વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં યોજાશે, જાણો તારીખ અને સમય

નવેમ્બર મહિનો અનેક તહેવારો લઈને આવ્યો છે. દિવાળીનો તહેવાર ખતમ થયો છે ત્યારે હવે એક ગ્રહણ બાકી રહ્યું છે. આ વર્ષ 2020નું છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 30 નવેમ્બરે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ યોજાશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં યોજાશે.

image source

આ ગ્રહણ સમયે મંદિર ખુલ્લા રહેશે પરંતુ કોઈ શુભકાર્ય કે પૂજાપાઠ કરી શકાશે નહીં. ભારત, અમેરિકા, પ્રશાંત મહાસાગર, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં ગ્રહણ જોઈ શકાશે. જાણો કેવી રીતે રચાય છે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ અને કેવી હોય છે તેની અસર. આ વખતે કઈ રાશિને તે વધારે અસર કરનારું રહેશે.

image source

સૂતકનો સમય

મળતી માહિતી અનુસાર ઉપચ્છાયા ચંદ્રગ્રહણમાં સૂતક કાળ માન્ય હોતો નથી. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે. આ માટે સૂતક લાગશે નહીં. સામાન્ય રીતે ગ્રહણમાં શુભ કામ અને પૂજા પાઠ ન થતા હોવાથી તે ચીજો બાધિત રહેશે. ઉપચ્છાયા ચંદ્રગ્રહણમાં મંદિરોના દ્વાર બંધ કરવાની જરૂર રહેશે નહીં.

કેવી રીતે સર્જાય છે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ

image source

ચંદ્રગ્રહણના અનેક પ્રકાર હોય છે અને તેની અસર પણ અલગ અલગ થતી હોય છે. આ વખતે 30 નવેમ્બરે એટલે કે મહિનાના છેલ્લા દિવસે ઉપચ્છાયા ચંદ્રગ્રહણ યોજાવવાનું છે. કહેવાય છે કે જ્યારે ચંદ્ર પરિક્રમા કરતાં કરતાં પૃથ્વીની કક્ષાની નજીક પહોંચે છે ત્યારે પૃથ્વીની સ્થિતિ સૂર્ય અને ચંદ્રની નજીક એક લાઈનમાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવાય છે. આ સ્થિતિ બને છે ત્યારે ચંદ્રના આકાર પર કોઈ અસર થતી નથી. જ્યારે વાસ્તવિક ચંદ્રગ્રહણમાં ચંદ્રનો આકાર બદલાયેલો દેખાય છે. ઉપચ્છાયા ગ્રહણ વધારે પ્રભાવશાળી હોતું નથી. તેની ખાસ આડઅસર જોવા મળતી હોતી નથી.

કેવો હોય છે ચંદ્રગ્રહણનો પ્રભાવ

image source

કહેવાય છે કે ચંદ્ર શાંત અને શીતળતા પ્રદાન કરનારો હોય છે. પરંતુ ચંદ્રગ્રહણને મન, મસ્તિષ્ક, માતા તથા દ્વવ્ય પદાર્થોનો કારક ગ્રહ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જ્યારે ચંદ્રગ્રહણ યોજાય છે તે સમયે અત્યાધિક પીડા સહન કરવી પડે છે. અને આ જ કારણ છે કે કોઈપણ પ્રકારનું ચંદ્રગ્રહણ અશુભ ફળ આપનારું સાબિત થાય છે. આ વખતે વર્ષના અંતમાં યોજાનારા ચંદ્રગ્રહણનો વૃષભ રાશિ પર વિશેષ પ્રભાવ રહેશે. આ સમયે સ્વાસ્થ્ય અને ધન સંબંધી મુશ્કેલીઓ પણ આવી શકે છે. તો આ રાશિના દરેક જાતકોએ સાવધાની રાખવી જરૂરી બને છે.

image source

ચંદ્રગ્રહણની તારીખ અને સમય

  • ઉપચ્છાયાથી પહેલો સ્પર્શ – 30 નવેમ્બર બપોરે 1.04 મિનિટ
  • પરમગ્રાસ – 30 નવેમ્બર બપોરે 3.13 મિનિટ
  • અંતિમ સ્પર્શ – 30 નવેમ્બર સાંજે 5.22 મિનિટ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.