ક્રીસ્પી વેજ રાઇસ ટીક્કી – વધેલા ભાતમાંથી હવે ફક્ત પુલાવ નહિ આ ટેસ્ટી ટીક્કી પણ બનાવી શકશો

ક્રીસ્પી વેજ રાઇસ ટીક્કી :

લેફ્ટ ઓવર રાઇસ માંથી અનેક પ્રકારને વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. જેવા કે રાઇસ પકોડા, સ્ટફ્ડ રાઇસ ફ્રીટર્સ, રાઇસ પેન કેક, રાઇસ કોર્ન ચીઝ બોલ્સ, ઉત્ત્પમ વગેરે વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. અનેક પ્રકારના સૂકા નાસ્તા પણ તેમાંથી બનાવવામાં આવતા હોય છે. અહિં હુ લેફ્ટ ઓવર રાઇસ્માંથી બનાવેલી ક્રીસ્પી વેજીટેબલ રાઇસ ટેક્કીની રેસિપિ આપી રહી છું. તમારી પાસે લેફ્ટ ઓવર રાઇસ ના હોય તો ફ્રેશ રાઇસ કૂક કરીને પણ બનાવી શકાય છે.

જે ખૂબજ હેલ્ધી છે. તેમાં ગાજર, કોબી, ઓનિયન, બટેટા, ફુદિનો, કેપ્સીકમ વગેરે વેજિટેબલનો ઉપયોગ કર્યો છે. સાથે થોડા સ્પાયસીસનો ઉપયોગ કરીને ટેસ્ટી બનાવવામાં આવી છે. અંદરથી સોફ્ટ અને બહારથી ક્રીસ્પી બને છે. બાળકોને નાસ્તા બોક્ષમાં આપી શકાય છે.

આ ટીકકી ડીપ ફ્રાય કરીને, સેલો ફ્રાય કરીને કે અપ્પે પેન માં રોસ્ટ કરીને પણ બનાવી શકાય છે. આ રેસિપિ ખૂબજ સ્પીડી અને સમાર્ટ રેસિપિ છે. એ કોઇપણ ગેટ ટુ ગેધર માટે એપીટાઈઝર કે નાસ્તા માટે ગ્રેટ છે. નાના થી માંડીને દરેક મોટા સુધીના લોકોને ખાવા ખૂબજ પસંદ પડશે. કેમકે ક્રીસ્પી વેજ રાઇસ ટીક્કી ખુબજ હેલ્ધી અને ટેસ્ટી છે.

તએ પણ મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી ક્રીસ્પી રાઇસ ટીક્કી બનાવજો.

ક્રીસ્પી વેજ રાઇસ ટીક્કી માટેની સામગ્રી :

 • 3 બટેટા
 • 1 ½ કપ લેફ્ટ ઓવર રાઇસ
 • 1 કપ ખમણેલી કોબી
 • 2 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સિકમ
 • 2 ટેબલ સ્પુન બારીક કાપેલો ફુદિનો
 • 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ
 • ½ કપ ગાજરનું ખમણ
 • 3-4 ટેબલ સ્પુન બારીક સમારેલી કોથમરી
 • 1 મોટી ઓનિયન બારીક સમારેલી
 • ½ ટી સ્પુન હળદર પાવડર
 • 1 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર
 • 1 ટી સ્પુન લાલા મરચુ પાવડર
 • ½ ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્સ
 • પિંચ હિંગ
 • સોલ્ટ સ્વાદ મુજબ
 • 3 ટેબલસ્પુન બ્રેડ ક્રમ્બ્સ
 • 4 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
 • ½ લેમનનો જ્યુસ
 • પિંચ સુગર
 • ½ ટી સ્પુન ગરમ મસલો
 • ઓઇલ સેલો ફ્રાય કરવા માટે

ક્રીસ્પી વેજ રાઇસ ટીક્કી માટેની સામગ્રી :

સૌ પ્રથમ બટેટા બાફી ને છલ કાઢી લ્યો.

હવે એક મિક્ષિંગ બાઉલ માં 1 ½ કપ લેફ્ટ ઓવર રાઇસ , બાફેલા બટેટા અને 1 મોટી બારીક સમારેલી ઓનિયન ઉમેરી લ્યો. મેશર થી મેશ કરીને બધુ સરસ થી મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 1 કપ ખમણેલી કોબી અને ½ કપ ગાજરનું ખમણ ઉમેરી મિક્ષકરી લ્યો.

હવે તેમાં 2 ટેબલ સ્પુન બારીક કાપેલા કેપ્સિકમ, 2 ટેબલ સ્પુન બારીક કાપેલો ફુદિનો, 1 ટેબલ સ્પુન આદુ મરચાની પેસ્ટ અને બારીક સમારેલી કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન હળદર પાવડર , 1 ટેબલ સ્પુન ધાણા જીરુ પાવડર, 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ½ ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્સ, પિંચ હિંગ અને સોલ્ટ સ્વાદ મુજબ મુજબ ઉમેરી બધું સરસથી મિક્ષ કરો.

હવે તેમાં 3 ટેબલસ્પુન બ્રેડ ક્રમ્બ્સ અને 4 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ ઉમેરી મિક્ષ કરો.

ત્યારબાદ તેમાં ½ લેમનનો જ્યુસ, પિંચ સુગર અને ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો. ટીકી નો શે ઇપ આપી શકાય તેવો ટાઇટ કણેક બનશે.

હવે હથેળીને ઓઇલથી ગ્રીસ કરીને તમને મનપસંદ શેઈપની ટીકી બનાવો.

ટીકી બાનવાવાનું મોલ્ડ હોય તો તેને પહેલા ગ્રીસ કરી લ્યો.

મેં અહીં મોલ્ડ માં લંબગોળ શેઇપની ટીક્કી બનાવી છે.

પ્રથમ મિશ્રણમાંથી એક નાનું લંબગોળ બાનવી લ્યો. ત્યારબાદ તેને મોલ્ડમાં મૂકી પ્રેસ કરી લમ્બગોળ ટીકીનો શે ઇપ આપો. એ પ્રમાણે બધી ટીક્કીઓ બનાવી લ્યો.

થોડી વાર 5-10 મિનિટ ફ્રીઝમાં સેટ થવા માટે મૂકો.

10 મિનિટ પછી બહાર કાઢીલ્યો. હવે ટીક્કી સેલો ફ્રાય કરવા માટે રેડી છે.

સેલો ફ્રાય કરવા માટે એક તવા માં ઓઇલ મૂકો.

ઓઇલ ગરમ થાય એટલે મિડિયમ ફ્લૈમ રાખી તેમાં બનાવેલી ટીક્કી મૂકો.

નીચેની બાજુ શેલો ફ્રાય થઈ બરાબર ક્રીસ્પી થઈ જાય પછી ફ્લીપ કરી લ્યો.

બીજી બાજુ પણ વેજ ટીક્કીને ક્રીસ્પી ગોલ્ડન બ્રાઉન શેલો ફ્રાય કરી લ્યો.

હવે એક પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો. આ પ્રમાણે બધી જ ટીકીઓ શેલો ફ્રાય કરી લ્યો.

તો હવે ક્રીસ્પી વેજ રાઇસ ટીકકી સર્વ કરવા માટે રેડી છે.

આ ટીક્કીને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.