ખુશ-ખુશ થઇને વરરાજા નીકળ્યો જાન લઈને, એટલામાં જ સામે મળી પ્રેમિકા, પછી તો પોલીસ આવી અને…

તમારી આસપાર પ્રેમ – બેવફાઈના ઘણા બધા કિસ્સા જોવા, જાણવા, સાંભળવા, વાંચવા મળતા હશે. આજે પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સીઆરપીએફમાં કોન્સ્ટેબલ પદ પર ફરજ બજાવી રહેલા જવાનને એક કન્યા સાથે આશિકી કરવી ભારે પડી ગઈ છે. ગયા અઠવાડિયે આ યુવાન લગ્ન કરવા જઈ રહ્યો હતો, આખું ઘર પ્રસંગમા હાજર હતું, મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે જાન નીકળવાની તૈયારી થઈ રહી હતી. પણ હજુ તો જાન નીકળે તે પહેલાં જ આ જવાનની પ્રેમિકા પોલીસને લઈને ત્યાં આવી પહોંચી.

Image Source

ત્યાર બાદ પ્રેમિકાનો પ્રેમીના ઘરની બહાર કેટલાએ કલાકો સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલ્યો. પ્રેમિકાનો આરોપ હતો તેના પ્રેમીએ તેની સાથે આર્યસમાજમાં લગ્ન કર્યા હતા અને ઘણા વર્ષો સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો, પ્રેગ્નન્ટ થયા બાદ તેણીનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. પ્રેમિકાનું કહેવું હતું કે પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન તે કેવી રીતે કરી શકે છે. પ્રેમિકાની ફરિયાદ પર પોલીસ વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે બીજી બાજુ દુલ્હન પક્ષ જાન આવવાની રાહ જોતો બેઠો રહ્યો.

Image Source

આ ઘટના યુ.પીના કાનપૂર ખાથે ઘટી હતી આ યુવાન કે જેની પર તેની પ્રેમિકાએ દગાખોરીનો આરોપ મૂક્યો છે તે જમ્મુકાશ્મીરમાં સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેની ફેસબુક દ્વારા કાનપુરની જ રહેનારી એક યુવતિ સાથે 2015માં મિત્રતા થઈ હતી. ત્યાર બાદ તે બન્નેની મોબાઈલ પર વાતો થવા લાગી હતી અને ત્યાર બાદ તેમણે એકબીજાને મળવાનું પણ શરૂ કર્યું હતું. પ્રેમિકાનો આરોપ છે કે 2016માં યુવકે તેની સાથે લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કર્યું હતું.

Image Source

આર્યસમાજમાં થયા હતા લગ્ન

પીડિતાએ જણાવ્યું કે યુવક તેને વારંવાર લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો. જ્યારે તેણીએ યુવક પર લગ્નનું દબાણ કર્યું ત્યારે તે બન્નેએ આર્યસમાજમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. 16મી એપ્રિલ 2018ના રોજ આ બન્ને યુવક-યુવતિએ આર્યસમાજ મંદીરમાં લગ્ન કર્યા હતા. ત્યાર બાદ ઓક્ટોબર મહીનામાં તેણી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, જેની જાણકારી તેણે આ યુવકને આપી તો તેણે દગો કરીને તેણીને ગર્ભપાતની દવા ખવડાવી દીધી હતી, અને તેના કારણે તેણીનો ગર્ભપાત થયો હતો.

Image Source

ફરજ પરથી પાછા આવ્યા બાદ સાથે રેહવાની વાત પણ કરી હતી

પિડિતાએ જણાવ્યું કે લગ્ન બાદ તેણી પોતાના ઘરે જ રહેતી હતી જ્યારે યુવક પોતાની ફરજ પર જતો રહેતો હતો. યુવક હંમેશા તેણીને ખોટી ખોટી વાતો કરતો હતો કે તે જ્યારે ડ્યૂટી પરથી પાછો આવશે ત્યારે તેણીને પોતાની સાથે રાખશે. જ્યારે યુવક ડ્યૂટીથી પાછો આવતો હતો ત્યારે તે તેણી સાથે વધારેમાં વધારે સમય પસાર કરતો હતો. પણ ઘરે પોતાની સાથે રાખવાની વાતથી હંમેશા દૂર રહેતો હતો.

Image Source

બીજા લગ્નમાં દહેજમાં મળી રહ્યા હતા 15 લાક રૂપિયા

પ્રેમિકાએ પોલીસને જણાવ્યું હતું કે યુવકે તેણી સાથે ફોન પર વાત કરવાની બંધ કરી દીધી હતી. જ્યારે તેણીએ તેના આવા વર્તન વિષે તપાસ કરી ત્યારે તેણીને જાણવા મળ્યું કે તે બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે અને આ લગ્નમાં તેને દહેજમાં 15 લાખ રૂપિયા મળી રહ્યા છે. અને તે જ કારણસર તે તેણીથી દૂર થઈ રહ્યો હતો. પણ પ્રથમ પત્ની હોવા છતાં તે બીજા લગ્ન કેવી રીતે કરી શકે. માટે તેણીએ પોલીસની મદદ લીધી હતી.

Image Source

છેવટે ખાવી પડી જેલની હવા
પ્રેમીના ઘરેથી જાન જવાની તૈયારી થઈ રહી હતી, જાન જાય તે પહેલાં પ્રેમિકા તેના ઘરે પહોંચી ગઈ હતી, અને પ્રેમીના ઘરની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રેમિકાએ પોલીસ સામે આખા ગામ તેમજ સગાસંબંધીઓને તેમના લગ્નનું પ્રમાણપત્ર, મોબાઈલ ફોન રેકોર્ડીંગ તેમજ તસ્વીરો બતાવી હતી.પ્રેમિકાના પ્રશ્નનો પ્રેમિ પાસે કોઈ જ જવાબ નહોતો. ત્યાર બાદ પોલીસ વરરાજાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બીજી બાજુ દુલ્હન પક્ષ જાનની રાહ જોતો બેસી રહ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતી દલિત સમાજની છે. તેણે 112 ડાયલ કરીને ફરિયાદ નોંધાવી હતી કે તેનો પતિ બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. જ્યારે તપાસ કરવામા આવી તો ખબર પડી કે યુવક સીઆરપીએફમાં ફરજ બજાવે છે. યુવકે પહેલા આ યુવતિ સાથે લગ્ન કર્યા ત્યાર બાદ બીજા લગ્ન કરવા જઈ રહ્યો હતો, હવે યુવતિએ જે હકીકતો જણાવી છે તેની તપાસ કરીને કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.