ઘરમાં સુખ અને શાંતિ માટે અપનાવો આ વાસ્તુ ટિપ્સ…

વાસ્તુ ટીપ્સ

ઘણીવાર આપણે આપણા ઘરને સજાવતા સમયે કેટલીક એવી ભૂલો કરી દઈએ છીએ જેના પરિણામ સ્વરૂપ આપણા ઘરમાં નેગેટીવ ઉર્જાનો સંચાર થવા લાગે છે અને ઘરમાં નકારાત્મક વાતાવરણ સર્જાઈ જાય છે અને ઘણા સભ્યો પર તેનો પ્રભાવ પર દેખાવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

image source

જેનું પાલન કરવાથી કે પછી એ નિયમોને આપે પોતાના ઘરમાં અમલ કરવાથી આપ આપના ઘરમાં નેગેટીવ ઉર્જા દુર કરીને પોઝેટીવ ઉર્જાનો સંચાર કરવામાં મદદ મળી શકે છે. મહાકાલની નગરી એવી ઉજજૈનના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાંત પંડિત મનીષ શર્મા દ્વારા જણાવવામાં આવેલ ઘરને સંબંધિત કેટલીક વાસ્તુ ટીપ્સ વિષે જણાવીશું.

image source

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ શાસ્ત્ર નિષ્ણાંત પંડિત મનીષ શર્મા કહે છે કે, આપે ઘરમાં ક્યારેય પણ બાથરૂમ અને કિચન બાજુ બાજુમાં હોવા જોઈએ નહી. જો આપના ઘરમાં કિચન અને બાથરૂમ એકબીજાની બાજુમાં જ છે તો આપે આપના ઘરમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, બાથરૂમનો દરવાજો શક્ય હોય એટલા વધારે સમય સુધી બંધ જ રાખવો જોઈએ.

image source

ઉપરાંત જો શક્ય હોય તો બાથરૂમના દરવાજા પર એક પડદો લટકાવી રાખવો જોઈએ કારણ કે, બાથરૂમમાં સ્નાન કરવાનું સ્થળ હોવાના કારણે બાથરૂમનો રોજ નાહવા માટે ઉપયોગ થતો હોવાથી ભીનું થતું રહે છે જેના કારણે બાથરૂમમાં ભીનાશના કારણે કેટલાક હાનિકારક કીટાણુંઓ ઉત્પન્ન થાય છે જો આપ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખો છો તો બાથરૂમમાં ઉત્પન્ન થયેલ કીટાણુઓ કિચનમાં પ્રવેશી જાય છે અને આ જ કીટાણુઓ આપના ભોજનને પણ ખરાબ કરી શકે છે જેની અસર આપના અને આપના પરિવારના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પાડે છે. એટલા માટે જો આપના ઘરમાં કિચન અને બાથરૂમ બાજુ બાજુમાં જ છે તો આપે હંમેશા બાથરૂમનો દરવાજો બંધ જ રાખવો જોઈએ.

image source

ઉપરાંત કેટલાક વ્યક્તિઓને પોતાના ઘરમાં ગાર્ડન પણ બનાવે છે. ત્યારે આવી વ્યક્તિઓએ પોતાના ઘરના ગાર્ડનમાં કે પછી ઘરની અંદર પણ કાંટાળા છોડ કે પછી જે છોડ માંથી દૂધ નીકળતું હોય તેવા છોડ કે પછી કોઇપણ પ્રકારના ઝેરી છોડનું વાવેતર કરવું જોઈએ નહી. કારણ કે, આવા છોડ આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

image source

આપે આપના ઘરમાં તુલસી, મની પ્લાન્ટ, શમીના છોડ જેવા સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં મદદરૂપ થતા છોડને આપે આપના ઘરમાં સ્થાન આપવું જોઈએ. જેના કારણે આપના ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને આપના ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને પવિત્ર રહે છે.

image source

આપે આપના ઘરના કિચનમાં આગ અને પાણી એકસાથે રાખી શકાય નહી. આ બંને તત્વ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવે છે. આ બંને સ્થાન કિચન અને બાથરૂમ અલગ અલગ રાખવાનો પ્રયત્ન કરવો. કિચન અને બાથરૂમ વચ્ચે થોડીક જગ્યા રાખવી જરૂરી છે વાસ્તુ શાસ્ત્ર મુજબ આપે આપના ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં ગંદકીના લીધે પણ આપના ઘરમાં વાસ્તુદોષ વધવા લાગે છે. આપે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.