વડાપાવ – બાળકોને બહારના વડાપાવ નહિ પણ ઘરે જ બનાવી આપો આ ટેસ્ટી વડાપાવ…

નમસ્તે મિત્રો…!!!

આજ કાલ લોકો ને નવું નવું , ખાવા નો શોખ દરેક ને હોય છે, એક ની એક વસ્તુ ઘર ના લોકો, ને બાળકો પણ કંટાળી જાય છે, પણ જો નવું બનાવીને આપીએ બાળકો ને પણ મઝા પડી જાય વડા પાવ તો લગ ભગ બધા ને ભાવતું હોય છે, ચોમસા, માં, તો ખાવા ની મઝા કંઇક અલગ છે.

🔶 આજે હું તમારા માટે લઈને આવી છું, સ્ટ્રીટ ફૂડ “વડાપાઉં” ની રેસિપી…

🌹” વડાપાઉં ” 🌹

વડા પાવ ના પાવ એક પેકેટ

🔶 સૂકી ચટણી બનાવવા માટે

💠 જરૂરી સામગ્રી:

 • – લસણ ૧૦ થી ૧૨ કળી ( પસંદ પ્રમાણે )
 • – સીંગદાણા ૩ ચમચી
 • – સૂકા ટોપરાનું છીણ ૩ ચમચી
 • – સફેદ તલ ૨ ચમચી
 • – મીઠું અને લાલ મરચું સ્વાદ અનુસાર

💠 બનાવવાની રીત:

– સૌપ્રથમ ગેસ પર કડાઈ મૂકી અડધી ચમચી તેલ નાખો.

– ત્યારબાદ તેમાં લસણની કળીઓ ઉમેરી સાંતળી લો.

– પછી તેમાં સીંગદાણા નાખી, લસણ અને સીંગદાણા ધીમી આંચે શેકાવા દો.

– સીંગદાણા શેકાઈ જાય એટલે તેમાં તલ અને સૂકા ટોપરાનું છીણ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

– હવે તે મિશ્રણ ને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ઠંડુ થવા દો.

– ઠંડુ થઈ ગયા બાદ તેમાં મીઠું અને લાલ મરચું સ્વાદ અનુસાર ઉમેરી બધું બરાબર મિક્સ કરી તેને મિક્સરમાં પીસી લો.

– તો તૈયાર છે વડાપાઉં ની સૂકી ચટણી…!!

🔶 બટેટા વડા બનાવવા માટે

💠 જરૂરી સામગ્રી:

 • – બટેટા ૫૦૦ ગ્રામ
 • – ચણાનો લોટ જરૂર મુજબ
 • – લીલાં મરચાંની પેસ્ટ
 • – ઝીણી સમારેલી કોથમીર
 • – લીંબુ ૧/૨ નંગ
 • – મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો સ્વાદ અનુસાર
 • – તેલ તળવા માટે
 • કોથમીર ફુદીના ચટણી
 • એક વાટકી કોથમીર
 • 10 પતા ફુદીના
 • 3 લીલા મરચા
 • મીઠું
 • એક ચમચી લીબૂનો રસ
 • પાણી 2 થી 3ચમચી

કોથમીર ફુદીના ચટણી માટે સૌ પ્રથમ એક જાર મા ફુદીના, કોથમીર , લીલાં મરચાં નાખી મીઠું પાણી સહેજ નાખી ચટણી બનાવી ઉપર લીબુ નો રસ નાખવો.

💠 બનાવવાની રીત:

– સૌપ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, ચપટી હળદર અને પાણી ઉમેરી ભજીયા માટેનું ખીરું તૈયાર કરી લો.

– ત્યારબાદ બટેટા બાફી લો.બટેટા બફાઈ જાય એટલે તેને હાથ વડે મસળી માવો બનાવી લો.

– હવે કડાઈ માં ૧ ચમચી જેટલું તેલ ગરમ મૂકી તેમાં ચપટી રાઈ ઉમેરો.રાઈ કકળી જાય એટલે ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી લો.

– પછી તેમાં બટેટાનો માવો, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, લીંબુ, લીલાં મરચાંની પેસ્ટ અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવી બધું બરાબર મિક્સ કરી બટેટા વડા નો માવો તૈયાર કરી લો.

– તૈયાર કરેલા બટેટા વડા ના માવામાંથી થોડી મોટી સાઇઝ ની ગોળીઓ બનાવી લો.

– ગેસ પર તેલ ગરમ મૂકી મીડીયમ આંચે બટેટા વડા તળી લો.

🔶 વડાપાઉં બનાવવા માટે

💠 પાઉં ને વચ્ચેથી કટ કરી લો. ત્યારબાદ ગેસ પર તવી કે પેન ધીમી આંચે ગરમ મૂકી તેમાં તેલ નાખી, વડા ની અ દર લીલી ચટણી, સૂકી ચટણી , પછી બટાકા વડા મૂકી તવા પર તેલ લગાવી શેકવું. પાઉં ને બંને બાજુ તેલ કે બટર મૂકી શેકી લો.

💠 તો તૈયાર છે ગરમા ગરમ “વડાપાઉં”… સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

આશા રાખી શકું તમને વડાપાવ જરૂર થી પસંદ આવે

રસોઈની રાણી : ફોરમ ભોજક અમદાવાદ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.