ટીવી ઇન્ડસ્ટ્રીમાં મોટા નામે ઓળખાતા આ એક્ટરે પહેલા હતા સાવ ગરીબ, આજે લોકો એમની આગળ ભરે છે સલામ

હાલના દિવસોમાં સિરિયલ મેરે ડેડ કી દુલહનમાં શ્વેતા તિવારી સાથે જોવા મળી રહેલા એકટર છે વરુણ બડોલા. તે ટેલિવિઝનના ઘણા જાણીતા એકટર રહ્યા છે પણ આ સફળતા હાસિલ કરવામાં એમને ઘણા બધા સંઘર્ષનો સામનો કર્યો છે.હાલમાં જ એમને પોતાના કરિયરના ઉતાર ચઢાવ વિશે વાત કરી હતી. એમને વાત કરતા જણાવ્યું હતું કે “હું મારા કરિયર દરમિયાન મેં કરેલા સંઘર્ષથી પોતાની જાત પર ગર્વ કરવામાં વિશ્વાસ નથી કરતો કારણ કે એક અભિનેતાનો સંઘર્ષ ક્યારેય પૂરો જ નથી થતો.”

image source

વરુણએ પોતાના કરિયરની શરૂઆત 18 વર્ષની ઉંમરે એક ટેલિશોપિંગ પોર્ટલ માટે રાઇટિંગ કરીને કરી હતી. વરુણએ કહ્યું હતું કે મેં મારું આરામદાયક જીવન છોડી દીધું હતું અને બહાર નીકળી ગયો હતો અને ખૂબ જ ઓછી ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું કારણ કે હું પૈસા માટે મારા માતા પિતા પર બોજ નહોતો બનવા માંગતો. જ્યારે મારી પાસે નોકરી નહોતી ત્યારે મેં જીવનમાં ટકી રહેવા માટે કાર્પેટ પણ વેચી હતી.

image source

તેમને આગળ જણાવ્યું હતું કે પછી હું કોસ્ચ્યુમ ડિઝાઇનરનો આસિસ્ટન્ટ બની ગયો હતો. જ્યારે મેં શો દિલ સે માટે લખ્યું ત્યારે મારા જીવનમાં એક યુ ટર્ન આવ્યો. હું ખૂબ જ ગભરાયેલો હતો અને પોતાના કામ પર વિશ્વાસ નહોતો કરી શકતો.

જો કે નિર્માતાઓએ મારા લખાણના વખાણ કર્યા હતા અને મારા પર વિશ્વાસ પણ કર્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે કોસ્ચ્યુમ કો- ઓર્ડીનેટના રૂપમાં એમનું ક્રિએટિવ કરિયર શરૂ થયું હતું અને એમને આઠ વર્ષો સુધી રાઈટીંગ અને ડાયરેકટીંગનું કામ કર્યું. એમને એક્ટિંગની સાથે સાથે તીગમાંશુ ધુલિયાને હાસિલ અને ચરસ જેવી ફિલ્મો માટે આસિસ્ટ કર્યા. એ પછી એમને ડાયરેક્શન માંથી બ્રેક લીધો જેથી કરીને એ એક્ટિંગ કરી શકે જ્યારે એમને ટીવી શો અસ્તિત્વ…એક પ્રેમ કહાની ઓફર થયો હતો.

image source

એમને ઘણા બધા સફળ શો જેવાં કે બનેગી અપની બાત, કોશિશ- એક આશા, અરુણા ઈરાની સાથે ઇશ દેશ મેં નિકલા હોગા ચાંદમાં પણ કામ કર્યું છે. પણ એમને સાચી ઓળખ બાલાજી ટેલિફિલ્મ્સનિસ સિરિયલ કોશિશમાં એક માનસિક રૂપે કમજોર વ્યક્તિનું પાત્ર ભજવીને મળી. વરુણ બડોલાએ એક ચાબી હે પડોશ મેં સિરિયલને ડાયરેકટ કર્યો છે અને એટલું જ નહીં તેની સ્ક્રીપટ પણ તેમને જ લખી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span