હવે ફોનમાંથી વિડિઓ કે ફોટો ડીલીટ થાય તો ડરશો નહિ આ પ્રોસેસથી થઇ જશે રીસ્ટોર…

આપણા મોબાઈલમાં ઘણા બધા ફોટા અને વીડિયો હોય છે જે આપણા માટે ઘણા મહત્વના હોય છે. આ ફોટા અને વીડિયોમાં પરિવાર સાથેના, મિત્રો સાથેના કેટલાક સુવર્ણ પળોને આપણે કેદ કરેલા હોય છે. એવામાં આ મીઠી યાદો કોઈ વાયરસના કારણે કે પછી ક્યારેક અજાણતા જ આપણાથી ડીલીટ થઈ જાય તો આપણા માટે એ ક્ષણ બહુ અઘરી સાબિત થાય છે.

image source

જો આપણા મોબાઇલમાંથી કોઈ ફોટો કે વિડીયો ડિલિટ થઈ જાય તો આપણી સામે એ તકલીફ ઊભી થાય છે કે હવે એ ફોટોનકે વિડીયોને પાછો કેવી રીતે મેળવી શકાય? જો તમારી સાથે પણ આવું થયું હોય તો આ આર્ટિકલ આખો ચોક્કસ વાંચજો.

image source

ઘણીવાર આપણી સાથે એવું બનતું હોય છે કે આપણા મોબાઇલમાંથી કોઈ ફોટો કે વિડીયો ભૂલમાંથી ડીલીટ થઈ જાય છે જે ક્યારેય પાછો મેળવી શકાતો નથી. આ વાતથી ઘણીવાર આપણે ઘણા ટેંશનમાં પણ આવી જઈએ છે. પણ હવેથી આવું નહિ થાય, કારણ કે ગૂગલ એન્ડ્રોઇડ 11માં રિસાઈકલ બિનનું ફીચર લાવવાનું છે. એન્ડ્રોઇડ 11 ને અપડેટ કરશો એટલે આ ફીચર તમને તમારા સ્માર્ટ ફોનમાં મળી જશે.

image source

આ ફીચર દ્વારા કોઈ પણ ડીલીટ કરેલો ફોટો કે વિડીયો સંપૂર્ણ રીતે ડીલીટ થવાને બદલે રિસાઈકલ બીનમાં જતો રહેશે. આ ફિચરની ખાસ વાત એ છે કે ડીલીટ કરેલા ફોટાને 30 દિવસ સુધીમાં રિસ્ટોર કરી શકાશે. તમારો ફોટો કે વિડીયો 30 દિવસ સુધી રિસાઈકલ બીનમાં રહેશે અને 30 દિવસ પછી એ ત્યાંથી ગાયબ થઈ જશે.

આ યુઝર્સને મળશે આ નવો ફાયદો.

image source

આમ તો આ ફીચર હમણાં ના કેટલાક લેટેસ્ટ ફોનમાં છે જ પણ એન્ડ્રોઇડ 11ના અપડેટ પછી આ ફિચર બધા જ ફોનમાં ઉપલબ્ધ થઈ જશે. જોકે આ ફિચરનો ફાયદો એ જ યુઝરને મળશે જેમની પાસે એન્ડ્રોઇડ 11નું અપડેટ વર્ઝન હશે.

Google Photos માં પહેલાથી જ સામેલ છે આ ફીચર.

image source

તમને જણાવી દઈએ કે Google Photos માં આ રિસાઈકલ બીન વાળું ફિચર પહેલેથી જ સામેલ છે. ગુગલની આ એપમાં કોઈપણ ફોટો ડીલીટ કરવામાં આવે તો એ ફોટો કે વિડીયો ટ્રેશમાં જતો રહે છે, આ ફોટો કે વીડિયોને ટ્રેશમાંથી રિસ્ટોર કરવા માટે લગભગ બે મહિના જેટલો સમય મળે છે. બે મહિના પછી એ ફોટો કવ વિડીયો આપોઆપ ટ્રેશમાંથી ડીલીટ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.