આ અભિનેત્રીએ ભાઇના લગ્નમાં પહેરી જોરદાર મોંધી સાડી, કિંમત તો જાણો!

બોલીવૂડ તેના ગ્લેમર માટે જાણીતું છે અને આ ગ્લેમરમાં સૌથી મોટો ફાળો હોય તો તે છે વસ્ત્રોનો. બોલીવૂડની અભિનેત્રીઓ આકર્ષક દેખાવા માટે લાખો રૂપિયાના વસ્ત્રો પહેરે છે. આ વસ્ત્રો વેસ્ટર્ન પણ હોય છે અને ભારતીય પણ હોય છે. ભારતના અવ્વલ દરજાના ફેશન ડિઝાઈનર્સ જેમ કે મનિષ મલ્હોત્રા, સબ્યસાચી જેવા ડિઝાઈનર્સ પોતાના વસ્ત્રો લાખો રૂપિચયામાં વેચે છે. અને બોલીવૂડ એક્ટ્રેસિસ તેને હોંશે હોંશે પહેરે છે.

Image Source

અને વાત જ્યારે બોલીવૂડ સ્ટારના ઘરના પ્રસંગની હોય ત્યારે તો તેઓ પોતાના દેખાવમાં ચારચાંદ લગાવી દે છે. અને ખર્ચો કરવામા જરા પણ પાછુ વળીને નથી જોતા. થોડા સમય પહેલાં ઉર્વશી રાઉતેલા તેના ઘરના પ્રસંગમાં અત્યંત મોંઘી સાડીમાં જોવા મળી હતી. અને આ સાડી એટલી મોંઘી હતી કે તેમાંથી એક લક્ઝરિયસ કાર તમે વસાવી શકો.

Image Source

પ્રસંગ હતો તેના કઝીન બ્રધરના લગ્નનો

ઉર્વશી રાઉતેલાના પિતરાઈ ભાઈના લગ્ન ઉત્તરાખંડ ખાતે યોજવામાં આવ્યા હતા. આ ખાસ ઇવેન્ટમાં ઉર્વશીએ ખૂબ જ મોંઘેરી અધધધ કિંમતની સાડી પહેરી હતી. આ સાડી કસ્ટમ મેડ હતી, તેના પર ઝરી, અને સ્ટોનનું હેન્ડમેઇડ બાઈરક વર્ક કરવામાં આવ્યું હતું. સાડીનું મટીરીયલ નેટ બેઝ્ડ હતું. ભરચક હેન્ડ એમ્બ્રોઇડરી વર્ક વાળો બ્લાઉઝ આ એક ડિઝાઈનર સાડી હતી. તેના બ્લાઉઝ પર પણ હેન્ડ મેઇડ ભરચક સ્ટોનવર્ક કરવાં આવ્યુ હતું. અને સ્ટોનવર્કના કારણે આ સાડીનું વજન પણ ખૂબ થઈ ગયું હતું. મળેલી માહિતી પ્રમાણે આ સાડીનું વજન 40 કિલો હતું અને આ સાડીને બનાવવા પાછળ સાત મહિનાનો સમય લાગ્યો હતો. કહેવાય છે કે સાડી ઉર્વશીને 55 લાખમાં પડી હતી.

Image Source

શા માટે સાડી આટલી મોંઘી બની

આ સાડીમાં પર્લ એટલે કે મોતી અને સ્ટોનનું બારીક વર્ક કરવામાં આવ્યું હતું અને તેના કારણે જ તેની કિંમત વધી ગઈ હતી. હવે સાડી આટલી મોંઘી હોય તો તેની સાથેના ઘરેણા પણ જેવા તેવા તો ન જ હોય. ઉર્વશીએ આ સાડી સાથે 28 લાખ રૂપિયાના ઘરેણા પહેર્યા હતા. આમ કહેવા જઈએ તો ઉર્વશીએ પિતરાઈ ભાઈના લગ્નમાં તેના લૂક પાછળ જ એક કરોડ જેટલા તો ખર્ચી નાખ્યા હતા. ઉર્વશી રાઉતેલાને બોલીવૂડની ફિલ્મોમાં તો જોઈએ તેટલી સફળતા હજુ સુધી મળી શકી નથી પણ તેણી એક સફળ મોડેલ છે તેવું કહી શકાય.

Image Source

તેણી મિસ દીવા યુનિવર્સ 2015 રહી ચુકી છે. ત્યાર બાદ તેણીએ મિસ યુનિવર્સ 2015માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણીએ સિંઘ સાબ ધ ગ્રેટ ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેણી સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4, અને પાગલપંતિ ફિલ્મમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે તેનો જન્મ હરિદ્વારમાં થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.