દુનિયામાં સૌથી વધુ પગાર મેળવનાર CEO બન્યા સુંદર પિચાઈ, આ રીતે મળે છે તેમને અબજો રૂપિયાના પેકેજ.

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના ભયના કારણે જ્યાં લોકોના પગારમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ, દિગ્ગજ ટેક કંપની ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈને વર્ષ 2019 માં વળતર રૂપે 281 મિલિયન (રૂ. 2000 કરોડથી વધુ) મળ્યા છે, જે વિશ્વના કોઈ પણ એક્ઝિક્યુટિવને મળેલું સૌથી વધુ વળતર છે. તમને એ પણ જણાવી દઈએ કે સુંદર પિચાઈને ગયા વર્ષે ગુગલના CEO માંથી આલ્ફાબેટના CEO તરીકે બઢતી આપવામાં આવી હતી.

image source

પગારનો મોટો ભાગ સ્ટોકમાં:-
જણાવી દઈએ કે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO સુંદર પિચાઈનો પગાર 1720 કરોડ રૂપિયા છે. જેમાં રૂ. 1706 કરોડ (240 મિલિયન) ના શેર અને વાર્ષિક પગાર રૂ. 14.22 કરોડ સામેલ છે. આ ઉપરાંત, જો Standard and Poor ના 100 ઇન્ડેક્સમાં આલ્ફાબેટ સારું પ્રદર્શન કરે તો, પિચાઈને 639 કરોડ ($ 90 મિલિયન) અલગ મળશે.

image source

2019 માં પિચાઈનો પગાર 6.5 લાખ ડોલર:-
રેગ્યુલેટરને અપાયેલી માહિતી અનુસાર, 2019 માં સુંદર પિચાઈનો વાર્ષિક પગાર $ 6.5 લાખ (4.5 કરોડથી વધુ) હતો. આલ્ફાબેટે માહિતી આપી છે કે આ વર્ષે તેમનો પગાર વધીને 20 લાખ ડોલર (15.26 કરોડ) થશે. સુંદર પિચાઈનો પગાર આલ્ફાબેટના કર્મચારીઓના સરેરાશ કુલ પગારના 1085 ગણા છે.

image source

કોરોના સાથે યુદ્ધમાં આગળ વધીને કર્યું દાન:-
તાજેતરમાં જ સુંદર પિચાઈએ નોન પ્રોફિટ કંપની ગિવ ઇન્ડિયા ને 5 કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત, તેની કંપની ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટે નાના અને મધ્યમ ઉદ્યોગો, આરોગ્ય સંસ્થાઓ અને સરકારો અને આરોગ્ય કર્મચારીઓને કોરોના સામે લડવામાં મદદ કરવા માટે 80 કરોડ ડોલર થી પણ વધુ (લગભગ 5900 કરોડ રૂપિયા) મદદ કરી છે.

image source

ગૂગલ નવા કર્મચારીઓને નહીં લે:-
કોરોના વાયરસથી થતી આર્થિક સ્થિતિને કારણે સુંદર પિચાઈને એક મોટો પડકારનો સામનો કરવો પડે એમ છે. કંપનીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે નવા કર્મચારીઓને નોકરી પર લેશે નહિ. તેમજ નવા સ્થળોએ રોકાણ પણ કરશે નહીં.

image source

2019 માં આલ્ફાબેટના CEO બન્યા હતા:-
તમને જણાવી દઈએ કે, સુંદર પિચાઈનું અસલી નામ પિચાઈ સુંદરરાજન છે. પિચાઈએ આઈઆઈટી ખડગપુરથી સ્નાતકની ડિગ્રી મેળવી, ત્યારબાદ યુ.એસ.ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ. અને પછી વોર્ટન યુનિવર્સિટીમાંથી એમ.બી.એ પણ કર્યું છે. 2004 માં, તે ગૂગલ સાથે પ્રોડક્ટ અને ઇનોવેશન ઓફિસર તરીકે જોડાયા હતા. સુંદર પિચાઈને ગુગલના CEO માંથી વર્ષ 2019 માં આલ્ફાબેટના CEO તરીકે ની બઢતી આપવામાં આવી હતી. તેમણે લેરી પેજની જગ્યા લીધી હતી.

image source

પત્નીની સલાહ પર છોડી નહોતી કંપની:-
ગૂગલના CEO બન્યા પહેલા સુંદર પિચાઈને માઇક્રોસોફ્ટના CEO પદની ઓફર કરવામાં આવી હતી. આ સિવાય યાહુ અને ટ્વિટર તરફથી પણ ઓફર મળી હતી. તે સમયે, સુંદર પિચાઈએ ગૂગલ છોડવાનું સંપૂર્ણ મન બનાવી લીધું હતું. પરંતુ તેમની પત્ની અંજલિએ તેમને ગુગલ નહીં છોડવાની સલાહ આપી હતી. સુંદરએ અંજલિની વાત સ્વીકારી અને ગૂગલમાં જ રહેવાનું નક્કી કરી લીધું.

આ વર્ષે આલ્ફાબેટના બોર્ડે કંપનીઓની સૂચિ બદલી છે જેની સાથે તે વળતર નક્કી કરવા માટે પેકેજની તુલના કરે છે. આ સૂચિમાં કંપનીએ Netflix Inc., Comcast Corp. અને Salesforce.com Inc. નો સમાવેશ કર્યો છે. તેમજ HP Inc. અને Qualcomm Inc ને આ સૂચિ માંથી હટાવી લેવામાં આવ્યા છે. આ સૂચિમાં Apple Inc., Amazon.com Inc. અને Facebook Inc પણ સામેલ છે.