વધેલી રોટલીનો નાસ્તો – આલુ પરાઠા તો ખાતા જ હશો હવે એકવાર આ વાનગી પણ જરૂર બનાવજો

વધેલી રોટલી નો નાસ્તો:-

• મિત્રો જો તમારાથી ઘરમાં વધારે રોટલી બની જાય તો ચિંતા ના કરતા આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ યુનિક એવો વધેલી રોટલી માંથી બનતો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. અને જો તમારા બાળકોને રોટલી ના ભાવતી હોય અને રોટલી ખાતાં ના હોય તો પણ તમે આ ટેસ્ટી નાસ્તો બનાવીને આપશો તો હોંશે હોંશે ખાવા લાગશે. તો આ રોટલી નો હેલ્ધી નાસ્તો નાના બાળકો થી લઈને મોટાઓને પણ ખૂબ જ ભાવશે. અને આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે . તો ચાલો જોઈએ તેની રેસિપી.

• સામગ્રી :-

  • વધેલી ઠંડી રોટલી
  • શેકવા માટે જરૂર મુજબ તેલ

સ્ટફિંગ બનાવવા માટે :-

  • 2 બાફેલા બટાકા
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • ½ ચમચી સમારેલ લીલું મરચું
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી મરચું પાવડર
  • ½ ચમચી ધાણાજીરું પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું

રીત :-

સ્ટેપ 1:

સૌપ્રથમ આપણે બટાકા ને બાફીને લઈશું તો મેં અહીં 2 મીડિયમ સાઈઝના બટાકા ને બાફી લીધા છે અને છાલ ઉતારી લીધી છે. અને એક બાઉલમાં મેશ કરીને લઈશું.

સ્ટેપ 2:

તેમાં એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું.અને ½ ચમચી લીલું મરચું ને સમારીને ઉમેરીશું.

સ્ટેપ 3:

તો હવે આ સ્ટફિંગમાં બધા જ મસાલા કરીશું. તો મેં અહીં ½ ચમચી હળદર,1/2 ચમચી લાલ મરચું પાવડર,1/2 ચમચી ધાણાજીરું,1/2 ચમચી ગરમ મસાલો, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લઈશું. તો હવે સ્ટફિંગ રેડી થઈ ગ્યું છે.

સ્ટેપ 4 :

હવે આપણે વધેલી ઠંડી રોટલી લઈશું. અને આ રોટલી ને ચાર ભાગ માં વાળી લઈશું. અને આ રોટલી માં સ્ટફિંગ ભરી લઈશું.અને એ જ રીતે રોટલી ના બીજા ભાગ માં પણ સ્ટફિંગ ભરી લેવાનું છે.અને સારી રીતે પ્રેસ કરી લઈશું જેથી સ્ટફિંગ બહાર નીકળી ન જાય.

સ્ટેપ 5 :

એવી જ રીતે બધી જ રોટલી માં સ્ટફિંગ ભરી લઈશું.

સ્ટેપ 6 :

સ્ટફિંગ ભરાઈ જાય ત્યારબાદ આ રોટલી ને શેકી લો. તો રોટલી ને શેકવા માટે એક તવી ને ગેસની ધીમી આંચ પર ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ લઈને સ્ટફિંગ વાળી રોટલી ને બંને સાઈડ સારી રીતે શેકી લો.

સ્ટેપ 7 :

તો ખૂબ જ ટેસ્ટી એવો વધેલી રોટલી નો ગરમાગરમનાસ્તો તૈયાર છે. આ નાસ્તો તમે ચટણી ,સોસ કે ચા સાથે પણ ખાઈ શકો છો.

આઈહોપ તમને મારી આ રેસિપી ખૂબ જ પસંદ આવી હશે. મિત્રો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે.

નોંધ:-

જો તમારી પાસે ઠંડી રોટલી ના હોય તો તમે ગરમ રોટલી બનાવીને પણ આ નાસ્તો બનાવી શકો છો.

જો તમને ચીજ પસંદ હોય તો એ પણ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

દરરોજ અવનવી માહિતી જાણવા લાઈક કરો અમારું પેજ.