એન્કાઉન્ટર બાદ વિકાસ દુબે પર ફિલ્મ બનાવવા પ્રોડ્યુસર સંદીપ કપૂરની તૈયારી, જાણો કોણ કરશે ગેંગસ્ટરનો રોલ

મનોજ બાજપાઈ કરશે ગેંગસ્ટરનો રોલ – અંદાજે 15 કરોડના બજેટમાં બનશે આ ફિલ્મ

તાજેતરમાં આખાએ દેશમાં કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેના એકાઉન્ટરના તેમજ તેણે પોલીસ પર જે રીતે ગોળીબાર કરીને 8 પોલીસવાળાને મારી નાખ્યા તેને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ગત શુક્રવારે સવારે પોલીસની પકડમાંથી ભાગવાના પ્રયાસમાં એસટીએફ દ્વારા તેનું એનકાઉન્ટર કરવામા આવ્યું હતું. જોકે તેના એનકાઉન્ટર પ્રત્યે સમગ્ર દેશમાં શંકાની લહેરો ઉઠી રહી છે.

image source

અને આ એનકાઉટરને એક નાટકિય એનકાઉન્ટર પણ લોકો દ્વારા કેહવામાં આવી રહ્યું છે. પણ આ બધા વચ્ચે બોલીવૂડના નિર્માતાને એક સ્ક્રિપ્ટ હાથવગી થઈ ગઈ છે. અને પ્રોડ્યૂસર સંદીપ કપૂર હવે આ એન્કાન્ટરના આધાર પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા ચે જેની તેમણે જાહેરાત પણ કરી દીધી છે. જો કે હજુ સુધી ફિલ્મનુ ટાઇટલ નક્કી કરવામાં નથી આવ્યું પણ એટલી તો જાણકારી મળી જ ગઈ છે કે મનોજ બાજપેયીને મુખ્ય ભુમિકા માટે સંપર્ક કરવામા આવ્યો છે. એક અંદાજ પ્રમાણે આ ફિલ્મનું બજેટ 10-15 કરોડ નક્કી કરવામાં આવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે નિર્માતા સંદીપે અનારકલી ઓફ આરાહ તેમજ જુગાડ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેમણે એક અગ્રણી સમાચાર પત્રને તેમના આ નવા પ્રોજેક્ટ વિષેની જાણકારી આપી છે. તેમણે આ વાતચીતમાં જણાવ્યું હતું કે વિકાસ દૂબેના એન્કાઉન્ટર બાદ તેમને ફિલ્મનો ખ્યાલ આવ્યો અને તેમણે મનોજ બાજપાયી સાથે તેની વાત કરી છે જો કે હજુ સુધી મનોજ બાજપાયીએ ફિલ્મ સાઈન નથી કરી.

image source

સંદીપે એવો ભય પણ વ્યક્ત કર્યો હતો કે આ એક અત્યંત હોટ ટોપીક છે માટે તેમને ભય હતો કે કોઈ તેમના પહેલાં જ આ ઘટના પર ફિલ્મ બનાવવાની જાહેરાત ન કરી દે. હવે પછીનું તેમનું પગલું ફિલ્મ માટે ડીરેક્ટર શોધવાનું છે. અને તેઓ સાથે સાથે એવી પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે કોઈ મોટો પ્રોડ્યુસર આ વિષય પર ફિલ્મની જાહેરાત ન કરી દે. કારણ કે તેઓ એક નાના પ્રોડ્યુસર છે, અને તેમના કહેવા પ્રમાણે મનોજ બાજપેયી પણ આ ફિલ્મને પ્રાથમીકતા આપવાનું જણાવી રહ્યા છે. જો કે હવે તેમણે આ વિષય પર આખી સ્ટોરી કરવા બેસવું પડશે. પણ તેમનું કામ ફ્લોર પર જાય તે પહેલાં કોઈ બીજા મોટા પ્રોડ્યુસર ફિલ્મની જાહેરાત ન કરે તેની તેમને ભીતી છે.

કોઈ ટાઇટલ નક્કી નથી થયું

image source

તેઓ ફિલ્મના ટાઈટલ વિષે જણાવે છે કે હજુ સુધી તેમણે ટાઇટલ વિષે કશું નક્કી નથી કર્યું અને ટાઇટલ વિષે જણાવવું થોડું વધારે ઉતાવળિયુ ગણાશે. જો કે તેમના મનમાં ત્રણ-ચાર ટાઇટલ આવ્યા છે. જેને તેઓ વહેલી તકે રજીસ્ટર કરાવવા માગે છે.
ડીરેક્ટરની શોધ ચાલી રહી છે

image source

સંદિપે ફિલ્મનો સબ્જેક્ટ નક્કી કરી લીધો છે, બજેટ પણ નક્કી કરી લીધું છે, લીડ એક્ટરની પણ પસંદગી કરી લીધી છે પણ ફિલ્મનું મહત્ત્વનું પાસુ એવા ડીરેક્ટરને તેઓ હજુ સુધી નક્કી કરી શક્યા નથી. તેઓ આ બાબતે દરેક વિકલ્પ પર વિચાર કરવા માગે છે. તેઓ તેના માટે 3-4 ડિરેક્ટરનો સંપર્ક પણ કરશે. તેઓના જણાવ્યા પ્રમાણે તેમના લિસ્ટમાં તિગ્માંશુ ધુલિયા તેમજ શાદ અલીનો સમાવેશ થાય છે. પણ હજુ સુધી કોઈ જ છેલ્લો નિર્ણય લેવામા આવ્યો નથી.

સ્ટોરીના રીસર્ચ પાછળ લાગશે 3-4 મહિનાનો સમય

image source

હવે જ્યારે ફિલ્મનો વિષય નક્કી થઈ ગયો છે ત્યારે ફિલ્મને અસરકારક બનાવવા માટે તેમણે ફિલ્મની સ્ટોરી પર ખૂબ બધું સંશોધન કરવું પડશે જેમાં તેમને લગભગ 3-4 મહિનાનો સમય લાગી શકે છે. જો કે એક પ્રોડ્યુસર તરીકે તેઓ જરા પણ મોડું કરવા માગતા નથી અને તરત જ કામે વળગી જવા માગે છે. તેઓ આ વિષય પર ફિલ્મ જ બનાવી રહ્યા છે નહીં કે કોઈ વેબસિરિઝ, તેઓ મનોજ બાજપેયી પર પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. કારણ કે મનોજ બાજપેયીનું યુ.પી તેમજ બિહારનું બેકગ્રાઉન્ટ ફિલ્મના મુખ્ય પાત્રને ખૂબ અનુરૂપ રહેશે. તેમજ મનોજ તેમના જૂના મિત્ર પણ છે અને તેમને તેઓ બળજબરીથી હા પણ પડાવી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વિષ સિનેમેટોગ્રાફિકલી ખૂબ સારો છે.

મનોજ બાજપેયીએ હજી કોઈ પુષ્ટિ કરી નથી

image source

આ બધી જ હકીકતોની જાણ થતાં મનોજ બાજપેયીએ પોતાના ટ્વિટર પર આ સમાચારને ખોટા ઠેરવ્યા છે, પણ તે પહેલાં શુક્રવારના રોજ તેમનો એક વ્હોટ્સએપ ઓડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ જણાવી રહ્યા હતા કે જો તેમને કેરેક્ટર તેમજ સ્ક્રીપ્ટ યોગ્ય લાગશે તો તેમને રિયલ લાઈફ પાત્ર ભજવવામાં મજા પડશે. હવે જ્યારે સત્તાવાર રીતે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયા બાદ જ આપણને ખરો ખ્યાલ આવશે કે વિકાસ દૂબે પર ફિલ્મ બની રહી છે કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span