અરે વાહ ભાઈ વાહ, આવતા મહિને જ આવી જશે કોરોનાની વેક્સિન, જુઓ હૉસ્પિટલોમાં કઈ રીતે શરૂ કરાઈ તૈયારી

હાલમાં ગુજરાતમાં તો કોરોના થોડો ધીમો પડ્યો છે અને વિશ્નમાં પણ કોરોની અસર હવે ધીરે ધીરે ઘટી રહી છે. પરંતુ હજુ કોરોના ગયો નથી અને વેક્સીન પણ મળી નથી. તેથી દરેક સરકાર તેની જનતાને આ વાયરસથી ચેતીને રહેવા માટે જણાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે આખી દુનિયા માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. તો આવો જાણીએ કે શું છે આ સમાચાર. બ્રિટનમાં હૉસ્પિટલોને કોરોના વાયરસ વેક્સિન લગાવવા માટે તૈયારીઓ શરુ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હૉસ્પિટલોના સ્ટાફને કહેવામાં આવ્યું છે કે જલદી તેમને ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિનનો પહેલો જથ્થો સોંપી દેવામાં આવશે.

11 લાખ 50 હજાર લોકોના મોત

image soucre

આ વિશે હૉસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે તેઓ 2 નવેમ્બરથી શરૂ થઇ રહેલા અઠવાડિયાથી કોરોના વાયરસ વેક્સિનને લગાવવાની તૈયારી શરૂ કરી દે. ઑક્સફૉર્ડની કોરોના વાયરસ વેક્સિનને આ મહામારીના નાશ માટે ગેમચેન્જર માનવામાં આવી રહી છે. અત્યાર સુધી ટ્રાયલમાં આ વેક્સિનના પ્રભાવશાળી પરિણામ સામે આવ્યા છે. કોરોના વાયરસથી અત્યાર સુધી 11 લાખ 50 હજાર લોકો માર્યા ગયા છે. તો દુનિયાભરની અર્થવ્યવસ્થા પણ તબાહીના સ્તર પર પહોંચી ગઈ છે.

5 જગ્યાએ વેક્સિન લગાવવાની સુવિધા

image soucre

આ બધાની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઑક્સફૉર્ડ, ફાઇઝર અને બાયોટેકની કોરોના વાયરસ વેક્સિનને જલદી મંજૂરી મળી જશે. ઑક્સફૉર્ડની કોરોના વાયરસ વેક્સિનને AZD1222 Or ChdOx1 nCoV-19 નામ આપવામાં આવ્યું છે. આને ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીએ એસ્ટ્રાજેનેકા સાથે મળીને તૈયાર કરી છે. બ્રિટનનું નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં 5 જગ્યાએ વેક્સિન લગાવવાની સુવિધા આપી રહ્યું છે. આ માટે એનએચએસના હજારો કર્મચારી આ જગ્યાએ તૈનાત કરવામાં આવશે.

10 કરોડ ડોઝના ઑર્ડર આપી દીધા

image source

આ પ્રમાણે વાત કરીએ તો દરરોજ ઓછામાં ઓછા 10 હજાર લોકોને કોરોનાની રસી આપવાની યોજના છે. એક રિપોર્ટ પ્રમાણે રસીકરણ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણથી સૌથી વધારે ખતરાનો સામનો કરી રહેલા લોકોને સૌથી પહેલા બોલાવવામાં આવશે. કોરોનાની રસી લગાવવા માટે લીડ્સ, હલ અને લંડનમાં સેન્ટર બનાવવામાં આવશે. આ કેન્દ્રો પર ટ્રેઈની નર્સ અને પેરામેડિક્સને તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઇલ યૂનિટને પણ તૈયાર કરવામાં આવશે, જે જરૂરિયાતમંદ લોકો અને કેયર હોમ્સ સુધી જશે. બ્રિટનની સરકારે વેક્સિનને પરવાનગી મળવાથી પહેલા જ 10 કરોડ ડોઝના ઑર્ડર આપી દીધા છે. ઑક્સફૉર્ડની વેક્સિનને એક વ્યક્તિએ બે વાર લગાવવાની હશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોનાવાયરસની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યાં એક સમયે 1400થી વધુ કેસ નોંધાતા હતા ત્યારે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 992 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,69,073એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3698એ પહોંચ્યો છે. જ્યારે 1238 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.84 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,927 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 58,45,715 ટેસ્ટ કરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.