કોરોનાનો ડર: બીજુ બધુ સાઇડમાં મુકીને વાંદરાએ પહેરી લીધુ દેશી માસ્ક, વિડીયોમાં જોઇ લો તમે પણ!

દેશ-દુનિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભારતમાં તો કોરોના વાયરસના કેસ 7.42 લાખથી વધી ચુક્યા છે. તેવામાં લોકડાઉનના મહિનાઓ પછી સરકારે બધા જ નાગરિકોને અનલોક કર્યા છે. અનલોકની પ્રક્રિયામાં લોકો ઘરેથી બહાર નીકળી તો શકે છે પરંતુ માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં અનેક લોકો એવા જોવા મળે છે જે ફેસ માસ્ક વિના રસ્તા પર નીકળેલા જોવા મળે છે. આવા લોકો જે પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુકે છે તેમણે આ વાંદરાઓનો વાયરલ થયેલો વીડિયો જોવો જોઈએ.

આ વાંદરાએ સજાગતા દેખાડી અને જાણે તેને ખબર હોય કોરોના વાયરસની તેમ તે રસ્તા પર પડેલા કપડાનું માસ્ક બનાવી પહેરે છે અને રસ્તા પર ફરવા નીકળી પડે છે.

આ વીડિયો ટ્વીટર પર શેર થયા પછી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરી રહ્યા છે અને લોકો આ વીડિયોને પસંદ પણ કરી રહ્યા છે. જો કે આ વીડિયો જુનો છે. પરંતુ આજના સમયમાં આ વીડિયો હાલની સ્થિતિમાં લાગુ પડે છે અને લોકોને ભાન કરાવવા અને માસ્ક પહેરવાની સીખ આપવા એકદમ સટીક બેસે છે.

આ વીડિયો એક આઈએફએસ ઓફિસરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર વાંદરાઓનું ટોળું જોવા મળે છે. બીજા બધા વાંદરા તો પોતાના કામમાં ઓતપ્રોત છે પરંતુ એક વાંદરું અચાનક રોડ પાસે આવે છે અને ત્યાં બેસી રોડ પર પડેલા કપડાને મોં પર બાંધી આમથી તેમ આંટા મારવા લાગે છે. આ વાંદરો કપડાને એ રીતે ચહેરા પર બાંધે છે જેમ કોઈ વ્યક્તિ ગમછો પોતાના ચહેરા પર બાંધતો હોય.

કપડાને ફેસ માસ્કની જેમ બાંધી અને વાંદરો પોતાની ઠાઠ સાથે તેના સાથી તરફ ચાલતો જાય છે. 10 સેકન્ડ સુધી ચાલ્યા બાદ તે પરત આવે છે અને ત્યાં જ બેસી જાય છે. આ દરમિયાન તેના સાથી પણ તેની સામે જોતાં જ રહી જાય છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને લોકોએ લાખો વાર જોઈ લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.