વધેલા ભાતમાંથી બનેલા સ્પોન્જી રસગુલ્લા નાના મોટા દરેકને પસંદ આવશે…

રસગુલ્લાનું નામ સાંભળતાની સાથે જ આપણા મોં માંથી રસગુલ્લાની ચાસણીની જેમ પાણી છૂટી જાય છે. તમે જાણતા જ હશો કે રસગુલ્લા આપણે ઘરે બનાવવાનું ટાળતા હોઈએ છીએ. સામાન્ય રીતે બજારમાંથી ખરીદવાનું પસંદ કરતા હોઈએ છીએ.

એવી ઝંઝટ કોણ કરે એવું વિચારીને ઘરે નથી બનાવતા. પરંતુ હું આજે એકદમ સરળ રીત અને એવી સામગ્રીના ઉપયોગથી રસગુલ્લાની વાનગી લઈને આવી છું કે તમને થશે હવે ઘરે જ બનાઉ…

તમને જાણીને નવાઈ લાગશે કે રસગુલ્લાની વાનગી આજે વેસ્ટમાંથી બેસ્ટ બનવાની છે…. આજે હું વધેલા ભાત માંથી રસગુલ્લા બનાવાની છુ… ખૂબ સરળતાથી અને એકદમ ઓછી સામગ્રીમાંથી બનાવી શકશો રસગુલ્લા. આ રીતે ઘરે જ બનાવો રસગુલ્લા.

ભાત વધે તો આપણે તેમાંથી મુઠીયા , થેપલા બનાવતા હોઈએ છીએ કે પછી ખીચડીમાં તેનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે વધેલા ભાતમાંથી તમે ટેસ્ટી રસગુલ્લા પણ બનાવી શકો છો? જી હા, વધેલા ભાતમાંથી બનાવેલા આ રસગુલ્લા એટલા સ્વાદિષ્ટ લાગશે કે તમે બહારથી રસગુલ્લા મંગાવવાનુ ભૂલી જશો

“વેસ્ટ માંથી બેસ્ટ લેફ્ટઓવેર રાઈસ ના રસગુલ્લા”

  • 1 નાની ચમચી – આરા લોટ,
  • 1 નાની ચમચી – મેંદો
  • 1 મોટો ચમચો – મિલ્ક પાવડર,
  • 1 મોટી ચમચી – ઘી,
  • દોઢ કપ – ખાંડ,
  • 3 કપ – પાણી
  • અને દોઢ કપ – જેટલા ભાત

રીત :-

સૌથી પહેલા ભાતને મિક્સર બ્લેન્ડરમાં નાંખીને તેને સહેજ કરકરો પીસી લો. ખાસ ધ્યાન રાખો કે મિક્સરને 1 નંબર પર જ ફેરવવુ. તેનાથી વધુ પર ફેરવશો તો ભાતની પેસ્ટ વધુ પડતી સ્મૂધ થઈ જશે.

એક પ્લેટ પર ઘી લગાવી તેની સપાટી ચીકણી કરી લો અને તેના પર પીસેલા ભાત કાઢી લો.

આ પેસ્ટમાં મેંદો, આરા લોટ, મિલ્ક પાવડર નાંખીને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણનો લોટ જેટલો વધારે મસળશો રસગુલ્લા તેટલા વધારે સોફ્ટ બનશે.

રસગુલ્લા બનાવવા માટે તમારુ મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણમાંથી રસગુલ્લા બનાવવાના નાના નાના બોલ્સ તૈયાર કરી લો.

એક ગેસ પર પેનમાં પાણી અને ખાંડ નાંખીને 4થી 5 મિનિટ સુધી તેને ઉકાળો. આટલુ કરશો તો રસગુલ્લા માટે જરૂરી ચાસણી તૈયાર થઈ જશે.

ચાસણી તૈયાર થઈ જાય એટલે રસગુલ્લા પેનમાં નાંખી દો અને 2-3 મિનિટ પછી ગેસ મિડિયમ કરીને 2 મિનિટ સુધી રસગુલ્લાને સીજવા દો.

ત્યાર બાદ રસગુલ્લાને ઉથલાવી નાંખો અને તેને બીજી સાઈડ સીજવા દો. ગેસ ધીમો અને મિડીયમ કરતા કરતા 10થી 15 મિનિટ સુધી રસગુલ્લા તૈયાર કરો.

તૈયાર છે વધેલા ભાતમાંથી બનેલા સ્પોન્જી રસગુલ્લા

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.