‘ઉત્તર રામાયણ’ અને ‘શ્રીકૃષ્ણ’ ધારાવાહિકનું પણ થશે પુનઃપ્રસારણ, જાણો ક્યારે શરુ થશે દુરદર્શન પર આ બન્ને શો.
‘ઉત્તર રામાયણ’ અને ‘શ્રીકૃષ્ણ’ ધારાવાહિકનું પણ થશે પુનઃપ્રસારણ, જાણો ક્યારે શરુ થશે દુરદર્શન પર આ બન્ને શો.
દેશમાં લોકડાઉનની વચ્ચે સરકારે દર્શકોને જુના સીરીયલ્સને પુનઃપ્રસારિત કરીને ખાસ ગીફ્ટ આપી. દુરદર્શન પર ૮૦ અને ૯૦ના દશકની કેટલીક સીરીયલ્સને પુનઃપ્રસારિત કરવામાં આવી છે. એમાં રામાનંદ સાગરની ‘રામાયણ’ અને ‘મહાભારત’ સીરીયલ ખુબ ચર્ચામાં છે. આ બંને સિરીયલને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. જૂની સીરીય્લ્સને મળી રહેલ પ્રેમને જોઇને હવે દુરદર્શનએ પોતાના બીજા બે પૌરાણિક સીરીયલ્સનું પુનઃપ્રસારણ કરવાનો નિર્ણય લીધો છે.

આ બન્ને પૌરાણિક સીરીયલ્સના નામ છે: ‘લવકુશ’ અને ‘શ્રીકૃષ્ણ’ છે. આ બંને સીરીયલ ૯૦ના દશકની ચર્ચિત સીરીયલ્સમાંની એક છે. લવકુશ ‘ઉત્તર રામાયણ’ના નામથી જાણવામાં આવે છે. તેનું પ્રસારણ ૧૯ એપ્રિલની રાતના નવ વાગે થશે. જયારે સવારના નવ વાગ્યે રાતના એપિસોડનું રીપીટ ટેલીકાસ્ટ થશે. આ વાતની જાણકારી પ્રસારણ ભારતીના સીઈઓ શશી શેખરએ ટ્વીટર દ્વારા આપી છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું છે કે, ‘શ્રીકૃષ્ણ’ના પણ ફરી પ્રસારિત કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
શશી શેખરે ‘લવકુશ’ અને ‘શ્રીકૃષ્ણ’ વિષે જાણકારી આપતા જણાવ્યું છે કે, ‘કેટલાક રાજ્યોમાં સવારે દુરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોના માધ્યમથી એજ્યુકેશન કલાસીસ શરુ કરી દેવામાં આવ્યા છે. રવિવાર રાતના ૯ વાગ્યાથી ‘ઉત્તરકાંડ’ સંબંધિત એપિસોડ, જે ‘ઉત્તર રામાયણ’ના રૂપમાં નિર્મિત કરવામાં આવ્યા છે, તેનું પ્રસારણ થવા લાગશે.’

શશી શેખરએ બીજું ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે કે, કાલે એટલે કે શનિવાર સવારે અને રાતના નવ વાગ્યે ‘રામાયણ’ના યુદ્ધકાંડના બાકીના એપિસોડ પ્રસારિત કરવામાં આવશે, જેથી ‘ઉત્તરકાંડ’ની શરુઆતથી પહેલા મુખ્ય સ્ટોરીલાઈનનું સમાપન થઈ શકે.’ ખાસ વાત છે કે, ‘લવકુશ’ સીરીયલને ‘રામાયણ’ સીરીયલના સમય પર બતાવવામાં આવશે.
ત્યાંજ એક યુઝરે શશી શેખરના ટ્વીટ પર કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘શ્રીકૃષ્ણ’ પણ બતાવી જ દો સર. આ કમેન્ટના જવાબમાં શશી લખે છે કે, ‘અમે તેની પર કામ કરી રહ્યા છીએ. જલ્દી જ આપને અપડેટ આપીશું. જોતા રહો.’ આપને જણાવી દઈએ કે, રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત રામાયણ સીરીયલની શરુઆત વર્ષ ૧૯૮૭માં થઈ હતી. ગયા મહીને ૨૮ માર્ચના ‘રામાયણ’ના દુરદર્શન પર પુનઃપ્રસારણ થયું, ત્યારપછી આ સીરીયલએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડતા આ ટીવી પર સૌથી વધારે જોવામાં આવતી સીરીયલ બની ગઈ.