શુક્ર હશે પ્રબળ તો જ જીવનમાં મળે પ્રેમ અને ધન…

ભોગ, વિલાસ, ભૌતિક સુખ, સૌંદર્ય અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર છે. જો કોઈપણ વ્યક્તિના જીવનમાં પ્રેમનો અભાવ હોય, ભૌતિક સુખ સુવિધાનો અભાવ હોય તો તેનો અર્થ એવો થાય કે તેનો શુક્ર પ્રબળ નથી. શુક્ર નબળો હોય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે.

જો કે શુક્રની ખરાબ સ્થિતીને સુધારી અને જીવનની આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે અને આમ કરવું જરૂરી પણ હોય છે. કારણ કે નબળો શુક્ર સુખનો અભાવ લાવે છે અને સુખ-સુવિધા હોવા છતાં તેને ભોગવી શકાતાં નથી. જેનો શુક્ર પ્રબળ ન હોય તેના જીવનમાં નાણાનો પણ અભાવ રહે છે.

Studentská půjčka by měla být k dispozici ihned « Půjčky « Výhodné ...
image source

૧. શુક્ર નબળો હોય ત્યારે માત્ર ભૌતિક સુખનો અભાવ જ નહીં પરંતુ વ્યક્તિને યૌન સુખથી પણ વંચિત રહેવું પડે છે. એટલે કે તેના દાંપત્યજીવનમાં પણ ક્લેશ અને સંતોષનો અભાવ રહે છે. પતિ- પત્નીમાંથી કોઈ એકનો પણ શુક્ર જો નબળો હોય તો તેની અસર અન્ય પર પણ થાય છે. એટલે કે બંનેમાં તાલમેલનો સતત અભાવ રહે છે અને તેના કારણે ઝઘડાનું પ્રમાણ વધી જાય છે. નબળા શુક્રના કારણે એકબીજા પ્રત્યેનું આકર્ષણ અને પ્રેમ પણ ઘટી જાય છે.

શુક્ર નબળો હોય તેના કારણ તો અનેક હોય શકે છે. કુંડળીમાં તેની સ્થિતી, બદલાયેલી ગ્રહ દશા વગેરે. પરંતુ આ સમસ્યાનો ઉપાય પણ કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા ઉપાયોને અમલમાં લાવી અને શુક્રને પ્રબળ બનાવી શકાય છે.

image source

૨. શુક્રને પ્રબળ કરવાના ઉપાય

– શુક્રવારનું વ્રત કરવું. 11 શુક્રવાર વ્રત કરી અને કન્યાઓને ભોજન કરાવવું

– શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા કરી ખીરનો ભોગ ધરાવવો.

image source

૩.- શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરવાનો આગ્રહ રાખવો અથવા તો સફેદ રુમાલ સાથે રાખવો.

– શુક્ર નબળો હોય તેણે ચાંદીની વીંટી અથવા કડુ અચૂક પહેરવું.

Maa Laxmi Photo Download | Goddess Maa Lakshmi
image source

૪.- નિયમિત રીતે લક્ષ્મી, ગણેશની પૂજા કરવી.

– દરરોજ શિવલિંગ પર મધનો અભિષેક કરવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.