આજે કરોડના બંગલાના માલિક એવા ‘અર્જુન રેડ્ડી’ પાસે એક સમયે ઘરનુ ભાડુ આપવાના પણ ન હતા પૈસા
વિજય દેવરકોંડા (Vijay Devarakonda) આજના સમયમાં તેલુગુ ફિલ્મોના સફળ અભિનેતાઓમાં ગણના કરવામાં આવી રહી છે. હાલમાં જ વિજય દેવરકોંડાએ પોતાનો જન્મ દિવસ મનાવ્યો છે.

તેમજ વિજય દેવરકોંડાને કરોડો ફેંસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી રહ્યા છે. વિજય દેવરકોંડાનો જન્મ ૯ મે, ૧૯૮૯માં હૈદરાબાદમાં થયો હતો અને ગયા વર્ષે વિજય દેવરકોંડાએ પોતાના જન્મ દિન નિમિત્તે પોતાના ફેંસ માટે ૯ ટ્રક ભરીને આઈસક્રીમ મંગાવી હતી ફેંસમાં વેહેચીને જન્મ દિનની ઉજવણી કરી હતી.
વિજય દેવરકોંડાના પિતાનો પણ ફિલ્મો સાથે ઊંડો સંબંધ ધરાવે છે. વિજય દેવરકોંડાના પિતા ગોવર્ધન રાવ દેવરકોંડા સાઉથ ઇન્ડીયન ટીવી સ્ટાર બની રહ્યા છે. પરંતુ વિજય દેવરકોંડાએ સખ્ત મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે. વિજય દેવરકોંડાએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ ૨૦૧૧માં રીલીઝ કરાયેલ ફિલ્મ ‘નુવ્વિલા’થી કરી હતી. આ ફિલ્મ વિજય દેવરકોંડાની ડેબ્યુ ફિલ્મ હતી.

ગયા વર્ષે જ વિજય દેવરકોંડાએ જુબલી હિલ્સ જેવા પોશ એરિયામાં એક શાનદાર બંગલો ખરીદ્યો છે. આ લક્ઝુરીયસ બંગલાની કીમત અંદાજીત ૧૫ કરોડ રૂપિયા છે. વિજય દેવરકોંડાએ પોતાના ગૃહ પ્રવેશ દરમિયાનની ફોટો પોતાના ફેંસની સાથે શેર કરી હતી. વિજય દેવરકોંડા આ ઘરમાં પોતાના પરિવારની સાથે રહે છે. આના સિવાય વિજય દેવરકોંડા ફિલ્મ નિર્માતા પણ છે. વિજય દેવરકોંડાની કંપનીનું નામ ‘હિલ એન્ટરટેઈનમેન્ટ’ રાખ્યું છે. વિજય દેવરકોંડાની એક ક્લોથ બ્રાંડ પણ છે, જેનું નામ છે ‘રાઉડી વિયર’.

આપને જણાવીએ કે, વિજય દેવરકોંડાનું નામ ફોર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલ અંડર ૩૦ની લીસ્ટમાં પણ સામેલ થઈ ગયા છે. ફક્ત ૩૧ વર્ષની ઉમરમાં જ વિજય દેવરકોંડાએ અપાર સંપત્તિના મલિક બની ગયા છે. ક્યારેક એકાઉન્ટમાં પૈસા ના હોવાના કારણે વિજય દેવરકોંડાનું એકાઉન્ટ સીલ કરી દેવામાં આવ્યું હતું. આ વાતનો ખુલાસો વિજય દેવરકોંડાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. વિજય દેવરકોંડા પોતાના સંઘર્ષના દિવસો વિષે જણાવતા કહે છે કે, સંઘર્ષના દિવસોમાં તેમની પાસે ભાડું આપવાના પણ પૈસા હતા નહી.

વિજય દેવરકોંડાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે જેવી કે, ‘પેલી ચુપુલ’, ‘અર્જુન રેડ્ડી’, ‘મહાનતી’, ‘ગીતા ગોવિન્દમ’ અને ‘ટેક્સી ડ્રાઈવર’ જેવી ફિલ્મોમાં જોવા મળી ગયા છે. વર્ષ ૨૦૧૬માં આવેલ ફિલ્મ ‘પેલી ચુપુલ’ને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આના સિવાય વર્ષ ૨૦૧૭માં આવેલ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’થી વિજય દેવરકોંડાના સ્ટારડમમાં વધારો થયો. ત્યાર પછીથી વિજય દેવરકોંડાની ગણના સુપરસ્ટાર તરીકે થવા લાગી છે. ત્યાર પછી વિજય દેવરકોંડાને ફિલ્મ ‘ડીયર કામરેડ’થી ઘણી લોકપ્રિયતા મળી.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.