જાણો વેલ માર્ક લો પ્રેશર પશ્ચિમમાં ફંટાતા ગુજરાત પર વરસાદનું જોર ઘટ્યું કે નહિં? સૌરાષ્ટ્ર પર હજુ પણ ભારે વરસાદનું જોખમ ટળ્યું નથી!
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. જે રાજ્ય પર એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે થયું છે તમને જણાવી દઈએ કે સૌથી ભારે વરસાદ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઠ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. અને નદીનાળા છલકાઈ ગયા હતા અને સુકાઈ ગયેલા ધોધ પણ પુનઃ જીવંત બન્યા હતા. તો વળી ક્યાંક પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી અને ક્યાંક પૂલ પણ તૂટી જવાના સમાચાર મળ્યા છે. જો કે હવે જે રીતે પ્રેશર હળવુ થઈ રહ્યું છે અથવા તો બીજી બાજુ ફંટાઈ રહ્યું તેના કારણે આ સ્થળોને વરસાદમાંથી રાહત મળી શકે છે. પણ ગત છેલ્લા ચોવિસ કલાકમાં રાજ્યના લગભગ 134 તાલુકાઓએ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો.
હવે લો પ્રેશર પશ્ચિમ દિશામાં ફંટાતા હાલ રાજ્ય પર વરસાદનું જોખમ ઘટતું જણાઈ રહ્યું છે. પણ છેલ્લા 24 કલાક રાજ્યના 134 તાલુકાઓ માટે ભારે રહ્યા હતા. આ સ્થળોમાં સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો હતો જે સવા ઇંચ હતો. ત્યાર બાદ માળિયામાં પણ સવા ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે લખપત, ધરમપુર અને અમદાવાદમાં 1 ઇંદ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ધનસુરા, માણસામાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો હતો તો કપરડામાં પોણો ઇંચ, તેમજ બાયડ, પાટણ, સરસ્વતિ, ગાંધીનગરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડમાં અરધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના ડિસામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, આ સિવાય વિજાપુર, વધઈ, ગીર-ગઢડા, મહેસાણા, કડાણા, ઉંજા, બાવળા, જૂનાગઢ, ધનપુર, જેતપુર, વાલિયા તેમજ બાવળા, અને ધોળકામાં અરધો ઇંચ વરસાદ નોંધાયો છે.

IMD ના જણાવ્યા પ્રમાણે વેલમાર્ક્ડ લો પ્રેશર કચ્છના અખાત ઉપર છે અને તેની આસપાસના વિસ્તારોમાં તેની અસર જણાશે. આ કારણસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદના ઝાપડા પડવાની અપેક્ષા છે અને તેની સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ગુરુવારે વરસાદ પડી શકે છે. આઈએમડી દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક રાજ્યો જેમ કે જામનગર, દ્વારકા અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

શુક્રવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર- સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે, તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના વિસ્તારો સુકા રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.