બહુચર્ચિત UPના ગેંગસ્ટાર વિકાસ દુબે ધરપકડના બીજા જ દિવસે ઠાર, પોલીસે બે ગોળી મારી!

કાનકપુરમાં 8 પોલીસકર્મિઓની હત્યા કર્યા બાદ 6 દિવસ સુધી પોલીસને ઘુમાવનાર ગેંગસ્ટર વિકાસ દુબે પેલીસની સાથેના ઘર્ષણમાં માર્યો ગયો. તમને જણાવી દઈ કે વિકાસ દુબેને કાનપુર લાવી રહેલા STFના કાફલાની ગાડી આજે સવારે અકસ્માતનો ભોગ બની હતી. કાનપુર નજીક જ આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત બાદ પોલીસની બંદૂક છીનવીને વિકાસ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન જ પેલીસે આ કુખ્યાત ગુનેગારને મારી નાખ્યો હતો.

Image Source

તમને જણાવી દઈએ કે વિકાસની તે વખતે ધરપકડ કરવામા આવી હતી જ્યારે તે મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલામાં મહાકાલના દર્શન કરવા પહોંચ્યો હતો. ગાર્ડ દ્વારા ઓળખાઈ ગયા બાદ મધ્ય પ્રદેશ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. મધ્ય પ્રદેશ પેલીસે કાલે રાત્રે તેને ઉત્તર પ્રદેશ પોલીસના હવાલે કરી દીધો હતો.

Image Source

કેવી રીતે થયું એન્કાઉન્ટર

મળેલી માહિતી પ્રમાણે વિકાસ દુબેને લઈને રવાના થયેલી ગાડીઓમાં સૌથી આગળ ચાલી રહેલી ગાડીએ ગુના ટોલ પ્લાઝાના સ્ટોપર પર ઝોડથી ટડક્કર મારી હતી. ટક્કર લાગ્યા બાદ પાછળના કાફલામાં ચાલી રહેલી ગાડીઓએ જોરથી બ્રેક લગાવવી પડી હતી અને તેના કારણે ગાડીઓ અસંતુલિત થઈ ગઈ હતી. વિકાસ દુબે બીજા નંબરની ગાડીમાં બે લોકો સાથે વચ્ચેની સીટ પર બેઠો હતો. ગાડીના પલટી જવાની સાથે વિકાસે ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તેણે એક પોલીસકર્મીની પિસ્તોલ છીનવી લીધી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. આ દરમિયાન પોલિસે તેને મારી નાખ્યો હતો.

Image Source

તેને ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરથી પકડવામા આવ્યો હતો. ટ્રાંઝિટ રિમાન્ડ પર લઈને કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. પકડાઈ ગયા બાદ પણ વિકાસે બૂમો પાડી પાડીને કહ્યું હતું કે હું વિકાસ દુબે છું, કાનપુર વાળો. તેવામાં એવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે એવું તે શું થયું કે એક દિવસ પહેલાં જે અપરાધી બૂમો પાડી પાડીને પોતાનો પરિચય આપી રહ્યો હતો તેણે બીજા દિવસે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ? પોલીસ વિભાગના અધિકારીઓ આ પ્રકારના પ્રશ્નો પર કંઈ પણ કહેવાથી બચી રહ્યા છે.

Image Source

તમને જણાવી દઈએ કે વિકાસને પકડવા માટે 2 જુલાઈની મોડી રાતે પોલીસ તેના ગામમાં ગઈ હતી અને ત્યાં પોલીસ પર ફાયરિંગ કરીને તેણે ઘટના સ્થળે 8 લોકોની હત્યા કરી નાખી હતી. આ હૂમલામાં ક્ષેત્રાધિકારી સહિત આઠ પોલીસ કર્મીઓ શહીદ થઈ ગયા હતા. પેલીસે વિકાસના માથા પર 5 લાખનું ઇનામ જાહેર કર્યું હતું. છેવટે સાત દિવસ સુધી ત્રણ રાજ્યમાં છૂપાછૂપી રમ્યા બાદ તેણે ઉજ્જૈનમાં સરન્ડર કરી લીધું હતું. અને ત્યાંથી પાછા આવતી વખતે તે ભાગવાનો પ્રયાસ કરતા માર્યો ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.