આ ઉંમરના લોકો આ વર્ષે નહિં જઇ શકે વૈષ્ણોદેવી, ઓનલાઇન કરાવવાનુ રહેશે રજીસ્ટ્રેશન

કોરોનાના કારણે આખાય વિશ્વની સ્થિતિ સંપૂર્ણ પણે બદલાઈ ચુકી છે. એવામાં જય માતા દીના લલકારથી ગુંજી ઉઠતા માર્ગો આ વર્ષે સુના પડયા છે. જે માર્ગો પર લોકોના ચાલવા માટે જગ્યા નોહતી દેખાતી એ માર્ગો પર હવે સન્નાટો પ્રસરેલો જોવા મળે છે. 18 માર્ચના દિવસથી જ કટરામાં લોકડાઉન છે. પહેલા ક્યારેય જોવા ના મળ્યું હોય એવું શાંત અને વિચિત્ર દ્રશ્ય હાલમાં ત્યાં જોવા મળી રહ્યું છે. માતા રાની વૈષ્ણો દેવીના દર્શનને અનેક લોકો અહિયાં હજારોના ટોળામાં આવતા હોય છે, ત્યારે આ વર્ષે આ યાત્રાને લઈને મીડિયા વિભાગે અહીંના પૂજારી સુદર્શન અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમાર સાથે ખાસ વાતચીત કરી હતી.

500 વર્ષમાં આ પહેલીવાર દર્શન પર પ્રતિબંધ

image source

શ્રાઈન બોર્ડ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે અહી જલ્દી જ દર્શન શરુ થઇ શકશે. બોર્ડ દ્વારા એસઓપી તૈયાર કરી દેવામાં આવી છે. આ એસઓપીના આધારે રોજ 5 થી 7 હાજર જેટલા લોકોને દર્શન માટેની મંજુરી આપવામાં આવશે. જો કે દરેક જણે કટરા આવતા પહેલા જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

image source

જો કે લોકડાઉન પહેલાથી જ અહી દર્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ અંગે પુજારી સુદર્શને જણાવ્યું હતું કે, 500 વર્ષમાં આ પહેલીવાર બની રહ્યું છે જ્યારે અહીના દર્શન રોકી દેવામાં આવ્યાં છે. જો કે ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે પણ દર્શન ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો ન હતો. પણ, હવે કોરોનાથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું જરૂરી થઇ રહ્યું છે, ત્યારે શ્રાઇન બોર્ડ આ માટે કામ કરી રહ્યું છે.

500 વર્ષથી બાબા શિવધરના વંશજો પૂજા કરે છે

IMAGE SOURCE

આપને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન પણ રોજ સવાર અને સાંજ અહી પૂજા કરવામાં આવે છે. આજે પણ અહી 500 વર્ષથી બાબા શિવધરના વંશજ પૂજા કરે છે. જો કે હાલમાં પરિવારના ચાર જણા એટલે કે અમીર ચંદ્ર, સદુર્શન, લોકેશ અને પારસ એમ એક પછી એક પૂજા કરે છે. મીડિયા સાથે થયેલી વાતચીતમાં પૂજારી સુદર્શને જણાવ્યું હતું કે, હાલ મંદિરમાં સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે પૂજા થાય છે. હાલ ભવનમાં પણ માત્ર 20 શ્રાઇન બોર્ડના કર્મચારીઓ જ કામ કરી રહ્યા છે. 1986માં જ્યારથી શ્રાઇન બોર્ડની સ્થાપના થઇ છે ત્યારથી જ શ્રદ્ધાળુઓની સુવિધા સાચવવાની તમામ જવાબદારી બોર્ડ પાસે છે.

કોરોના સમયમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન જરૂરી

IMAGE SOURCE

શ્રાઈન બોર્ડના સીઈઓ રમેશ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, દર્શનને લઇને તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. પણ તારીખને લઇને અંતિમ નિર્ણય તો અથોરિટી દ્વારા જ લેવાશે. જો કે આ વખતે દર્શન વ્યવસ્થામાં સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને બદલાવ જોવા મળશે. દર્શનાર્થે આવનાર ભક્તોની ભીડને કાબૂમાં રાખવા તેમજ મંદિરમાં દર્શન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે દર્શન કરવા આવતા પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાર છે. તેમજ દર્શન માટે આવનારા દરેક યાત્રીનું કટરા એન્ટ્રી પોઇન્ટ અને ભવન પાસે સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે. દર્શન દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત છે તેમજ અનેક જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

પ્રતિદિન 5 કે 7 હજાર લોકોને જ દર્શન માટે મંજુરી

IMAGE SOURCE

આ વર્ષે દર્શનના નિયમોમાં બદલાવ જોવા મળ્યો છે. જેમકે આ વર્ષે 3 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે મંજૂરી આપવામાં આવશે નહી. તેમજ જો આવનારા વ્યક્તિમાં કોરોનાના સંભવિત લક્ષણ જોવા મળશે તો એનું ચેકપ કરવામાં આવશે. જો કે બધી સાવચેતી છતાં માત્ર 5 કે 7 હજાર લોકોને જ દર્શન માટેની મંજુરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આ સીઝનમાં 35 હજારથી વધારે લોકો એક જ દિવસે દર્શન કરવા આવે છે. જો કે 18 માર્ચથી બંધ થયેલ વૈષ્ણો દેવી દર્શન બાદ અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયા ઓનલાઇન માધ્યમથી ભેગા હય છે.

ભવન સુધી પહોચવા 13 કિલોમીટરનું અંતર

IMAGE SOURCE

કોરોનાને ધ્યાનમાં રાખીને ભક્તોએ દર્શન કરવા જતી વખતે પણ ફરજીયાત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. તેમજ આવનારા ભક્તોને નાના સમૂહોમાં વહેચીને અમુક અંતરે રહીને આગળ વધવા દેવામાં આવશે. આ સિવાય હવે પંડિત પણ લોકોને તિલક કરશે નહિ, તેમજ ભક્તો જાતે પણ કેવી રીતે તિલક કરશે એ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વૈષ્ણો દેવી તીર્થસ્થાન એ સમુદ્ર તટથી લગભગ 5 હજાર 300 ફૂટની ઊંચાઇ પર આવેલું છે, અને મંદિરના ભવન સુધી પહોચવા માટે ભક્તોએ લગભગ 13 કિલોમીટર જેટલું ડુંગર પર ચડવું પડે છે.

ઓનલાઇન દાન દ્વારા હવન કરાવી શકાશે

IMAGE SOURCE

કોરોનાના પગલે મોટાભાગે શક્ય એટલી સુવિધાઓ ઓનલાઈન માધ્યમો દ્વારા આપવામાં આવી રહી છે, ત્યારે હવે કોરોના વાયરસને લઈને વૈષ્ણોદેવીના શ્રાઈન બોર્ડના ત્રણ હજારથી વધુ કર્મચારીઓ પણ પ્રોટેક્ટિવ વસ્તુઓ પહેરેલાં જોવા મળી રહ્યા છે. કોરોનાના પગલે શક્યતાઓ સેવાઈ રહી છે કે, ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એક એપ્લીકેશન તૈયાર કરવામાં આવશે. આ એપમાં ઓનલાઈન દર્શન સિવાય રજીસ્ટ્રેશન અને દાન આપવાની સુવિધા પણ રહેશે. આ એપની મદદથી લોકો દાન આપીને પોતાના નામથી હવન પણ કરાવી શકશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.