં એક બાદ એક સીટ ખાલી રાખવામાં આવશે, હોલની કુલ ક્ષમતાના 50% જ દર્શક અંદર અંદર આવી શકશે. સિનેમા હોલમાં આવનાર તમામને ફરજીયાત માસ્ક પહેરવું પડશે. હોલની અંદર વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા રાખવી જરૂરી છે અને એસીનું તાપમાન 23 ડિગ્રીથી વધુનું રાખવું પડશે. જે બેઠક પર દર્શક નહીં બેસી શકે તેના પર ક્રોસ માર્ક લગાવવામાં આવેલ હશે. સિનેમા હોલમાં અંદર આવનાર તમામના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી ફરજીયાત છે. ફિલ્મ જોતા સમયે કોઈ પણ પ્રકારની ખાણીપીણી પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. આજથી દેશના 10 રાજ્યોમાં અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સિલ્વર સ્ક્રીન જીવંત થશે. સમાચાર એજન્સીએ પીવીઆરના અહેવાલથી જણાવ્યું છે કે ગુરુવારથી પીવીઆરના 487 સ્ક્રીન પર ફિલ્મો જોવા મળશે.

એન્ટરટેઇનમેન્ટ પાર્ક

image source

અનલોક-5 અંતર્ગત આજથી એન્ટરટેઇનમેન્ટ પાર્ક પણ ખૂલી શકશે. ગાઈડલાઈન્સ પ્રમાણે વાત કરીએ તો પાર્ક ખોલતાં પહેલાં અને બંધ કર્યા પછી ક્લિનિંગ અને સેનિટાઈઝેશન જરૂરી રહેશે. વોટર પાર્કમાં પાણીની સતત સફાઈનું ધ્યાન રાખવાનું રહેશે. તો આજથી સ્વિમિંગ પુલને શરૂ કરવા પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં પુલમાં એક સમયે માત્ર 20 સ્વિમરને જ એન્ટ્રી મળશે. તો સાથે જ સ્વિમરે પોતાનો કોવિડ નેગેટિવ ટેસ્ટ પણ સબમિટ કરવાનો રહેશે.

સુરતમાં પણ આજથી બાગ બગીચા ખુલ્લા મૂકાશે

image source

સુરત આજથી તમામ બાગ બગીચા ખુલ્લા મૂકવામાં આવશે. જોકે, બગીચાઓમાં વૃદ્ધ અને નાના બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. છતાં આજે અનેક ગાર્ડનમાં વૃદ્ધો જોવા મળ્યા હતા. પહેલા જ દિવસે મનપાની ગાઈડલાઇનનું પાલન થયેલુ જોવા મળ્યુ ન હતું. તો બોજી તરફ, મોટાભાગના લોકો મોઢા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span