વધેલી રોટલી માંથી ઘરે બનાવો સ્વાદિષ્ટ વાનગી એક વાર ઘરે બનાવો પછી વારંમવાર બનાવશો.

વધેલી રોટલી માંથી ઘરે બનાવો સ્વાદિષ્ટ વાનગી એક વાર ઘરે બનાવો પછી વારંમવાર બનાવશો.

મિત્રો, તમે વધેલી રોટલીમાંથી ખૂબ જ સરળતાથી અને સ્વાદમાં પણ લાજવાબ હોય તેવા ચટપટી ફ્રેન્કી બનાવી શકો છો. મિત્રો આ વાનગીની ખાસ વાત એ છે કે એક તો તે વેસ્ટમાંથી બેસ્ટ છે એટલે કે બચેલી વસ્તુ કે જેને આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોય તેનો રિયુઝ કરને બનાવેલી છે અને બીજું એ કે આ બનાવવા માટે તમારે કોઈ જ પ્રકારનો લોટ બાંધવાની જરૂરીયાત નથી. તેથી તમે ઓછા સમયમાં સરળતાથી બનાવી શકશો.

સામગ્રી :

 • – 1 નાની વાડકી – મકાઈ ના દાના
 • – 1 નાની વાડકી – જીણું સમારેલું કેપ્સિકમ
 • – 1 નાની વાડકી – જીણું સમારેલો કાંદો
 • – 1 નાની વાડકી – જીણું સમારેલું ટામેટું
 • – 1 નાની વાડકી – જીણું સમારેલું કાકડી
 • – 1/2 ચમચી ઓરેગાનો
 • – 1/2 ચમચી ચિલ્લી ફ્લાકેસ
 • – સ્વાદ મુજબ મીઠું
 • – 1 ચમચી ટોમેટો સોસ
 • – 1/2 ચમચી મરી પાવડર
 • – ઘી શેકવા માટે
 • – 1 બોવેલ ચીઝ ખમણેલું ..

રીત :

1.. સૌ પ્રથમ 1 નાની વાડકી – જીણું સમારેલું કેપ્સિકમ ,1 નાની વાડકી – જીણું સમારેલો કાંદો, 1 નાની વાડકી – જીણું સમારેલું ટામેટું, 1 નાની વાડકી – જીણું સમારેલું કાકડી બધું સમારી એક બોવેલ માં ભેગું કરવું ….હવે 1 નાની વાડકી – મકાઈ ના દાના તેમાં 1/2 ચમચી ઓરેગાનો ,1/2 ચમચી ચિલ્લી ફ્લાકેસ ,સ્વાદ મુજબ મીઠું ,1 ચમચી ટોમેટો સોસ ,1/2 ચમચી મરી પાવડર આ બધા મસાલા ઉમેરી મિક્ષ કરી લેવું ….

2 ..હવે તેમાં લાસ્ટ માં ચીઝ ઉમેરી બરાબર હલાવી સ્ટુફીન્ગ રેડી કરવું …..

3.હવે ,એક રોટલી લઇ તેની ઉપર બટર લગાવી ઉપર સ્ટુફીન્ગ પાથરી દેવું …અને ફ્રેન્કી નો સેપ આપી બધી ફ્રેન્કી રેડી કરવી ….

4.એક લોઢી લઇ તેને ઘી અથવા બટર ઉમેરી ધીમા ગેસ ઉપર સેકી લેવી ….અને તેને ગરમ ગરમ સર્વ કરવું ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.